________________
અભિવાદન ગ્રંથ |
[ ૫૬૫
નિર્ણય થતાં મુગટ ચડાવવાનો આદેશ સુરતવાળા શેઠ ફતેહચંદ પ્રેમચંદ ઝવેરીએ રૂા. ૧૫/૦૧/-માં ] લીધો. તિલકનો આદેશ શેઠ માયાભાઈ સકરચંદે, હંસનો આદેશ શેઠ રતિલાલ નાથાલાલ લલ્લુભાઈએ, શ્રીફળનો આદેશ શેઠ ભગુભાઈ ચુનીલાલ અને બાજુબંધનો આદેશ શેઠ ગુલાબચંદ નગીનદાસે લીધો.
દાદાના જિનાલયના શિખર માટે ૯૩૦૬ તોલા ચાંદીનો કળશ કરાવેલ. તેના ઉપર ૧૮૭ તોલા ૭ વાલ સોનું ચઢાવેલ. આ કળશ પ્રતિષ્ઠાનો આદેશ શેઠ ચીમનભાઈ લાલભાઈ (હીરાચંદ રતનચંદવાળા)એ રૂ. ૪૫૦૧માં લીધો.
મહા વદિ પાંચમે સંઘ સહિત પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાને ઉપરોક્ત આભૂષણો અને શિખર ઉપર કળશ ચઢાવવામાં આવ્યા. સંઘવીશ્રી માણેકભાઈ શેઠ અને સંઘવણ શ્રીમતી સૌભાગ્યલક્ષ્મીબેને રૂા. ૫OOOO/-ની કિંમતનો રત્નજડિત હાર પ્રભુજીને ચડાવ્યો અને બંનેએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી.
ત્યારબાદ નીચે આવી બીજે દિવસે સંઘ બાર ગાઉની પ્રદક્ષિણા કરવા ગયો. હસ્તગિરિ-કદંબગિરિની યાત્રા કરી સંઘ પુનઃ પાલીતાણા આવ્યો. ત્યાં પાલીતાણા મહાજને તથા ગુરુકુળ વગેરે અનેક સંસ્થાઓએ સંઘવીજને દિવાન સાહેબના હસ્તે માનપત્ર આપ્યાં. સંઘવીએ સર્વત્ર ઉદાર રકમનું દાન આપ્યું.
.
!
શાસનસમ્રાટ શ્રના તજજ્ઞ આચાર્યભગવંતો સહિત ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ મહાન સંઘનું વર્ણન કરતાં તેને કુમારપાળ મહારાજાના સંઘની સાથે સરખાવ્યો. બીજા વર્તમાનપત્રોએ પણ સંઘ તથા સંઘવીજીને , ૨ શ૦૬, ૪ બિરદાવ્યા.
વિ. સં. ૧૯૯૦માં મુનિ સંમેલન પહેલાં પૂજય શા સનસમ્ર ટશ્રીની પ્રેરણાથી શા. રાયચંદ લલ્લુભાઈએ ઘોઘાથી સિદ્ધગિરિનો સંઘ પો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org