SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૫ સંસ્કૃતિને સંભાળે તો ધન્ય બને. મુસલમાનને ધન્ય છે. * સ્વર વિના સંગીત ન મળે, દૂધ વિના નવનીત ન મળે, પુણ્ય વિના સુખ ન મળે ને સંયમ વિના મોક્ષ ન મળે તેમ માનનારા પુણ્યશાળીને દુર્લભ માનવ-તનને પાવન કરવા ધર્મની આવશ્યકતા છે. એમ જ્યારે પ્રચવનમાં જિનવાણી શ્રવણ થઈ ત્યારે માલેગાંવના મણિલાલ દગડુશા શેઠ મને કહે, સંપૂર્ણ જીવન રાજકારણમાં વિતાવ્યું ને નેતા–અભિનેતાના પ્રવચનોમાં મસ્ત રહેતો હતો પણ આજથી હવે પુણ્ય પ્રાપ્ત થયેલા જૈનધર્મને અંતરના ભાવોથી આરાધવો છે. તે સમયે ઉપધાનમાં નામો લખતાં હતાં ને મણિકાકાએ નામ લખાવ્યું. ૮૦ વર્ષની ઉંમરે તપ-જપ ને ક્રિયામાં રસ નહિ તેવા કાકાને પ્રવચનના સહારે જ્યારે આરાધનાનું અમૃત ગટગટાવતા જોઈએ ત્યારે લાગે છે : નો ટાઈમ, નો મની, નો પાવર નહિ પણ ઇન્ટેસ્ટ જ્યારે રસ જાગે છે ત્યારે ભલભલાને ઉત્સાહ આવી જાય છે. મણિકાકા ૧00 લોગસ ને 100 ખમાસમણાં ઊભા ઊભા દિલના ઉમંગથી કરતાં જોય આનંદ થતો. પોતાના જીવનમાં ચિત્રલેખાના સેક્સી ટાઈટલના દર્શને કેવા મનોભાવ પાપમય થયા, ને સ્વપ્નમાં મેરેજનો વરઘોડો નીકળ્યો. કુનિમિત્ત આત્માને કેવા મહાન પાપોનો ભોક્તા બનાવે છે. માટે ટી. વી., વિડીયો, નોવેલો, બ્લબુફસોના સંગથી દૂર રહેવું જોઈએ ને સત્સંગ કરવો જોઈએ તેમ તેઓ વર્ણવતા હતા. ઉપધાનમાં જ્યારે કોલેજિયન ડોકટર થનારી યુવતીએ મિષ્ટાનત્યાગ ને બે દ્રવ્યથી મૌન સાથે અપ્રમત્તભાવે આરાધનામાં મસ્તી અનુભવી ને આખરે અંતમાં માસક્ષમણની તપસ્યા ને મૌન સાથે ભક્તામર જાપમાં મગ્ન ડો. અલકાનું જ્યારે પારણું હતું ત્યારે, સમસ્ત માલેગાંવ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મ.ની પુણ્યતિથિથી પ્રારંભ થયેલ કેશરની વર્ષાનો અનુભવ માલેગાંવનિવાસીઓને શ્રદ્ધામાં મજબૂત બનાવે છે. પારણા વખતે પણ અલકાના ગૃહમાં કેશર, બરાસ ને કસ્તૂરીની સુવાસ સર્વે ઠેકાણે પ્રસરી ગઈ હતી. યુવતી કહેતી, મારી માતાજીએ અમો ભાઈબેનના ગર્ભકાળમાં નવ-નવ લાખ નવકારના જાપ કરેલા છે ને જન્મથી અમારા ઘરમાં રાત્રે કોઈ પણ પાણી પણ વાપરતું નથી. વાપરવા માટે સંડાસમાં પણ વાસી પાણી રાત્રે રખાતું નથી. ડૉકટરો ને વકીલો જ્યાં પ૦ જૈન છે તે શિક્ષિત નગરમાં પણ ધર્મપ્રભાવનાથી લોકો વિશિષ્ટ શ્રદ્ધાવાન બન્યા. પણ વ્રત-નિયમ ને તપ-જપમાં પ્રગતિ કરી. કે તે મરાઠાવાડા પ્રદેશમાં મૂર્તિપૂજક સાધુ તરીકે ચાતુર્માસનો મને જ્યારે પ્રથમ લાભ મળ્યો ને તેમાં જૈનો પણ જ્યારે સત્સંગથી વંચિત હતા તેઓની આરાધનાની લગની આજે પણ આંગળી ચિંધ્યાનું પુણ્ય મને મળે છે ને તેમની આરાધનાની અનુમોદના થાય છે. ૨૦૦ વર્ષના ઇતિહાસનું પ્રથમ મૂર્તિપૂજકનું ચાતુર્માસ ને પ્રવચન સાંભળી લલિતાબેન કહે, મહારાજ! મારી પુત્રી નીતાને નિયમ આપો. જ્યાં સુધી પંચ પ્રતિક્રમણ ન કરે ત્યાં સુધી ટી. વી., સિનેમા જોવાં નહિ ને મેરેજ પણ કરવા નહિ. નિયમ આપ્યો. મા-દીકરી રોજ પ્રવચન શ્રવણ કરે. દીકરી નીતાએ માસક્ષમણ તપ આદર્યો ને ભાદરવા સુદ ચોથના રાતના શ્રાવિકા બેનો સાથે પૌષધમાં સુતા હતા. ત્યારે અશ્વારૂઢ કોઈ રાજકુમાર આવ્યો ને દીકરીની પગચંપી કરવા લાગ્યો ને કહે, પુત્રી ! ગયા ભવમાં હું ને તું બન્ને સાધ્વીજી હતાં. તે મારી સેવા ખૂબ જ કરી હતી. હું આજે દેવ છું ને તપબળે તારી સમક્ષ આવ્યો છું. તું રોજ ભક્તિ–આરાધનામાં આગળ વધજે. પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણક-પર્વ દિવાળીમાં છઠ્ઠ કરીને પૌષધ અવશ્ય કરજે. પ્રભુનો મહાન ઉપકાર છે, લાખ કરોડ છટ્ટનો લાભ મળે છે. સૌએ આરાધના કરી ને ત્રણ વાર અમીઝરણા થયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy