SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૩૮૩ મહમ્મદ યુસુફખાન : તે દિલ્લીના બાદશાહ બહાદુરશાહ આલમ (પહેલા)નો હૈદ્રાબાદનો સુબો હતો, ૫. કેસરકુશળગણિનો ભક્ત હતો. તેણે વિ. સં. ૧૯૬૭માં કુલ્લાક તીર્થ પંન્યાસજીને ભેટ આપ્યું અને જૈનસંઘે તેનો જીર્ણોદ્ધાર કરી, તેમાં ભ. માણિક્યસ્વામી-ઋષભદેવની પ્રતિમાની પંન્યાસજીના હાથે પુનઃ પ્રતિષ્ઠા કરાવી. એ જ રીતે સુબા મહમ્મદ યુસુફખાને પં. કેસરકુશળગણિને હૈદ્રાબાદ શહેરની બહાર જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિનો હીરવિહાર (દાદાવાડી) બનાવવા માટે મોટી જમીન ભેટ આપી. જૈન સંધે ત્યાં પંન્યાસજીના ઉપદેશથી મોટો હીરવિહાર બંધાવ્યો. આ સ્થાન આજે હૈદ્રાબાદમાં દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે. ૧૧મી સદી પછીના કેટલાંક પ્રભાવક પુન્યવાનો રાજા રઘુસેન અને રામસેન તીર્થનો જીર્ણોદ્ધાર : રામસેનના રાજા રઘુસેને અહીંના ભO ઋષભદેવના પ્રાચીન તીર્થમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને વડગચ્છના આO સર્વદેવસૂરિના હાથે વિ. સં. ૧૦૧૦માં ભ0 ચંદ્રપ્રભ વગેરે પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ મંદિર “રઘુસેનના મંદિર' તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને વિશેષ જાહોજલાલીમાં આવ્યું. રાજા રઘુસેને થરાદમાં બંધાવેલ જિનાલયમાં વાદિવેતાલ આ૦ શાંતિસૂરિના શિષ્ય શ્રીપુણ્યભદ્ર મુનિવરે ભO આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. વિ. સં. ૧૦૧૦માં રઘુસેનના જિનાલયમાં ભરાવેલ ભ) અજિતનાથની કલાપૂર્ણ ખગ્રાસન પ્રતિમા આજે પણ અમદાવાદની વાઘણપોળના ભ) અજિતનાથના દેરાસરની ભમતીની દેરીમાં વિદ્યમાન છે. કુમાર શ્રેષ્ઠી અને કાંગડા તીર્થ – શેઠ સિદ્ધરાજના પૌત્ર જયેષ્ઠને કુંડલિક અને કુમાર નામે પુત્રો હતા. કુમાર રાજગચ્છીય આO વાદિ અભયદેવસૂરિના શિષ્ય આ0 અમલચંદ્રસૂરિનો ઉપાસક હતો. તેણે આચાર્યશ્રીના ઉપદેશથી કાંગડાના કિલ્લામાં સં. ૧૦૩૦માં જિનપ્રતિમા ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. રાજા એલક શ્રીપાલ અને અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થ : વિદર્ભ દેશમાં આવેલ એલિચપુરના આ રાજાને કોઢનો રોગ હતો. એક દિવસ જંગલમાં સરોવરના પાણીથી હાથ-પગ ધોતા અને પાણી પીતાં કોઢ રોગ શમી ગયો. એ સરોવરમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું અને તેના જ પ્રભાવે આમ બનવાનું જાણી, રાજાએ તે પ્રતિમા બહાર કઢાવ્યાં અને માલધારી આ અભયદેવસૂરિને પ્રતિષ્ઠા માટે પધારવા વિનંતી કરી. વિ. સં. ૧૧૪૨ના મહા શુદિ પાંચમના આચાર્યશ્રીએ ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સમયે તે પ્રતિમા ચાર આગળ અધ્ધર હતી. પ્રતિમા અધ્ધર હોવાના કારણે “અંતરીક્ષ પાર્શ્વનાથ' નામથી વિખ્યાત બની. આ મંદિરના પૂજાદિ (નિભાવખર્ચ) માટે રાજા એલક શ્રીપાલે અહીં શ્રીપુર (સિરપુર) ગામ વસાવી ભેટ આપ્યું અને પ્રતિમા જે સરોવરમાંથી મળ્યાં ત્યાં જલકુંડ બનાવી આપ્યો. આ રાજાએ એલિચપુરની પાસે આવેલ ગજપદ (મુક્તાગિરિ) નામક તીર્થનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy