________________
૨૯૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
( રાખેંગાર અને કુંદલ ચારણ ) રા'ખેંગાર જુનાગઢ નરેશ એક દિવસ જંગલમાં શિકારે ગયો. તેણે ઘણાં સસલાઓનો શિકાર કર્યો, મરેલાં સસલાઓને તેણે ઘોડાની પૂંછડીએ બાંધ્યા નગરમાં પાછા ફરતા તે રસ્તે ભૂલો પડી ગયો. આમથી તેમ ઘોડા ઉપર ફરતા ફરતા એક ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. તેની પાસે જઈને તેણે પૂછ્યું : ભાઈ! હું રસ્તો ભૂલી ગયો છું. એ ચારણે કહ્યું : “હા એ તો દેખાય જ છે!” રા'ખેંગાર કહે, મને જુનાગઢનો રસ્તો દેખાડ. ચારણ જે સુતેલો હતો તે બેઠો થઈ ગયો. પૂંછડે બાંધેલ મરેલાં સસલાં જોઈને તે કંપી ઉઠ્યો અને બોલ્યો :
“જીવ વધતા નરગ ગઈ અવધતા ગઈ સ્વર્ગ
હું જાણું દો વાટડી, જિન ભાવે તિણ લગ્ન.” ચારણે ચોખવટ કરતા કહ્યું, ભાઈ, મને તો બે જ રસ્તાની ખબર છે. જે કોઈ જીવોની હિંસા કરે છે તે નરકમાં જાય છે અને અહિંસા પાળે છે તે સ્વર્ગમાં જાય છે. મને તો આ બે રસ્તાની જ ખબર છે. બાકી તું આ સસલાના જાન લઈને આવે છે એટલે રસ્તો ભૂલેલો છે, તે ચોખું સમજાય છે. હવે આ બે રસ્તામાંથી તને ઠીક લાગે તે રસ્તે જા.
રા'ખેંગાર આ સાંભળી ખુશ થયો. તેણે તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું, “હું ચારણ કુંદલ.' રા'ખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી અને ચારણને રાજસભામાં બોલાવી તેનું સન્માન કર્યું અને તેને એક ગામ ભેટ આપ્યું.
શાસ્ત્ર કહે છે કે, કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠા-મોટાઈ પામે છે, ઉચિત દાન કરવાથી પ્રશંસા પામે છે, અનુકંપા દાન કરવાથી સુખ પામે છે અને અભયદાન કરવાથી મુક્તિ (મોક્ષ) પામે છે.
(સુશીલા-સુભદ્ર ) રાજપુર નગરમાં જિનદાસ નામે શેઠ રહે. તેને એક દીકરી. નામ તેનું સુશીલા. જિનદાસ શેઠ સુશીલા માટે સારા સાધર્મિક મુરતિયાની શોધમાં હતા. એક સુભદ્ર નામનો યુવક પૃથ્વીપુર નગરથી વ્યાપાર અર્થે રાજપુર આવેલ. જિનદાસ શેઠ સુભદ્રના સંપર્કમાં આવ્યા. તેનું બોલવું-ચાલવું, રીતિ-નીતિ અને વાતચીત ઉપરથી તે ગુણવાન શ્રાવક છે એમ જાણી, તેની સાથે સુશીલાને પરણાવી. સાસરિયાવાસે ઘરકામ અને પતિની ભક્તિ તે સુંદર રીતે કરવા લાગી.
એક દિવસ સુશીલાની કોઈ સખી સુશીલાને મળવા આવી. તે વેશ પહેરેલ કપડે આવી. રૂપે સુંદર હતી. તે જોઈ સુભદ્ર તેનો અનુરાગી થયો. પણ કુળવાન હોવાથી લજ્જાને લીધે બોલી શક્યો નહીં. પણ મનથી પેલી સુંદરી ભૂલી શક્યો નહીં. એની યાદ તેને સતત સતાવતી રહી. આને કારણે તે દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર આનું કારણ પૂછ્યું. અતિ આગ્રહને વશ થઈ તેને ખરી વાત સુશીલાને કહી દીધી. અને કહ્યું કે જ્યાં સુધી મને એ સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી. સુશીલા આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ! મારો વ્રતધારી પતિ આવી કામેચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org