________________
[ જૈન પ્રતિભાદર્શન
જૂનાગઢમાં શાસનસમ્રાટશ્રીના સંઘનું એક દેશ્ય ત્યારબાદ સંઘ અમરેલી આવ્યો. અમરેલીમાં ગાયકવાડી રાજ્ય હતું. ગાયકવાડ સરકારે પણ સંઘને સુંદર સગવડ કરી આપેલ. સંઘપ્રવેશના સામૈયામાં અમરેલીના સુબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. મહાજનનું માનપત્ર પણ તેમના હસ્તે સંઘવીજીને અર્પણ થયું.
સંઘ ભાવનગરની હદમાં પ્રવેશ્યો ત્યારે ભાવનગર રાજ્ય તરફથી સુંદર બંદોબસ્ત કરવામાં આવેલ. કંડલામાં ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપણા હેઠળ મહાજન તરફથી સન્માન સામરંભ યોજાયો. તેમાં દિવાન સાહેબે સંઘવીજીના પિતાશ્રી મનસુખભાઈ સાથેના સંબંધોનું સ્મરણ કરી, સંઘવીજીને હાર્દિક અભિનંદન આપ્યા અને કહ્યું : “ધર્મસત્તા એ એક મહાન સત્તા છે, જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય.”
ભાવનગરની હદ પૂરી કરી સંઘ પાલીતાણા રાજ્યમાં પ્રવેશી ગારીયાધાર આવ્યો, ત્યાં પાલીતાણાના દિવાન શ્રી મૂળરાજકુમારસિંહજી દર્શનાર્થે આવી ગયા. ત્યાંથી સંઘ ઘેટી થઈ પાલીતાણા આવ્યો ત્યારે મહા વદિ બીજ હતી. સંઘનો પ્રવેશ નવ વાગ્યાનો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએથી સામૈયું આવ્યું. સામૈયામાં યાત્રાળુઓ ઉપરાંત બહારગામથી સંઘના દર્શન માટે આવેલ યાત્રાળુઓની સંખ્યા ચાલીશ હજાર ઉપર હતી. સામૈયામાં પાલીતાણાના ના. ઠાકોરસાહેબ પણ આવ્યા હતા અને દિવાનસાહેબ તો પહેલેથી હાજર હતા. સાંજે સંઘવીજીએ ગાર્ડન પાર્ટી યોજી ના. ઠાકોર સાહેબને સપરિવાર આમંત્ર્યા અને તેમના પરિવારને વિવિધ પહેરામણી આપી.
શેઠ આ. ક. પેઢી તરફથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સાચા હીરા અને રત્નોથી જડિત , મુગટ, તિલક, હંસ, બાજુબંધ, શ્રીફળ વગેરે દયાળુ દાદાને તીર્થમાળના દિવસે સૌ પ્રથમવાર ચઢાવવાનો
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org