________________
૧૭૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
છ'રીપાલિત સંઘ (૬) જુનાડીસા નિવાસી શેઠશ્રી પોપટબેન નહાલચંદ કાંટી પરિવાર તરફથી જુના ડીસાથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલિત સંઘ (૭) જુનાડીસા નિવાસી શેઠશ્રી કેશવલાલ નહાલચંદ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી આબુ-દેલવાડા તીર્થનો છ'રીપાલિત સંઘ (૮) ભાવનગરથી ઘોઘા તીર્થના છ'રીપાલિત સંઘનો લાભ ટાણાના શેઠશ્રી ચંદ્રકાંત હકમચંદ શાહ પરિવારે લીધો. (૯) ચોક (પાલીતાણા)નિવાસી ચંપાબેન રમણીકલાલ તલકચંદ શાહના સુપુત્રો શેઠશ્રી રસીકભાઈ, જિતેન્દ્રભાઈ, જગદીશભાઈ, ભદ્રેશભાઈ પરિવારે ચોકથી સિદ્ધગિરિના છ'રીપાલિત સંઘનો લાભ લીધો. (૧૦) સાબરમતી (અમદાવાદ)નિવાસી શેઠશ્રી ચંદુલાલ મૂળચંદ શાહ કારેલીવાળા પરિવારે વલ્લભીપુરથી શ્રી સિદ્ધગિરિના છરીપાલિત સંઘનો લાભ લીધો. (૧૧-૧ર) અમદાવાદનિવાસી તપસ્વિની શ્રીમતીબેન કાંતિલાલ જેસીંગલાલ ઝવેરી (પાપડવાળા) પરિવારે પૂજ્યશ્રીની તારકનિશ્રામાં અમદાવાદ-રાજનગરથી શેરીસા તીર્થના અમદાવાદથી શેરીસા-પાનસર તીર્થના છ'રીપાલિત સંઘોનો લાભ લીધો. (૧૩) અમદાવાદનિવાસી શેઠશ્રી બાબુલાલ રતિલાલ શાહ માણસાવાળા પરિવારે પૂજ્યશ્રીની તારક નિશ્રામાં માણસાથી મહુડી તીર્થના છ'રીપાલિત સંઘનો લાભ લીધો.
( રાજનગરથી શત્રુંજયનો છ'રીપાલક સંઘ )
પ.પૂ. આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ની પાવન નિશ્રામાં રાજનગરથી શત્રુંજયનો છ'રી પાલક સંઘ શ્રી ધનરાજજી પરિવાર તરફથી અનેક વિશેષતાયુક્ત નીકળેલ પૂજ્યશ્રીની નિશ્રામાં બીજા અનેક સંઘો પણ નીકળેલ.
( રાધનપુરથી સિદ્ધાચલજી (પાલીતાણા)નો સંઘ )
પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. ૨૦૪૯માં રાધનપુરથી સિદ્ધાચલજીનો છ'રી પાલક સંઘ ભારે ઠાઠમાઠથી નીકળેલ. કાનજીભાઈ જેચંદભાઈ ગાંધીનું આ યાત્રા સંઘમાં ભારે મોટું યોગદાન હતું. તે સિવાય પૂ. મુનિશ્રી નિતિસાગરજી મ.સા.ની નિશ્રામાં શિવગંજ ઓશવાળ પંચ શ્રીસંઘ તરફથી નાણા દિયાણાનો પણ સંઘ નીકળેલ. તે સિવાય શંખેશ્વર પાલીતાણા, ભદ્રેશ્વર-ભીલડીઆજી વગેરેના સંઘો પણ નીકળેલ. પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના)
પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ સંઘ
શ્રી શત્રુંજય-ગિરનાર છ'રીપાલિત સંઘ : વિ. સં. ૨૦૫ર માગસર વદ ૬ના ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં સંસ્કૃતિને પ્રેરતો અને આધુનિકતાને નહિ સ્પર્શતો, સૈકા જુની યાદ અપાવતો છ' રીપાલિત યાત્રા સંઘ નીકળ્યો. સુરતના આગેવાન શ્રેષ્ઠીશ્રી રતનચંદ પ્રેમચંદ ઝવેરીના સુપુત્રો અમરચંદ રતનચંદ ઝવેરી અને પ્રવિણચંદ્ર રતનચંદ ઝવેરી સંઘવીઓ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org