SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૯૨નું ચાતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદ-પાડાપોળવાળા શેઠ ચીમનલાલ ગોકળદાસ તરફથી શેરીસા તીર્થનો છ'રીપાલિત સંધ નીકળ્યો. ત્યાં ચીમનભાઈએ સમ્યક્ત્વ સહિત બાર વ્રત સ્વીકાર્યા, એમાં બ્રહ્મચર્યવ્રત યાવજીવ લીધું. વિ. સં. ૧૯૯૪માં પૂ. શાસનસમ્રાટશ્રી, પૂ. સાગરજી મ., પૂ. મોહનસૂરિજી મ. આદિની શુભ નિશ્રામાં શેઠ પોપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીભાઈ લક્ષ્મીચંદે જામનગરથી ગિરનાર-પાલીતાણાનો યાદગાર છરીપાલિત સંઘ કાઢ્યો. (આ સંઘની વિસ્તૃત વિગત શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈના આ ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ જીવનચરિત્રમાં આપવામાં આવી છે.) વિ. સં. ૧૯૯૪ના ભાવનગરના ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી ઘોઘાના શા. કાંતિલાલ વિઠ્ઠલદાસે તેઓશ્રીની નિશ્રામાં ઘોઘાથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૧૯૯૬નું અમદાવાદના શેઠ દલપતભાઈ મગનભાઈનાં ધર્મપત્ની શ્રી લક્ષ્મીભાભુ (શ્રી હઠીસિંહ કેસરીસિંહવાળા)એ પૂજ્યશ્રીની નિશ્રામાં પાલીતાણાથી કદંબગિરિ તીર્થનો ૧૫OO યાત્રાળુનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૨૦૦૪માં જૈન તત્ત્વ વિવેચક સભાના સભ્ય શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલોત બોટાદવાળાએ પૂજયશ્રીની નિશ્રામાં સાબરમતીથી શેરીસાનો સંઘ કાઢ્યો. આ રીતે પ. પૂ. શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિજી મહારાજની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત તીર્થયાત્રાસંઘોનું વર્ણન પૂ. વિદ્વાન મુનિશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (હાલ આચાર્ય) લિખિત “શાસન સમ્રાટ' ગ્રંથના આધારે લખ્યું છે. આ સિવાય બીજા પણ નાના નાના સંઘો તેઓશ્રીની નિશ્રામાં નીકળ્યા હશે પરંતુ તેની કોઈ નોંધ નથી, તેથી આટલેથી સંતોષ માનવો પડે છે. (સંકલન : પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મ. સા.] (પૂ. આ.શ્રી વિજયદેવસૂરિજી મ0ની નિશ્રામાં નીકળેલા સંઘો) પરમ પૂજય શાસનપ્રભાવક આચાર્ય મહારાજશ્રી વિજયમપ્રભસૂરીશ્વરજી મ.શ્રીની સાથે હતા ત્યારે તેઓશ્રી તથા પૂજ્યશ્રીની સંયુક્ત નિશ્રામાં વિ. સં. ૨૦૧૦ની સાલમાં વાંકલી (રાજસ્થાન)થી શ્રી કાપરડાજી તીર્થનો ૧૩ દિવસનો સંઘ નીકળ્યો હતો. તેના સંઘપતિ વાંકલીના જ વતની શાહ ચમનાજી સધાજી હતા. ૨૫૦ જેટલા યાત્રિકોનો એ સંઘ ઘણી જ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો હતો. દરેક ગામોમાં સંઘવી તરફથી દરેક સંસ્થાઓમાં સારું દાન આપવામાં આવતું હતું. કાપરડાજી તીર્થમાં તીર્થમાળ વખતે આજુબાજુના ગામોથી મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. આ સિવાય બીજા નાના-નાના સંઘો ત્રણેક નીકળ્યા હતા. વિ. સં. ૨૦૩૮માં પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ઉદયપુર (રાજસ્થાન)માં ચાતુર્માસ હતા ત્યારે ચાતુર્માસ બાદ એક ભાવનાશીલ, શ્રાવિકાબેન તરફથી ઉદયપુરથી શ્રી રાણકપુરજી તીર્થનો સાત દિવસનો સંઘ નીકળ્યો હતો, જેમાં ૨૦૦ જેટલા યાત્રિકો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy