SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ' ધરાશાહ રાજસ્થાનના નાંદિયા ગામના મૂળ વતની શેઠ ધરણાશાહ માલગઢ ગામમાં વસતા હતા. એમના પિતાનું નામ કુંરપાલ અને માતાનું નામ કામલદે હતું. આખું કુટુંબ ધર્મપ્રિય, ભાવનાશીલ, ઉદાર અને સંસ્કારી હતું. યુવાન ધરાશાહની તેજસ્વી બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈને કુંભા રાણાએ એમને રાજયના મંત્રીપદે નીમ્યા હતા. ધરણાશાહ સદૈવ ધર્મકાર્ય અને દાનધર્મમાં દ્રવ્યનો સદુપયોગ કરતા હતા. એમણે નવા જિનાલયોની રચના કરી હતી અને જરૂર જણાઈ ત્યાં પ્રાચીન દેરાસરોનો અાંતર કરાવ્યો. આ ધરામાણે શ્રી શત્રુંજય તીર્થનો સંપ કાઢીને યાત્રા કરી તેમ જ આ મહાતીર્યની પવિત્ર નિશ્રામાં જુદાં જુદાં બત્રીસ નગરોના શ્રીસંઘો સમક્ષ નાની વયે આજીવન ચોથા વ્રતની બ્રહ્મચર્યવ્રતની) બાધા લીધી હતી. [ ૧૮૯ પોતાના પ્રદેશમાં પભદેવ ભગવાનનું ભવ્ય જિનાલય સર્જવાની ધરાશાહની ઉત્કટ ભાવના હતી. એની કિંવદંતી છે કે ચકેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાને સ્વર્ગલોકના નલિનીસૂક્ષ્મ વિમાનનું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહના હૃદયમાં એક જ તીવ્ર ભાવના જાગી કે ક્યારે મારા પ્રદેશમાં મારા મનમાં જેનું દર્શન પામ્યો તે નલિનીગુલ્મ દેવવિમાન જેવું જિનાથે બંધાયું! મંત્રી ધરણાશાહ એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસુરિજી મહારાજ પાસે દોડી ગયા. આ મહાન આચાર્યના શુભ હસ્તે અનેક સ્થળે જૈન મંદિરોનાં નિર્માણ અને પ્રતિષ્ઠાના પ્રસંગો ઊજવાયા હતા. મંત્રી ધરણાશાહે આચાર્યશ્રી સમક્ષ એમણે જોયેલા સ્વપ્નનું વિગતે વર્ણન કર્યું. સ્વપ્નમાં નીરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરી શકે એવો કુશળ શિલ્પી જોઈએ. નલિનીગુલ્મ દેવવિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી જોઈએ. નગરેનગર અને ગામોગામના શિલ્પીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં. એ સમયના પદ્માસ નિષ્ણાત શિક્ષીઓ મંત્રીશ્વર ધરબારહની કલ્પનાને નક્શાની રેખાનોમાં સાકાર કરવા લાગ્યો. મંત્રી પરણામ એક પછી એક નકશો જુએ છે અને ઘોર નિશા અનુભવે છે. એકએકથી ચઢે તેવા પચાસમાંથી એકે શિલ્પીનો નકો મંત્રીની કલ્પનાને પ્રગટ કરતો હતો. આખરે મુંડારા ગામના રહેવાસી દેપા નામના શિલ્પીને બોલાવવામાં આવ્યા. દેપાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિક્ષનિર્માણ એ સાધના હતી. શિલ્પકૃતિ એ ઉપાસના હતી. સંન્યાસી જેવું ધ્વન ગાળતા દેપાને પોતાની સામાન્ય આર્થિક સ્થિતિમાં સંતોપ હતો. એનો નિયમ હતો કે હંમેશાં ઉત્કૃષ્ટ શિલ્પકૃતિ જ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવાં નહીં. વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એને કાર્ય હાથમાં લેવું. મંત્રી પરવાહની જીવનશૈલી અને ધર્મપરાગતાથી દ્વેષ. શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણા પાસે આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું જે વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેપા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડ્યા. મંત્રી ધરણાશાહને એક નકશો અાબેહૂબ નિલનીગુલ્મ વિવમાન કેવો લાગ્યો. આચાર્ય સોમસુંદરસૂરિના આશીર્વાદ સાથે ભવ્ય જિનાલયકાર્યનો પ્રારંભ થયો. અઢી હજારથી વધુ કારીગરો કામે લાગી ગયા. દસ-વીસ નહિ, બલ્કે પચાસ-પચાસ વર્ષ વીતી ગયાં. જિનાલયનું કાર્ય જી બાકી હતું, પરંતુ ધરણાશાહની તબિયત કથળતાં પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. આ ભવ્ય ધર્મકાર્યના પ્રેરણાદાતા આચાર્યશ્રી સોમસુંદરસૂરિ પણ અતિ વૃદ્ધ થયા હતા. પરિણામે વિ. સં. ૧૯૯૬માં શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા થઈ. પ્રેરક આચાર્ય અને કર્મઠ ધરણાદ બંનેની ગુજરીમાં આ કાર્ય પુર્ણ થયું, તે ઘટના ધણી મહાન ગણાય. ધરાશાહે બંધાવેલું આ જૈન મંદિર ધરવિહાર તરીકે ઓળખાય છે. બન્ને ોમાં દેદીપ્યમાન હોવાથી આ મંદિરનું નામ “ત્રૈલોકદીપક” રાખવામાં આવ્યું. આ મંદિરના ગભારામાં મૂળનાયક શ્રી આદીકાર ભગવાનની ચાર પ્રતિમાઓ ચોમુખી તરીકે બિરાજમાન છે. એક બાજુ ખળખળ વહેતી મધઈ નદી અને બીજી બાજુ અરવલ્લીના ડુંગરો એ બેની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં આવેલા આ જિનાલયમાં કુલ ૧૪૪૪ થાંભલા છે. આ થાંભલાઓને મેવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે કોઈ પણ થાંભલા પાસે ઊભા રહેનારને ભગવાનનાં અચૂક દર્શન થાય. ધરણાશાહની ધર્મભાવનાએ ઉત્કૃષ્ટ શિલ્પસમૃદ્ધિ ધરાવતું તીર્થ રચી દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy