SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન [ અનેકોને શ્રદ્ધાનો લાભ મળ્યો. માતાની ભાવનાએ ઘરને સંસ્કારી બનાવ્યું. લાતુર, પરભણી, હિંગોલી, ઔરંગાબાદ, જાલનાનાં ચાતુર્માસે જીવનભર લોકોને ધર્મી બનાવ્યા. * અજૈન ડૉકટરનું જૈન સંશોધન : ડૉકટર ભાવચંદ્ર બાપટ જે ઓસ્ટ્રેલિયા ને જાપાન સરકારના ખાસ આમંત્રિત બને છે. પૂનામાં સંશોધન કેન્દ્ર ચલાવે છે ને માહિમ હિન્દુજા હૉસ્પિટલમાં એલર્જી સેન્ટર ચલાવે છે. તેઓ ધર્મે જૈન બનવા ભાગ્યશાળી બન્યા છે ને અનેકોને રાત્રિભોજન, વાસી ભોજન ત્યાગની વાતો વૈજ્ઞાનીક દૃષ્ટિએ સમજાવે છે. સવારે સૂર્યોદય બાદના પોણા કલાકે પાચનતંત્ર સુધરે માટે નવકાશી જૈનો પાળે છે. કંદમૂળ એલર્જી કામુક્તા ને હિંસાનું કારણ માને છે. વહેલા ભોજનની બાબત ડૉ. બાપટ વધારે મહત્ત્વની માને છે. પોલીસ્ટાર કાપડ જે ખંજવાળ ને એલર્જી વધારે છે માટે જૈન સાધુ સુતરાઉ વસ્ત્ર વાપરે છે. તેઓ વરસે ત્રણ ઉપવાસ–અમ કરવા ખાસ ભલામણ કરે છે. કઠોળને દહીં-દૂધ દ્વિદળ માટે તેઓ ત્યાગ કરવા દબાણ કરે છે. જૈન ભાઈને દવા માટે તેમનો પરિચય થયો. જામનગરમાં જ્યારે મને તેઓએ સર્વ વાતો સમજાવી ત્યારે જૈનધર્મ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ધર્મ છે તેનું માન ઉત્પન્ન થયું. પૂ. આચાર્ય તપસ્વી પુણ્યાનંદસૂરિજી મ.સા. જે પણ કોલસાને ધોળો કરવાનો ઉપાય તેને બાળો તેમ આત્માને ઉજ્જવળ બનાવવાનો ઉપાય તપ છે. જે વાસનાનું મૂળ બીજ સેન્ટર રસના છે તેને વશ કરવાની વાતો ડોકટર બાપટને ખૂબ જ પસંદ પડે છે. આજે પણ અજૈન જૈન સિદ્ધાંતને બહુમાનથી માને છે. * અનેક નગરો એવા છે જ્યાં જૈન સાધુ-સાધ્વીથી વંચિત રહેવાને કારણે જૈન દારૂ–માંસ-ઈંડાના વ્યસની બની જાય છે. મહારાષ્ટ્રમાં આચાર્યશ્રી પુણ્યાનંદસૂરિજી મ.સા.ની સાથે નગપ્રવેશ કરતા હતા, બેન્ડના સૂરો ને ઢોલ વાગવાના અવાજથી જાગીને લુંગી પહેરેલો ભક્ત જોવા બહાર આવ્યો કે શું થયું કે તરત બનીયન પહેરીને પાછળ આવવા લાગ્યો. પ્રવચન સાંભળતા જ ઊભો થઈને કહે. મારા જીવનનો ટનીંગ પોઈન્ટ છે. આજે જ હું તમારા ચરણે જૈન બનું છું. જ્યારે તેને પોતાની વાસના-વિષયો ને રસનાની વાત કરી ત્યારે જૈન સાધુનાં ગામડાંની ઉપેક્ષાથી લોકોની કેવી દુર્દશા થાય છે, જે દુઃખદાયક લાગ્યું. તે રાજસ્થાની ભાઈ પણ તેના મિત્રોને લઈ આવવા લાગ્યો ને આરાધક યુવા સંગઠન ઊભું થયું અને અનેકો સાત વ્યસન ત્યાગીને આરાધક બન્યા. વક્તા પ્રભાવક ગુરુવરોએ ભારતના સર્વ પ્રાન્તોમાં એકવાર પ્રવચનગંગા વહાવવી જોઈએ. * આજે જ્યારે વિજ્ઞાનવાદના ઊંધા ચશ્મા પહેરીને લોકો પાપોની ખાઈમાં પટકાય છે ત્યારે કલકત્તાની નેપાળી બાલિકાનું પ્રવચનમાં પાઠશાળાના મેળાવડામાં સન્માન થયું. કારણ, તેનાં માતા-પિતા નેપાળના વતની છતાં પાંચ પ્રતિક્રમણ મુખપાઠ કરીને પ્રભુ પૂજા સ્નાત્ર ભણાવે ને માંસ-ઈંડા-શરાબકંદમૂળ ત્યાગીને રોજ બેસણાનાં પચ્ચકખાણ કરવા લાગી હતી. માટે આજે પણ પાડોશી સારા મળે તો સંસ્કારી થવાય છે. * આજના વાસનાયુક્ત યુગમાં પણ જૈનાચાર્યોની જીવદયા નત મસ્તક બનાવી દે છે. ગુજરાતના છાણી નગરભૂષણ આચાર્યશ્રી ભુવનતિલકસૂરિજી મહારાજ વડિનતિ માટે ઉપાશ્રયના વાડામાં ઠલ્લે ગયા હતા. હું પૂજયશ્રીની સાથે સેવામાં હતો ને પૂજ્યશ્રી કાર્ય પતાવીને ઊભા થઈને બહાર પધાર્યા. હું અંદર તરપણી લેવા ગયો, જોયું તો બાજુમાં ખૂણામાં એક નાગરાજ ફણા પસરાવી સ્થિર બેઠા હતા. મેં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy