SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૫૬૩ વિ. સં. ૧૯૯૦ના ઐતિહાસિક મુનિ સંમેલન બાદ પૂજય શાસનસમ્રાટશ્રીએ જોવાલ ચાતુર્માસ કર્યું. ત્યારબાદ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ (માકુભાઈ શેઠ)ને ગિરનાર અને સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ભાવના થતાં પૂજ્યશ્રી અમદાવાદ આવ્યા અને પૂજયશ્રીની નિશ્રામાં છેલ્લા ૨00 વર્ષમાં અદ્વિતીય કહેવાય એવો અભૂતપૂર્વ સંઘ નીકળ્યો. આ સંઘનું વર્ણન આ ગ્રંથના એક લેખ ‘શાસનસમ્રાટશ્રીના પરમ ભક્ત શ્રમણોપાસકોમાં કેટલુંક આપવામાં આવ્યું છે. ક : સંઘપતિ શેઠશ્રી માલુભાઈ તથા તેમના ધર્મપત્નિ સૌભાગ્યલક્ષ્મીબેન તથા રાજેન્દ્રકુમાર અને ઇન્દુમતી સંઘ લીંબડી આવ્યો ત્યારે ત્યાંના મહારાજા દોલતસિંહજીએ સ્ટેટના સમગ્ર સાજ સાથે સંઘનું દબદબાભર્યું સામૈયું કર્યું હતું. આ સામૈયું જોવા સમગ્ર ઝાલાવાડ લીંબડીમાં ઠલવાયું હતું. વઢવાણથી તો એક સ્પેશ્યલ ટ્રેઈન સંઘના દર્શન માટે આવેલ. બીજે દિવસે લીંબડી નરેશે એક મેળાવડો યોજ્યો. તેમાં મહારાજાએ સંઘવીજીને માનપત્ર આપ્યું. સંઘવીજીએ આના પ્રત્યુત્તરરૂપે લીંબડી પાંજરાપોળ, બોર્ડિંગ વગેરે સંસ્થાઓમાં સારી રકમનું દાન આપ્યું અને લીંબડી સંઘમાં લ્હાણું કર્યું. ત્યાંથી સંઘ ચુડા ગયો. ત્યાં પણ ભવ્ય સામૈયું થયું. બંને સ્ટેટના મહારાજાઓએ જે દિવસે સંઘ આવ્યો તે દિવસની કાયમી યાદી રૂપે દર વર્ષે તે દિવસે જીવદયા પાળવાનો હુકમ જાહેર કર્યો. પરંતુ પૂજયશ્રીએ ઉપદેશ આપતાં એ મહિનો આખો (પોષ મહિનો) જીવદયા પાળવાની જાહેરાત કરી. રસ્તામાં વીંછીયા-જસદણ-આટકોટ પછી ગોંડલ આવતું હતું. ગોંડલથી સંઘ વીરપુર, જેતપુર, ચોકી, વડાલ થઈ જૂનાગઢ આવ્યો. સંઘ આવ્યો એ દિવસે જૂનાગઢ સ્ટેટ તરફથી ઠેર ઠેર પાણી અને સંરક્ષણનો બંદોબસ્ત કરાયો હતો. સ્ટેટના રૂઆબદાર મિલિટરી બેન્ડ સાથે મહાજને સામૈયું કર્યું. મુખ્ય દિવાન સાહેબ તથા અમલદારો પણ સામેવામાં આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy