SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૬૭ વિ. સં. ૨૦૩૯માં તળાજાથી શ્રી સિદ્ધગિરિજી તીર્થનો ૨૦૦ યાત્રિકોનો સંઘ શા. કલ્યાણજી રૂગનાથ કામરોળવાળાએ ઘણા જ ઉલ્લાસથી કાઢ્યો હતો. ઉદયપુરથી શ્રી આબુ તીર્થનો સંઘ શા. સોહનલાલજી ચંપાલાલજી પરિવાર તરફથી પંદર દિવસનો સંઘ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો. ત્રણસો જેટલા યાત્રિકો હતા. એમાં નાના-નાના બાળકો પણ હતા. અને ૨૦-૨૦ કિ.મી.ના એક-બે વિહારો આવ્યા છતાં બધા જ યાત્રિકો સારી રીતે ચાલ્યા હતા. વચમાં બામણવાડજી-નાંદિયા-દિયાણા આદિ તીર્થોનાં દર્શન-પૂજનથી સૌનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. સંઘ આબુ પહોંચતા તીર્થમાળાના દિવસે ઉદયપુરથી ૧૯ બસો આવી હતી. આબુ-દેલવાડાના વિશ્વવિખ્યાત મંદિરોના અદ્ભુત શિલ્પ નિહાળી સૌ થાક-ભૂખ બધુ ભૂલી ગયા હતા. પૂજ્ય પંન્યાસશ્રી કુંદકુંદવિજયજી ગણિ આદિ તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ આદિ તેમ જ પૂ. સાધ્વીશ્રી હેમલત્તાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી પદ્મલત્તાશ્રીજી મ. આદિ સંઘ નિમિત્તે અમદાવાદથી ઉગ્ર વિહાર કરીને ઉદયપુર આવ્યાં હતાં. તેઓશ્રીના આવવાથી સંઘમાં ઘણો જ આનંદોલ્લાસ પ્રગટ્યો હતો. સંઘવી સોહનલાલજી, તેમનાં ધર્મપત્ની ફુલકુંવરબેન તથા તેમનાં પુત્રો-પુત્રવધૂઓ વગેરે બધા જ પરિવારના સભ્યો હોંશે હોંશે સંઘમાં ચાલતા હતા. કેટલાક તો ખૂલ્લા પગે જ ચાલતા હતા તેમ જ એકાસણા પણ કરતાં હતા. ગામે ગામ સંઘપતિએ ઉદારતાથી બધા જ ક્ષેત્રોમાં લાભ લીધો તથા અનુકંપાદાન વિશેષે કરીને કર્યું. રસ્તો વિકટ તથા અમુક વિહારો લાંબા હોવા છતાં દેવ-ગુરુ-ધર્મની કૃપાથી કશી જ તકલીફ વગર સંઘ હેમ-ખેમ આબુ પહોંચી ગયો હતો. માલવાડાથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૪૬) : પૂજ્યશ્રી આદિ વિ. સં. ૨૦૪૨-૪૩૪૪ અને ૪૫ એમ ચાર ચાતુર્માસ મુંબઈ બિરાજમાન હતા. શા. વરદીચંદજી ભલાજીને સંઘ કાઢવાનો અભિગ્રહ હતો અને તે એવો કે જ્યાં સુધી સંઘ ન કાઢું ત્યાં સુધી વરસીતપનું પારણું ન કરવું અને સંઘ પણ પૂજ્યશ્રીની નિશ્રામાં જ કાઢવો. ગમે તેવી નાંદુરસ્ત તબિયતમાં પણ તેઓ પોતાના નિયમમાંથી જરાયે ચલિત થયા નહિ. તેમના સુપુત્રો ગવરીચંદ, થાનમલ, દેવરાજ અને ચુનીલાલ પૈકી ચુનીલાલની તીવ્ર ભાવના હતી કે, પિતાજીનો અભિગ્રહ જલ્દીથી જલ્દી પૂરો કરવો. તેઓ પૂજ્યશ્રી પાસે આવી વારંવાર વિનંતી કરતાં હતા તેમ જ બીજી બાજુ સંઘની જોરદાર તૈયારી પણ કરતાં રહ્યા. તેમની વિનંતીથી પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ઠાણા મુંબઈથી કા. સુ. ૧૫ બાદ ઉગ્ર વિહાર કરી માલવાડા (રાજસ્થાન) પધાર્યા. શા. વરદીચંદ ભલાજી પરિવારે સંઘના પ્રયાણ નિમિત્તે શાંતિસ્નાત્ર સહિત જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવ્યો. પોતાના પરિવારમાં કંઈક વિઘ્ન આવી ગયું છતાં તેને જરા પણ મન ઉપર ન લેતાં સંઘના કાર્યમાં કે સંઘની ભક્તિમાં કોઈ જાતની કમી ના રાખી. માલવાડા ગામના પ્રત્યેક ઘરમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું. સં. ૨૦૪૬ મહા સુદિ પાંચમના મંગલમય દિને માલવાડાથી છ'રીપાલિત સંઘનું શુભ પ્રયાણ થયું. ગામેગામ સંઘનાં સામૈયાં-સંઘપૂજન અને સાધર્મિકભક્તિની ધૂમ મચી; લોકો હર્ષઘેલા થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy