SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] L[ ૩૮૫ સમવરણ બનાવ્યાં અને વાદિવેતાલ આO શાંતિસૂરિને વિનંતી કરી “ઉત્તરઝયણ'ની પાઇય ટીકા (જન આધારે આO વાદિદેવસૂરિ પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રસૂરિને જીત્યા હતા) બનાવરાવી અને જ્ઞાનની અતિભક્તિથી એ લખાવી. સિદ્ધરાજ વરદેવનો પુત્ર હતો. વરદેવે મરતી વેળા પુત્ર સિદ્ધરાજને જણાવ્યું હતું કે, “તારે મારા શ્રેય માટે તીર્થયાત્રા, સંઘ અને જિનપૂજામાં ધન વાપરવું, છતાં ધર્મગ્રંથો લખાવવામાં વિશેષ ધન આપવું.” આ પછી સિદ્ધરાજ પાટણમાં આવી વસ્યો. તે સહુ કોઈને પ્રિય, મૃદુભાષી, વીર તેમ જ જૈનધર્મમાં અત્યંત રાગી, જિનપ્રાસાદો બંધાવનાર, રાજમાન્ય, દાક્ષિણ્યશીલ, દાની અને સદાચારી હતો. તેણે એક લાખ શ્લોકપ્રમાણથીય વધુ આગમ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે ગ્રંથો લખાવ્યા હતા. તેમાં ભગવતીસૂત્રની વૃત્તિવાળું પુસ્તક સં. ૧૧૮૭માં પાટણના રાજા સિદ્ધરાજના રાજયમાં લખાવ્યું હતું અને આO ચક્રેશ્વરસૂરિને વહોરાવ્યું હતું. પ્રતાપી માહાસ્ય ઉદયન મેહતાના પુત્રો આંબડ અને વાહડ : મારવાડના જાલોર અને રામસેન વચ્ચે આવેલા વાગરા ગામમાં શેઠ બોહિન્દ શ્રીમાલી વંશમાં શેઠ અશ્વેશ્વર, યક્ષનાગ, વીરદેવ અને ઉદયન થયા. ઉદયન (ઉદા) મેહતા મારવાડથી ગુજરાત આવ્યો અને આગળ વધી રાજા સિદ્ધરાજનો મહામાત્ય બન્યો. તેનો પુત્ર આંબડ પણ મહામાત્ય થયો. તે મોટો પરાક્રમી, ઉદાર અને દાનેશ્વરી તેમ જ કવિ પણ હતો. તેણે પિતા ઉદયનની અંતિમ ભાવના-આજ્ઞા મુજબ વિ. સં. ૧૨૧૩માં શત્રુંજયતીર્થના મોટા જીર્ણોદ્ધાર પ્રસંગે શત્રુંજયની પશ્ચિમ દિશાએ પાજ બંધાવી, જે આજે ઘેટીની પાગ તરીકે પ્રસિદ્ધ છે. તેણે કોંકણના શિલાહાર કુળના રાજા મલ્લિકાર્જુનને યુદ્ધમાં હરાવીમારી અને દંડરૂપે અનેક કીમતી વસ્તુ અને વિપુલ ધન લઈ આવતા, તેના આ પરાક્રમથી મહારાજા કુમારપાળે ૭૨ સામંતોની વચ્ચે તેને “મહામંડલેશ્વર” અને “રાજપિતામહ”નું બિરૂદ આપ્યું. આંબડે સ્વ. પિતાની ભાવના અનુસાર ભરૂચના અતિ જીર્ણ થયેલા શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર ૨ કરોડના ખર્ચે કરાવી, તેમાં સં. ૧૨૨૨માં ક. સ. આo હેમચંદ્રસૂરિના હાથે ભવ મુનિસુવ્રતસ્વામી વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે તેણે ઘણાં ઉમળકા અને ઉદારતાથી મોટું દાન કરતાં, આજ સુધી કદી મનુષ્યની સ્તુતિ નહીં કરનારા એવા ક. સ. આ હેમચંદ્રસૂરિએ આંબડની ઉદારતાથી પ્રસન્ન થઈ કહ્યું કે, “વિશ્વમ તેન ન પત્ર નં પત્ર નં તત્ર : રતિઃા ની રેમવતો ગર્ભ નિરા ડ્રોન વિષ્ણુ? અર્થાત્ “હે આંબડ! જ્યાં તું નથી ત્યાં કૃતયુગ ફોગટ છે, જ્યાં તું છે ત્યાં કલિયુગ હોય તોય શું? તારો જન્મ થવાથી કલિયુગ પણ શ્રેષ્ઠ છે, કૃતયુગનું શું કામ છે?' મંત્રી આંબડે ધોળકામાં પોતાના પિતાના ઉદાવસહીમાં ૨૪ દેરીઓ વધાવી, મોટો બનાવી “ઉદયનવિહાર” નામ આપ્યું હતું. - ઉદયનનો બીજો પુત્ર વાહડ (બાહડ) રાજા સિદ્ધરાજનો મંત્રી અને કુમારપાલનો મહામાત્ય હતો. તે મુત્સદી અને ધીર-ગંભીર હતો. રાજા કુમારપાલે સોમનાથના શિવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તેનો સમસ્ત પ્રબંધ મંત્રી વાહડને આધી. હતો. મહામાત્ય વાહડે પાટણમાં સુંદર જિનાલય બનાવી રાજા કુમારપાલને સમર્પિત કર્યું અને રાજવીએ મંત્રી વાહડની દેખરેખ નીચે તેનો વિસ્તાર કરી કુમારવિહાર બંધાવ્યો. મંત્રી વાહડે સ્વ. પિતા ઉદયનની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા રાજા કુમારપાલની આજ્ઞા લઈ, રાજ્ય ભંડારના દ્રવ્યની મદદ લઈ શત્રુંજયતીર્થનો મોટો જીર્ણોદ્ધાર (ચૌદમો ઉદ્ધાર) કરાવ્યો અને તેમાં સં. { ૧૨૧૩માં ક. સ. આ. હેમચંદ્રસૂરિના વરદ્ હસ્તે ભ0 ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની ભારે ધામધૂમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy