SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન દ્વારહા ધનજની પ્રતિષ્ઠાઓમાં જીવદયાના કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. * દાદર (મુંબઈ) શ્રી લબ્ધિસૂરિ જ્ઞાનમંદિરમાં જ્યારે હું વિનયસેન, વજસેન અને વલ્લભસેન મહારાજને ધર્મ અભ્યાસ કરાવતો હતો ત્યારે માતા વર્ષાબેન પુત્ર સમકિતને લઈને આવ્યાં. બાળકે કહ્યું ને ઉપવાસનું પચ્ચક્ખાણ આપો. મેં આશ્ચર્ય સાથે વાસક્ષેપ નાખતાં પૂછ્યું : અલ્યા બે વર્ષનો છે ભુખ નહિ લાગે? તો કહે, મહારાજ! એણે આપના પ્રવેશ વખતે આયંબિલ કર્યું હતું ને કાલે તમારે પારણું છે અટ્ટાણુંમી ઓળીનું માટે બધાની સાથે એ પણ તપની કમ્પની આપવાનો છે. માતા વર્ષાબેન કહે, મેં જન્મ પહેલાં તે કુક્ષીમાં આવ્યો ત્યારથી રોજની પાંચ સામાયિક ને નવકારમંત્રની પ0 માળા નવ મહિના સુધી કરી છે. પુત્રી દર્શના પણ ધર્મચુસ્ત છે. અમારાં સ્વાધ્યાય–સંયમના સંસ્કારપૂર્વક જીવન જીવીએ છીએ. * નેપાળની બોર્ડર પર વસેલા ફારબીસગંજ નામના ગામની પ્રતિષ્ઠા માટે કલકત્તાથી જતા હતા. રસ્તામાં પૂછ્યું : ભાઈ, ત્યાં મંદિર કેમ બનાવ્યું? તો કહે સાહેબ! અમારા શેઠને છોકરી કલકત્તા પરણાવવી હતી. ત્યાંના શ્રીમંતને છોકરી જોવા બોલાવ્યા. વીરાનગર જ્યાં સાંજના પહોંચ્યા. સવારે શેઠાણી તારાબેન કાંકરિયા કહે, પ્રથમ દર્શન કર્યા સિવાય મુખશુદ્ધિ-નવકારશી નહિ થાય. તપાસ કરતાં માલુમ પડ્યું કે બોર્ડર પર નાના ગામમાં એક મૂર્તિ ઝાડ નીચે પડી છે ને ગાડીમાં ત્યાં તારાબેન ગયાં જઈને જોયું. આંસુ આવ્યાં, મારા ભગવાન આવા સ્થાનમાં? ત્યાં જ અભિગ્રહ લીધો–જ્યાં સુધી મંદિર ન બને, પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી ઘી, મીઠાઈનો ત્યાગ. તુરત જ કામ ચાલુ થયું, સ્વખર્ચે મંદિર થયું ને પ્રતિષ્ઠા માટે જ્યારે મેં તેમને કહ્યું : તમે જ કરો. તો કહે, મારું કાર્ય નિર્માણ કરવાનું છે. સંઘ પ્રતિષ્ઠા કરે, ચઢાવાથી પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાનો ખર્ચ તમામ તારાબહેને આપ્યો. પ્રથમ મૂર્તિપૂજક સાધુ તરીકે નેપાળ જવાનો મને લાભ મળ્યો ને ત્યારે વલ્લભસેનને વર્ષીતપ મારે ઓળી કામચોવિહારી એકદત્તીને વિનયસેન અને વજસેનને એકાંતરા આયંબિલ સાથે નેપાળની વિહાર યાત્રા થઈ. તારાબહેને બાદમાં પ્રતાપગંજ, ઉત્તરગંજ, છીંદવાળા, આસનસોલ, પર્વતપુર જેવા નવા નવા ગામમાં પ્રાય: ૨૫ મંદિર, નિર્માણ કરાવ્યાં છે, ને મને પણ અંજનશલાકા, પ્રતિષ્ઠા ઉપધાન–ઉજમણાનો પણ નવા નવા ગામોમાં સારો લાભ મળ્યો હતો. * જેને સરાકનો ઉદ્ધાર : સમેતશિખરજીનો ૧00 કિલોમીટરના એરિયામાં બિહાર, બંગાળ, ઓરિસ્સાના ૨૦૦ નગરોમાં પ્રભુ પાર્શ્વનાથના ઉપાસકો સરાક જૈનોની બે લાખથી વધારે વસ્તી છે તેના જીર્ણોદ્ધાર-સંસ્કારદાન માટે શિખરજીમાં પૂ. આ.શ્રી વારિષેણસૂરિજી મ.ની નિશ્રામાં પં. સુયશમુનિના સૂચનથી મનોજકુમાર હરણ દ્વારા પૂર્વભારત સરાક જૈનોદ્ધાર સમિતિની સ્થાપના થઈ, જેમાં રતનભાઈ દેસાઈ, રસિકભાઈ બી. શાહ, હરિભાઈ ચાસની કમિટિ બની. ને જ્યારે અમો સરાકના ગામોમાં વિચર્યા ત્યારે તે લોકોની રાત્રીભોજન, કંદમૂળ ત્યાગ, શિખરજીની ભક્તિ ને ધર્મશ્રદ્ધા અનુમોદનીય લાગી હતી. વળી, સમિતિના પ્રયત્નથી ઝાંપડા-પર્વતપુર મારી ૯૭મી ઠામ ચૌવિહારી એકદત્તી ઓળીના પારણા પ્રસંગે ૩) ઘરના સર્વે નાના મોટાઓએ આયંબિલ કરી રેકર્ડ કરેલ. નીલમબેન ખુશાલભાઈ કલકત્તાવાળા તરફથી મંદિરનો પ્રતિષ્ઠા-ઉત્સવ સુંદર થયેલ. કમિટી તરફથી ૧૦ જિનાલયો અને ૧૫ પાઠશાળાઓ ચાલુ છે. સારૂ કાર્ય થઈ રહ્યું છે. જૈનધર્મનો પ્રભાવ, પ્રચાર વધતો રહ્યો છે. આ હકીકતનો સાધુઓએ પ્રચાર A કરવા જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy