________________
અભિવાદન ગ્રંથ 7
[ ૨૯૭
આકાશમાંથી ધરતી ઉપર ઉતરતો જોયો. કેશરી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો. તેને જોયું કે સિદ્ધપુરુષ સરોવર પાસે ઉતરીને પોતાની પાદુકા વગેરે કાઢીને સરોવરમાં સ્નાન કરવા ઉતર્યા. કેશરીએ આ તક ઝડપી લીધી. વૃક્ષ ઉપરથી તે ઝટપટ ઉતર્યો અને દોડીને સિદ્ધપુરુષની પાદુકા પહેરી લીધી અને આકાશમાં ઊડવા માંડ્યું.
પાદુકા મળવાથી તેના આનંદનો પાર ન રહ્યો. ચોરી કરવી અને ઊડી જવું. બસ મજા મજા. હવે તેને પોતાના જ શ્રીપુરનગરમાં જ ચોરીઓ કરવા માંડી. તે પકડવા રાજા પોતે મહેનત કરવા લાગ્યો. રાત્રે ઉઘાડી તલવારે તે નીકળતો ચોરને શોધવા. એક દિવસ તે ગામ બહાર રાત્રે નીકળ્યો. જંગલમાં એક ચંડિકાનો પ્રાસાદ હતો. રાજાએ ગણત્રી મૂકી કે ચોર જરૂર ચોરી કરીને કે કરતાં પહેલાં અહીં આવી દેવીને પ્રાર્થના કરતો હોવો જોઈએ. તે પ્રાસાદના પ્રવેશદ્વારની પાછળ ખુલ્લી તલવાર લઈ ઊભો રહ્યો.
રાજાની ગણત્રી સાચી પડી. થોડી વારે કેશરી આવ્યો. પાદુકાને બહાર ઉતારી દેવીની પ્રાર્થના કરતા બોલ્યો “હે દેવી! આજે જો મને ખૂબ ધન મળશે તો તારી હું વિશેષ પ્રકારે પૂજા કરીશ.” રાજાએ આ સાંભળી, તે કેશરી જ છે એમ જાણી કેશરી જેવો બહાર નીકળવા જાય છે કે પગથિયાં પાસે રાજાએ તેને સબૂત કરી ઊભો રાખ્યો. કેશરી પાદુકા પહેરવા જતો હતો ત્યાં એક પાદુકા રાજાએ ખેંચી લીધી. હવે એક પાદુકાથી ઊડી શકવા તે સમર્થ ન હતો. એટલે તેને ન છૂટકે ભાગવા માંડ્યું. મુઠ્ઠી વાળીને તે દોડતો હતો. રાજાજી તેની પાછળ પડ્યા. તે એક રસ્તે વળી ગયો. રાજાજી આગળ દોડતા રહ્યા. કેશરી બચી ગયો. કેશરી દોડતા દોડતા વિચારે છે : આજે આવી બન્યું, હવે કેમ બચાય? ત્યાં તેને એક મુનિને જોયા. મુનિને વંદન કરીને કહ્યું : મુનિરાજ! મે ભયંકર પાપ કર્યા છે. અસંખ્ય ચોરીઓ કરી છે. મારે આ પાપને શી રીતે ખપાવવાં?
મુનિરાજે કેશરીને સામાયિકનું ફળ તથા તેનું સ્વરૂપ સમજાવ્યું. કેશરીએ તરત જ સામાયિક લઈ પોતે કરેલ પાપોનો ખરા અંત:કરણપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. આ પાપો માટે પોતાની આત્મનિંદા કરી. ખરેખર, મને ધિક્કાર છે; ન જાણે નાસ્તિક બુદ્ધિથી મેં કેટલાએ પાપ કર્યા છે. કેશરી સામાયિકમાં શુભ ધ્યાન ધરવા લાગ્યો. અનુક્રમે ક્ષપકશ્રેણી પર ચઢતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીનો ઉત્સવ કર્યો. તેમણે કેશરીને રજોહરણ આદિ ઉપકરણો આપ્યાં.
રાજા છેવટે અહીં આવી પહોંચ્યો. તેને જોયું કે કેશરી તો ધર્મધ્યાનમાં મશગુલ છે. આ જોઈ તે આશ્ચર્ય પામ્યો અને અનિમેષ નજરે તેને જોઈ રહ્યા. આ જોઈ કેવળજ્ઞાની કેશરી મુનિરાજે તેને કહ્યું : રાજન! તને પ્રશ્ન થાય છે કે એક ચોરને કેવળજ્ઞાન કેવી રીતે થયું? હે રાજન! એનું સમાધાન કરતા તને કહેવાનું કે આ કેવળજ્ઞાનની ઉપલબ્ધિ તેણે સામાયિક દ્વારા મેળવી છે. કહ્યું છે કે કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરતાં જેટલાં કર્મોનો નાશ થાય નહીં, તેટલાં કર્મોનો નાશ સમતા ભાવે સામાયિક કરનાર માત્ર અર્ધી ક્ષણમાં કરી શકે છે. કેશરી મુનિનો આવો પ્રભાવક ઉપદેશ સાંભળી રાજાએ પ્રતિદિન સાતઆઠ સામાયિક કરવાનો અભિગ્રહ કર્યો.
આમ કેશરી ચોરની પ્રેરક કથા જાણી સમજીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ આપનાર સામાયિકનું વિધિપૂર્વક શુભ અને શુદ્ધ ભાવથી આરાધન કરવા દરેકે દેઢ પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org