________________
૫૬ ર ]
[ જૈન પ્રતિભાદર્શન
વિ. સં. ૧૯૮૦માં અમદાવાદના શ્રી મોહનભાઈ ગોકળદાસે સિદ્ધાચલજીનો છરીપાલિત સંઘ પૂ. -શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી કાઢ્યો, પરંતુ પૂજ્યશ્રીની શારીરિક અનુકૂળતા ન હોવાથી તેઓશ્રીએ પૂ. આ. શ્રી દર્શનસૂરિજી મ. સા.ને સંઘમાં મોકલ્યા.
વિ. સં. ૧૯૮૦ના ચાતુર્માસ બાદ શ્રી જમનાદાસ હીરાચંદ ઘેવરિયા તરફથી અમદાવાદ પાંજરાપોળથી શેરીસા તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો.
વિ. સં. ૧૯૮૨ના પાટણ ચાતુર્માસ બાદ શેઠશ્રી નગીનદાસ કરમચંદને શ્રી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની ભાવના હતી પરંતુ પાલીતાણા સ્ટેટ સાથે વાંધો પડવાથી સમગ્ર ભારતના જૈન સંઘોએ તે દિવસોમાં શત્રુંજયની તીર્થયાત્રા બંધ કરી હતી તેથી તેઓએ ગિરનાર તથા કચ્છ (ભદ્રેશ્વર) તીર્થનો સંઘ કાઢ્યો.
આ સંઘમાં પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી, પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરિજી, વાચનાચાર્ય શ્રી માણિક્યસિંહસૂરિજી, પં. શ્રી ભક્તિવિજયજી (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપુંગવો સપરિવાર પધાર્યા હતા.
વિ. સં. ૧૯૮૪નું ચાતુર્માસ ખંભાતમાં પૂર્ણ થયું ત્યારે અર્થાત વિ. સં. ૧૯૮૫ની કાર્તિકી પૂર્ણિમાએ પૂજ્યશ્રીનું ચાતુર્માસ શેઠશ્રી તારાચંદ સાકળચંદ પટવાએ બદલાવ્યું ત્યારે વ્યાખ્યાનમાં ગિરિરાજ અને છ'રીપાલિત સંઘનો મહિમા વર્ણવતા શેઠશ્રીને સંઘ કાઢવાની ભાવના થઈ. અને તેમના તરફથી ખંભાતથી શત્રુંજય તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. વિ. સં. ૧૯૮૫ના શુભ દિને પ્રયાણ કર્યું અને માગસર વદ-૩ તા. ૨૯-૧૨-૨૮ના પાલીતાણામાં નગર પ્રવેશ થયો. પાલીતાણાની યાત્રા છૂટી થયા પછી બે વર્ષના લાંબા યાત્રા-વિરહકાળ પછી આ સૌ પ્રથમ સંઘ હતો અને તેના સામૈયામાં પાલીતાણા સ્ટેટના દિવાન સાહેબ શ્રી ચીમનભાઈ પણ આવ્યા હતા. આજે ખંભાતનિવાસી સંઘવીજીના કુટુંબીઓ તથા ખંભાતના જુના શ્રાવકો પણ આ સંઘને યાદ કરે છે.
વિ. સં. ૧૯૮૬માં મહુવાના શ્રેષ્ઠિ શ્રી કસળચંદભાઈ તરફથી મહુવાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢવામાં આવ્યો. આ સંઘમાં સેંકડો યાત્રાળુઓ હતા. સંઘ કુંભણ, ખુંટવડા, સેંદરડા, જેસર, રાજપર, ચોક થઈ કદંબગિરિ આવ્યો. ભાવપૂર્વક સૌએ યાત્રા કરી અને નિર્માણ થઈ રહેલ ભવ્ય દેરાસરને જોઈ સૌ કોઈ અનુમોદના કરવા લાગ્યા. સંઘવીજીએ ત્યાં ભાતાખાતાનો એક રૂમ બંધાવવાનો લાભ લીધો. ત્યારબાદ સંઘ પાલીતાણા ગયો અને ત્યાં પૂજ્યશ્રીના શુભ હસ્તે સંઘવીજીએ તીર્થમાળ પહેરી.
વિ. સં. ૧૯૮૮ના બોટાદના ચાતુર્માસ બાદ ધોલેરાના શ્રાવકો શ્રી હરિલાલ પુરુષોત્તમદાસ, શ્રી દલીચંદ પુરુષોત્તમદાસ, શ્રી ચુનીભાઈ ગોવિંદજીભાઈ દોશી (માસ્તર) અને શ્રી પાનાચંદ ઝવેરચંદ ગાંધીની વિનંતિથી ધોલેરાથી સિદ્ધગિરિનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળો. દાદાની શીતળ છાયામાં સંઘપતિઓને તીર્થમાળા પહેરાવવામાં આવી. સૌને બાર ગાઉની સ્પર્શનાનો ભાવ જાગતા સંઘ સાથે પૂજ્યશ્રી પણ તેમાં પધાર્યા.
પૂજ્યશ્રીના ઉપદેશથી ઘોઘાના વતની શા. રાયચંદ લલ્લુભાઈને સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૧૯૯૦ ઘોઘાથી શ્રી સિદ્ધગિરિજીનો છ'રીપાલિત સંઘ ઘણા જ ઉલ્લાસપૂર્વક કાઢવામાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org