________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૩૭
પૂજ્યશ્રીને વાત કરી. પાછા અમે બન્ને જોવા ગયા. જોઈને બહાર નીકળ્યા તો સહેજે અવાજ નીકળી ગયો, અંદર નાગરાજ છે કોઈ જશો નહિ ને અમો ઉપર હોલમાં ગયા. પૂજ્યશ્રી કણાભાવે વિચારી રહ્યા : મારા નિમિત્તે બધાને ખબર પડી સાપ છે. ને પછી પાછળ રહેતાં નિર્દયી અજૈન બાળકોએ સાપને અવાજ કરીને પાછળની ગલીમાં વાળ્યો ને કોઈ ન જુએ તે રીતે પથ્થરો મારીને મૃત્યુના શરણે પહોંચાડ્યો. અમને સમાચાર મળતાં તુરંત નવકાર મહામંત્ર સંભળાવવા પહોંચ્યા તો સાપ નિર્જીવ થઈ પડ્યો હતો પણ નવકાર દૂરથી સાંભળવા પામ્યો. તેનો પ્રભાવ તો આગળ બતાવીશું પણ પૂ. આચાર્ય ભગવંતને અત્યંત દુ:ખ લાગ્યું ને તુરંત દાદા ગુરુદેવ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરિજી મ. સા.ને સંગાથ સાથે પત્ર લખ્યો કે, મારા નિમિત્તે એક સાપ–નાગરાજની હિંસા થયાના પાપથી મને ઉગારજો, ને પ્રાયશ્ચિત આપવા કૃપા કરશોજી. જૈન શાસનના પ્રભાવક આચાર્યશ્રીને પણ હિંસાનાં દુઃખ કેવાં હતાં તેનો પૂજ્યશ્રી જ્યારે પત્ર લખતા હતા ત્યારે પશ્ચાત્તાપના નયને આંસુ જેતા, દર્શન દયાનાં થતાં હતાં, કવિકુલકિરીટ ગુરુદેવે પત્રમાં આચાર્યશ્રીની જીવદયાની લાગણીની અનુમોદના કરીને ધન્યવાદ આપ્યા હતા, અને તપ-જપ બતાવ્યાં હતાં. બાદમાં જ્યારે અમો જંગલમાં વિહારમાં હતા ને જંગલમાં અંતરિક્ષજી તીર્થની યાત્રાએ વિનહર પાર્શ્વનાથ જિનાલયમાં અંજનશલાકા–પ્રતિષ્ઠા-દીક્ષા ઉત્સવ માટે જતા હતા, અને નાના ગામડાના મંદિરમાં વિશ્રામ સાથે આરાધનાનો આનંદ અનુભવતા હતા ત્યારે એક સાધકને લઈને શ્રાવક આવ્યો. મેં તેને પ્રશ્ન કર્યો કે અમારા વિદર્ભ દેશના વિજયવંત વિહારી ગુરુદેવને અત્યારે કોણ સહાય કરે છે? ત્યારે સાધકે જાપ ને ધ્યાનથી કહ્યું : તમારા આચાર્યશ્રીને જીવદયાના પ્રભાવે જે સાપને નવકાર સંભળાવેલ હતો તે, નાગરાજ જેમ પ્રભુ પાર્શ્વને ધરણેન્દ્ર થઈને સહાય કરતો હતો તેમ, અત્રે પણ નાગરાજ દેવ થઈને સુંદર ભક્તિથી-ભાવથી સેવામાં હાજર છે ને ધર્મકાર્યમાં સમાધિ આપે છે. સર્વને આરાધનામાં સહાયક બને છે કોઈને પણ અંત સમયે શાંતિ-સમાધિ ને નવકાર આપવો. તે સંત-સજ્જન ને ઇન્સાનનો ધર્મ પોતે દુઃખી થઈને પણ બીજાને સુખી બનાવે તે સજ્જનતાનું લક્ષણ છે. આજે પણ દેવો આવે છે તે સ્પષ્ટ બદ્ધ, નિદ્ધત કર્મને ધક્કો મારી શકે છે, માટે સર્વને ધર્મનું દાન કરો. જીવનને નંદનવન સુવાસિત બનાવો. કોઈને સહાય કરશો અને સુખશાંતિ આપશો તો સમાધિ પામશો.
બાલાપુરથી અંતરિક્ષજી તીર્થે સંઘ સાથે પધારી અંજનશલાકા કરાવી સુવર્ણ ઇતિહાસ સર્જ્યો.
* આજે એકવીસમી સદીમાં પગ માંડતો માનવી વ્યસન, ફેશન, અનુકરણમાં સંસ્કૃતિના ફુડચા ઉડાવે છે ત્યારે ધર્મચુસ્ત માનવી જીવન પ્રકાશમાન બનાવે છે. આ શ્રી ગંભીરસૂરિજી મહારાજ જ્યારે મદ્રાસમાં વિજયલબ્ધિસૂરિ લાઈબ્રેરી, બેંગલોરમાં લબ્ધિસૂરિ પાઠશાળા ને હૈદ્રાબાદમાં વિજયલબ્ધિ જીવદયા મંડળની સ્થાપના કરીને વિચરતા હતા ત્યારે અનેક સ્થળે બકરાની બલિ દેવસ્થાનોમાં થતી હતી. એકવાર કુલ્પાકજી તીર્થના છ'રિપાલિત સંઘ સાથે જતા હતા ત્યારે રસ્તામાં બલિ ચઢાવવાની વિધિ થઈ રહી હતી. પૂજ્યશ્રીએ શ્રાવક પ્રેમજી લાલજીભાઈને જીવદયા માટે ભોગ આપવા સજ્જ કર્યા ને ત્યારે જ સુરના મહારાજા પરિવાર સાથે ગુરુદેવના આશિષ લેવા આવ્યા હતા. ને પૂજ્યશ્રીએ આપ જીવન નથી આપી શકતા તો મારીને જીવ લેવાનો આપને કોઈ અધિકાર નથી એવી પ્રેરણા આપી અને જીવદયા મંડળની માગણી કરી. મહારાજાએ સહર્ષ સ્વીકાર કર્યો ને બલિપ્રથા બંધ થઈ. જે આજે પણ દક્ષિણમાં રૂગનાથ મલજી જેઓ જીવદયા માતા માટે કર્મચારી બનીને અહિંસાનો પ્રભાવ વિસ્તારે છે. બેંગલોર, મદ્રાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org