SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૫૬૯ સંઘના આબાલવૃદ્ધ સૌના હૈયામાં આનંદનો મહાસાગર હિલોળા મારી રહ્યો હતો. સંઘમાં આવવા ગામેગામના લોકો થનગનતા હતા. કોને પ્રવેશ આપવો અને કોને નહિ એની વિકટ સમસ્યા થઈ ગઈ. પણ સંઘવીજીની ઉદારતાના કારણે કોઈને નિરાશા અનુભવવી પડી નહીં. પોષ સુદ ૧પના દિવસે ત્રણેય પય આચાર્ય મહારાજશ્રી સપરિવાર તથા સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન સ્વ. શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયભેરુપ્રભસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્નો પૂ. આચાર્યશ્રી વિજયમાનતુંગસૂરિજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજયઈન્દ્રસેનસૂરિજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયસિંહસેનસૂરિજી મ. સા. આદિ સપરિવાર તથા વિશાળ સંખ્યામાં સો જેટલાં સાધ્વીજી મહારાજ આદિની શુભ નિશ્રામાં સંઘનું શાનદાર પ્રયાણ થયું. સાતસો જેટલા યાત્રિકોમાં નાની ઉંમરવાળા તથા મોટી ઉંમરવાળા પણ ચાલતા હતા. પૂ. આચાર્યશ્રી મહાશયસાગરસૂરિજી મ. વગેરે પણ સંઘમાં સાથે પધાર્યા હતા. આમ સાત આચાર્યમહારાજ સહિત ૨૫ મુનિમહારાજ અને ૧OO સાધ્વીજીઓ સહિતનો આ સંઘ એક પછી એક ગામો થઈને ચડતા ઉલ્લાસે આગળ વધતો વલ્લભીપુર પહોંચ્યો, ત્યાં સૌએ ગિરિરાજને ઉત્કટ ભક્તિથી વધાવ્યા. સંઘ જ્યારે સોનગઢથી આગળ માલપર આવ્યો ત્યાં સાંજે ખેતરમાં જઈ ગિરિરાજને વધાવવાનો વિશિષ્ટ કાર્યક્રમ ગોઠવ્યો હતો. ગિરિરાજનું ચૈત્યવંદન કરી પછી સ્તુતિ કરીને સૌએ સોના-રૂપાનો જાણે વરસાદ વરસાવ્યો હોય એ રીતે ગિરિરાજને વધાવ્યા. રૂપચંદ ડાહ્યાભાઈના હૈયામાં તો આનંદના ઓઘ ઉભરાયા, તેમને ઉંચકીને બધા ખૂબ નાચ્યા. પાલીતાણા પહોંચતા દિગંબર ધર્મશાળાએથી સંઘનું સામૈયું થયું. સામૈયામાં પાલીતાણામાં બિરાજમાન પુ. આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મ. આદિ પુજ્ય આચાર્યભગવંતો આદિ પધાર્યા. તળેટીએ પહોંચી સૌ ગિરિરાજની ભક્તિ-સ્તવનમાં ગાંડા-ઘેલા થઈ ગયા. સાબરમતી યાત્રિક ભવનમાં સંઘનો ઉતારો હતો. રાત્રે સંઘવી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું તથા સંઘમાં જેમણે જેમણે સુંદર સેવા બજાવી હતી તે બધાનું પણ સન્માન કરવામાં આવ્યું. પોષ વદ ૩ની વહેલી સવારે સી તૈયાર થઈ ગિરિરાજ ઉપર કતારબંધ રીતે ચડવા લાગ્યા. ગિરિરાજના ગુણો ગાતા-ગાતા ચડતા યાત્રિકો ઉપર ચડવાના થાકને પણ ભૂલી ગયા. ઉપર જઈ દાદાના દર્શન વંદન-સ્તવનથી સૌ ભાવિકો આનંદમાં મશગુલ બની ગયા. ભાવિકોના મુખમાંથી એકાએક શબ્દો સરી પડ્યા. “મારો ધન્ય બન્યો આજે અવતાર, મળ્યા મને પરમાતમા; કરૂં મોઘો ને મીઠો સત્કાર કે, મળ્યા મને પરમાતમાં.” દાદાની છાયામાં અને ચતુર્વિધ સંઘની હાજરીમાં અપૂર્વ આનંદોલ્લાસપૂર્વક સંઘપતિ પરિવારને તીર્થમાળ પરિધાનની ક્રિયા કરાવવામાં આવી. સંઘવીશ્રીએ ઉદારતાપૂર્વક ચડાવા બોલી શ્રી આદીશ્વર દાદાની ચંદનપૂજા-પુષ્પપૂજા અને મુગટપૂજાનો લાભ લીધો. ગામો ગામ સંઘવી પરિવાર તથા યાત્રિકોએ બધા જ ક્ષેત્રોમાં મન મૂકીને લાભ લીધો. આ સંઘની મોટી ખૂબી એ હતી કે--એમાં સંઘવી પરિવારે પોતાના માથે કોઈ પણ જાતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy