________________
ઘ90 ]
L[ જૈન પ્રતિભાદર્શન
જવાબદારી રાખી નહોતી. જાણે પોતે પણ બીજા યાત્રિકોની જેમ યાત્રિક તરીકે જ સંઘમાં હોય તેવી રીતે છરીના નિયમોનું પાલન કરતાં હતા; પરિવારના નાના-મોટા સભ્યો બધા પગે ચાલતા હતા અને એકાસણાં કરતાં હતા. સંઘવી રૂપચંદજીએ તો આખા સંઘ દરમ્યાન શરૂઆતમાં આયંબિલ અને તે પછી અભિગ્રહ એટલે કે અમુક જ દ્રવ્ય વાપરવાપૂર્વકના એકાસણા કર્યા હતા. - અમદાવાદથી શ્રી સિદ્ધગિરિજીનો સંઘ (સં. ૨૦૪૫) : પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. સા. તથા પૂ. મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા. આદિ પાલીતાણા કેસરિયાજી નગરમાં વિ. સં. ૨૦૪૪માં ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતે અમદાવાદ-નીલમ એપાર્ટમેન્ટ (આંબાવાડી)થી શ્રી પાર્શ્વમિત્ર મંડળના ભાઈઓ છ'રી પાળતા સંઘ વિનંતી કરવા આવ્યા. તેઓની વિનંતીથી પૂજયશ્રી પાલીતાણાથી અમદાવાદ પધાર્યા અને અમદાવાદથી અઢાર દિવસનો ૩૦૦ આસપાસ માણસોનો સંઘ ખૂબ જ ઉલ્લાસ-ઉમંગથી નીકળ્યો. ગામો-ગામ જિનભક્તિ, સાધર્મિકભક્તિ, જીવદયા તથા અનુકંપાદાન સારાં એવાં થયાં.
પાલીતાણામાં પ્રવેશનું ભવ્ય સામૈયું તથા માળારોપણ પ્રસંગ શાસનપ્રભાવના પૂર્વક ઉજવાયો.
દાઠાથી અજારા તીર્થનો છ'રી પાળતો સંઘ (સં. ૨૦૪૫) : પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી રાજહંસવિજયજી મ. સા. આદિ વિ. સં. ૨૦૪પમાં જેસર ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે દાઠા નિવાસી શા. ચુનીલાલ મૂળચંદભાઈ તથા પ્રતાપભાઈ મોહનલાલ પરિવાર પૂજ્યશ્રીને વિનંતી કરવા આવ્યા અને તેઓની ભાવભરી વિનંતી સ્વીકારી દાઠાથી અજારા તીર્થનો ૧૦ દિવસનો છ'રી પાળતો સંઘ ૩૦૦ આસપાસ માણસોનો ખૂબ જ ઉલ્લાસથી ગામો-ગામ જૈન શાસનની પ્રભાવના કરતો કરતો નીકળ્યો. ધર્મપસાયે ખરેખર ચમત્કાર સર્જાય એવા બે-ત્રણ પ્રસંગો આ સંઘમાં બન્યા હતા. અજારા પહોંચ્યા પછી અજારા પાર્શ્વનાથ પ્રભુની ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરી.
પાલીતાણાથી શ્રી સિદ્ધગિરિજીની બાર ગાઉની પ્રદક્ષિણાનો સંઘ (સં. ૨૦૫૧) વિ. સં. ૨૦૫૦માં પૂ. આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સા. તથા પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. સા. આદિ પાલીતાણા–કેસરિયાજીનગરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેઓની પ્રેરણાથી શા. ભોગીલાલ આશારામ પરિવાર તરફથી શ્રી સિદ્ધગિરિજીનો બાર ગાઉની પ્રદક્ષિણાનો છ'રી પાળતો સંઘ ઘણા જ ઉલ્લાસ-ઉમંગપૂર્વક નીકળ્યો. ૨૫૦ આસપાસ યાત્રિકોનો દસ દિવસનો આ સંઘ કોઈ અનોખો જ હતો. રોજ રોજ સિદ્ધગિરિજીના દર્શન કરીને તેના પાવન પરમાણુંઓથી પવિત્ર બનતા યાત્રિકો ખૂબ જ ભાવવિભોર બનતા હતા. - ઉદારતાપૂર્વક સંઘવી પરિવારે લાભ લીધો. પાલીતાણામાં પ્રવેશ તથા દાદાના દરબારમાં તીર્થ માળારોપણ ખૂબ જ ઉલ્લાસપૂર્વક થયેલ. વર્ષો બાદ આ રીતના સંઘનો નવો ચીલો પડેલો જોઈ સૌએ ઘણો જ આનંદ અનુભવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org