SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન પ્રતિષ્ઠા કરાવી. વળી, પાલીતાણા સમીપ તેણે વાગ્ભટપુર વસાવી, તેમાં ત્રિભુવનપાલ-વિહાર બંધાવી ભ∞ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી અને તેની પૂજાદિ માટે ૨૪ વાડીઓ આપી. એ નગર ફરતો કિલ્લો બંધાવ્યો. તેણે દેવમંદિરોને ગરાસ બાંધી આપ્યા. અને મકાનો બંધાવ્યાં. જૂનાગઢ નગરથી ગિરનાર પર ચડવા જે પાજ હતી તે રસ્તો-ચડાવ કઠિન હોય રાજા કુમારપાલની ઇચ્છા અને આજ્ઞાથી મંત્રી વાહડ અને આંબડે ગિરનાર ઉપર ૬૩ લાખના ખર્ચે નવી સુગમ પાજ બંધાવી. આ રસ્તો ‘સાંકળી પાજ' નામે પ્રસિદ્ધ છે. મંત્રી વાહડનાં પત્ની પ્રથિમીદેવીને મહણસિંહ, સામંતસિંહ અને સલખણસિંહ એમ ત્રણ પુત્રો હતા. તેમાં મંત્રી સામંતસિંહે ગિરનારના શિખર ઉપર ભ૰ નેમિનાથના પ્રાસાદ પાસે ભ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું અને દંડનાયક સલખણસિંહે સં. ૧૩૦૫માં ગિરનાર તીર્થ પર ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી, વડગચ્છના આ જયાનંદસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા આજે વસ્તુપાલના દેરાસરમાં વિદ્યમાન છે. દંડનાયક આંબાક : ગિરનાર તીર્થ પર ભ૦ નેમિનાથના લાકડાના જીર્ણ દેરાસરનો પાયામાંથી જીર્ણોદ્વાર કરાવનાર દંડનાયક સજ્જનનો લઘુબંધુ આંબાક પણ સૌરાષ્ટ્રનો દંડનાયક બન્યો હતો. તેણે પ્રભાસપાટણમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સૌથી નાનાભાઈ ધવલે ગિરનાર તીર્થમાં પરબ બંધાવી હતી. કવિચક્રવર્તી શ્રીપાલ અને તેનો વિવંશ : પાટણના પોરવાડ લક્ષ્મણે ગુજરાતને કવિવંશ આપ્યો છે, ‘પ્રજ્ઞાપ્રવર્ષઃ પ્રાપ્વાટે' એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. લક્ષ્મણ પોરવાડને શ્રીપાલ અને શોભિત એમ બે પુત્રો હતા. શ્રીપાલ પ્રજ્ઞાચક્ષુ હતો, પણ ઉદ્ભટ કવિ અને વિદ્વાન હતો. તે આજ વાદિદેવસૂરિનો અનન્ય ઉપાસક-ધર્મશિષ્ય હતો. પાટણની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથેના શાસ્ત્રાર્થ-વાદમાં આ૦ વાદિદેવસૂરિ વિજયી બન્યા તેમાં કવિશ્રીએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. શ્રીપાલ પોતાના ગૃહ-ઉપાશ્રયમાં જૈન મુનિવરોને પધરાવતો હતો. એ ઉપાશ્રયમાં વડગચ્છના આ વિજયસિંહસૂરિના પટ્ટધર આ૦ હેમચંદ્રસૂરિએ ‘નાભેયનેમિદ્ધિસંધાન' નામનું કાવ્ય રચ્યું હતું. તેનું સંશોધન કવિ શ્રીપાલે પોતે કર્યું હતું. આ૦ સોમપ્રભસૂરિએ પણ એ જ ઉપાશ્રયમાં રહીને સં. ૧૧૪૧માં ‘કુમારપાલડિબોહો’ નામના પ્રબંધની રચના કરી હતી. રાજા સિદ્ધરાજ તેને પોતાનો બાલમિત્ર અને બંધુ માનતો હતો. રાજાએ તેને ‘બાલસખા' અને ‘કવિચક્રવર્તી’નાં બિરુદ આપ્યાં હતાં તથા પોતાની પંડિતસભાનો મોવડી બનાવ્યો હતો. વસ્તુતઃ કવિ શ્રીપાલ ષદ્ભાષા કવિચક્રવર્તી હતો. તેણે અનેક કાવ્યો-ગ્રંથોની રચના કરી છે. કવિ શ્રીપાલનો પુત્ર સિદ્ધરાજ પણ મહાકવિ હતો; રાજા કુમારપાલનો પ્રીતિપાત્ર અને વિશ્વાસુ મિત્ર હતો. રાજાને તે ક્યારેક ક્યારેક શાંતરસ અને વૈરાગ્યરસની વાતો સંભળાવતો હતો. સિદ્ધરાજનો પુત્ર વિજયપાલ પણ કવિ હતો. તેનું ‘દ્રૌપદીસ્વયંવર' નાટક (અંક : ૨) પ્રસિદ્ધિ પામ્યું હતું. વસંતોત્સવમાં એ ભજવાયું ત્યારે પાટણની જનતા ખૂબ ખુશ થઈ હતી. કવિ શ્રીપાલના લઘુબંધુ શોભિતને આશુક નામે પુત્ર હતો. રાજા સિદ્ધરાજનો તે મહામાત્ય હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy