SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન ત્રણસો જેટલા યાત્રિકો અને તેટલા જ બીજા કાર્યકર્તાઓ અને સ્ટાફના માણસોથી ભર્યોભર્યો સંઘ વચમાં અનેક તીર્થો-ગામોની સ્પર્શના અને જૈનશાસનની જોરદાર પ્રભાવના કરતાં શ્રી સિદ્ધગિરિની છાયામાં વલ્લભીપુર પહોંચ્યો. સાંજે ગામ બહાર બધા જ યાત્રિકો ગયા. ગિરિરાજને નજરે નિહાળી ભક્તિઘેલા બનેલા યાત્રિકો નાચવા-કૂદવા લાગ્યા. સૌએ મનમૂકીને ગિરિરાજની ભક્તિ કરી. સોના-રૂપાનો વરસાદ વરસાવ્યો. તે પછી તો ગિરિરાજ નજીક ને નજીક આવતા ગયા અને જ્યાં પાલીતાણા પહોંચ્યા ત્યાં તો ગિરિરાજનાં દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી. ફા. વ. ૧ ના દિવસે ભવ્ય પ્રવેશ મહોત્સવ ઉજવાયો. પૂ. આચાર્યશ્રી વિજયમસ્મભસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. આદિ સપરિવાર છ-સાત મુકામ સંઘમાં સાથે પધારતાં સંઘમાં આનંદ-આનંદ છવાઈ ગયો. સામૈયું તળેટીએ પહોંચી, ગિરિરાજને વધાવી, સ્તવના કરી, કેસરિયાજીનગર આવી ત્યાં વ્યાખ્યાન થયું. ૩૩ દિવસનો લાંબો સંઘ શ્રી દેવ-ગુરુ-ધર્મના પસાયે હેમખેમ દાદાની છાયામાં આવી ગયો. - સૌ અનુમોદના તો સંઘવી વરદીચંદજીની કરતાં હતા કે જેમણે છ’રી પાળતા સંઘ કાઢવાની ભાવનાએ દશ-દશ વરસીતપની સળંગ આરાધના કરી. તેઓ ચાલુ વરસીતપ અને મોટી ઉંમરે ખુલ્લા પગે સંઘમાં ચાલતા હતા. તેના પરિવારના બીજા સભ્યો પણ એકાસણા કરવાપૂર્વક ચાલતા હતા. ગુરુકુળમાં મુકામ હતો ત્યાં જ સંઘવી તરફથી યાત્રિકોને સોનાના ચેઈનની પ્રભાવના કરવામાં આવી હતી. ફા. વ. ૩નો દિવસ સંઘવી પરિવાર માટે સુવર્ણ દિન હતો. હોંશભેર ગિરિરાજ ચડી દાદાને ભેટ્યા. દાદાના દરબારમાં સ્નાત્રમંડપમાં પૂ. આચાર્યભગવંતોની નિશ્રામાં ચતુર્વિધ શ્રીસંઘની વિપુલ હાજરીમાં અનેરા ઉલ્લાસ-ઉમંગથી માળારોપણ થયું. માળા પહેરનાર તથા પહેરાવનાર બધાએ જાતજાતના અભિગ્રહો લીધા. આ રીતે સુશ્રાવક વરદીચંદભાઈની ભાવનાને તેઓના સુપુત્રોએ બહુ જ સારી રીતે પરિપૂર્ણ કરી. સાબરમતીથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૫૩) : પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. સા. આદિ ઠાણા સુરત-નાનપુરા-દીવાળીબાગ જૈન ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન હતા. તે દરમ્યાન શા. રૂપચંદ ડાહ્યાભાઈ પરિવાર બે-ત્રણ વાર શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા સંઘના મુહૂર્ત માટે તથા તેમાં પધારવાની વિનંતી માટે આવ્યા. ખૂબ ખૂબ આગ્રહ પછી તેઓની વિનંતી સ્વીકારી પૂજયશ્રી સપરિવાર સુરતથી વિહાર કરી અમદાવાદ-સાબરમતી પધાર્યા. - શા. રૂપચંદ ડાહ્યાભાઈ પરિવાર તરફથી સંઘ પ્રયાણ નિમિત્તે શાંતિસ્નાત્ર પ. પૂ. આ.શ્રી સહિત જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. શ્રી રૂપચંદ ડાહ્યાભાઈ, હેમચંદ્રસૂરિજી મ.સા. તેમનાં ધર્મપત્ની જશુમતીબેન તથા તેમના સુપુત્રો અશોકભાઈ, ચંદ્રકાંતભાઈ, ભરતભાઈ, પંકજભાઈ, સંજયભાઈ વગેરે સમગ્ર પરિવારના જ નહિ પરંતુ સાબરમતી (રામનગર) જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy