SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન પાવાગઢનાં પ્રાચીન જિનમંદિરો બંધાવનાર પુન્યાત્માઓ : રાજા વનરાજ ચાવડાના મંત્રી ચાંપા શાહે પાવાગઢ ઉપર કિલ્લો બનાવી તેમાં જિનમંદિર બંધાવ્યું હતું. મહામંત્રી તેજપાલે અહીં ભ૦ મહાવીરનું સર્વતોભદ્ર નામે મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ખંભાતના શેઠ મેઘા શાહે વિક્રમની પંદરમી સદીમાં અહીં ભ૦ સંભવનાથના મંદિરમાં ૮ દેરીઓ બનાવી આ૦ સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ચાંપાનેરના શેઠ જયવંતે અહીં જિનાલય બંધાવી સં. ૧૬૩૨માં આO વિજયસેનસૂરિના હાથે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. ધોળકાના દંડનાયક જિણાશાહ : - ધોળકાના વતની શ્રીમાલી પાહા શાહનો પુત્ર જિણાશાહ શ્રદ્ધાળુ જિનોપાસક હતો. તે પ્રતિદિન જિનપૂજા અને ગુરુવંદન કરતો. ઘી, કપાસ તથા અનાજની તે ફેરી કરી જાતમહેનતથી પોતાના કુટુંબનો નિભાવ કરતો. આગળ જતાં એક દિવસ લૂંટારા સાથેની તેની વીરતાની વાત જાણી ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ તેને પાટણ બોલાવી તલવાર, પટ્ટો તથા સોનાની મુદ્રા આપી ધોળકાનો દંડનાયક બનાવ્યો. તેણે ધોળકામાં બે જિનમંદિર બંધાવ્યાં. ઘરદેરાસર માટે કસોટીની ભ0 પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને સંઘના દેરાસર માટે ભ0 આદીશ્વર, ગોમુખ યક્ષ તથા ચક્રેશ્વરીદેવીની પ્રતિમા ભરાવી. એ દરેકની નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિના હસ્તે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો. નવાંગીવૃત્તિની ઘણી પ્રતિઓ લખાવી તેમ જ અન્ય ઘણાં ધર્મકાર્યો કર્યાં. સિદ્ધસારસ્વત અને કવીશ્વર ધનપાલ : માલવપતિ મુંજ અને રાજા ભોજનો પુરોહિત તેમ જ રાજ્યસભાનો મુખી ધનપાલ મહાકવિ અને પ્રખર વિદ્વાન હતો. તે પોતાના લઘુબંધુ શ્રી શોભનાચાર્ય દ્વારા જૈન સિદ્ધાંતોને જાણી જૈનધર્મી બન્યો હતો અને પોતાની કવિત્વશક્તિ વીતરાગદેવની ભક્તિમાં સમર્પિત કરી હતી. તેણે ધારામાં ભO ઋષભદેવનું સુંદર ચૈત્ય બનાવી તેમાં આ0 મહેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી તથા નિરંતર પૂજા ચાલુ રાખી તેની સ્તુતિરૂપે “ઋષભપંચાશિકા'ની રચના કરી હતી. તે ચૂડામણિશાસ્ત્રનો અભ્યાસી, જૈનદર્શનનો જ્ઞાતા તથા બાર વ્રતધારી શ્રાવક હતો. તે સાતે ક્ષેત્રોમાં દાન આપતો હતો. ભોજ રાજાએ તેને “કવીશ્વર' અને સિદ્ધસારસ્વત'ના બિરુદોથી અલંકૃત કર્યો હતો. કવિ ધનપાલે કાવ્યની ચમત્કૃતિઓથી ભરપૂર, અલંકાર અને નવ રસોથી સભર એવી ભ0 28ષભદેવની સ્તુતિપ્રધાન ગદ્યકથા (ગ્રં : ૧૨ હજાર પ્રમાણ) બનાવી હતી, “પાઈયલચ્છી નામમાલા' (પ્રાકૃત કોશ) તથા “ધનંજય કોશ' (સંસ્કૃત ભાષાના કોશ)ની રચના કરી હતી અને અન્ય અનેક પ્રાકૃત-સંસ્કૃત વગેરે ભાષામાં સ્તુતિઓ–ગ્રંથોની પણ રચના કરી હતી. જૈનધર્મી અને શ્રુતના રાગી શેઠ સિદ્ધરાજ અને તેના પૂર્વજો : શેઠ સિદ્ધરાજ પોરવાડના પૂર્વજો અસલમાં મડાહડ (મંડાર)ના વતની હતા ને દધિપદ્ર (દયા)માં રહેતા હતા, જ્યારે સિદ્ધરાજ પોતે પાટણમાં આવીને વસ્યો હતો. તેના પૂર્વજોમાં સિદ્ધનાગ જિનોપાસક હતો. તેણે પોતાની જાતકમાઈમાંથી ઘણાં જિનબિમ્બો ભરાવ્યાં હતાં. આ સિદ્ધનાગવંશમાં ક્રમે વીરડ અને વરદેવ થયા. તેઓ પણ ધર્માનુરાગી હતા. વરદેવે ભ૦ મહાવીરસ્વામીની પિત્તલની પ્રતિમા તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy