________________
૪૭૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
* સ્યુલીભદ્રજી-મંત્રીમુદ્રા નથી જોઈતી. રાજન, ધર્મલાભ! * ધન્નાજી--કહેવું સહેલું છે, કરવું દૂષ્કર છે. (વચન સાંભળીને) * આર્યરક્ષિત–દૃષ્ટિવાદનું જ્ઞાન ભણી આવે તો રાજી થાઉં. (માતાનું વચન) * અષાઢાભૂતિ–દારૂ પીધેલ પત્નીને જોઈને. * ભ. નેમિનાથ–પશુઓનો પોકાર સાંભળીને. * ભ. પાર્શ્વનાથ--તેમ-રાજુલનું (જાનનું) ચિત્ર જોઈને. * દશાર્ણભદ્ર-ઇન્દ્રની સામૈયાની અદ્ધિ સિદ્ધિ જોઈને. * નમિ રાજર્ષિ–હાથના કંગનનો અવાજ સાંભળીને. * પ્રસન્નચંદ્ર--માથાનો ધોળો વાળ જોવાથી. * ભરતચક્રી–શું વીંટીના કારણે મારી શોભા છે? (ચિત્વન) ક વાલ્મીકી ઋષિ–જેનાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જાઓ. (વચન) + ઇલાચીકુમાર-લો લો કહે છતાં લેતા નથી, જ્યારે હું? (ચિત્વન) * ચિલાતીપુત્ર–ઉપશમ, વિવેક, સંવર શબ્દ સાંભળી. (ચિંત્વન) * સગર ચક્રી–રૂપમાં પણ રોગનાં દર્શન થયાં (કર્યા). * અઈમુત્તામુનિ--જે હું જાણું છું તે તમે નથી જાણતા. (વચન) + મેઘકુમાર તું તારા જ પૂર્વભવમાં પાળેલી જીવદયાને જો. (વીરવચન.) (દાન કેવું આપવું/કેવું ન આપવું? દાનનો મહિમા)
* ભ. ઋષભદેવને શ્રેયાંસકુમારે ઇલુરસ વહોરાવી પારણું કરાવ્યું. * ભ. મહાવીરને ચંદનબાળાએ અડદના બાકુળા વહોરાવી પારણું કરાવ્યું. * ભ. મહાવીરને જીરણ શેઠે ભાવથી વિનંતી કરવા રૂપે પારણું કરાવ્યું. (અચુતવાસી થયા.) * ભ. મહાવીરને પુરણ શેઠે ચોમાસી તપનું પારણું દ્રવ્યથી કરાવ્યું. * ભ. સંભવનાથ પૂર્વભવે ક્ષામંકરા નગરીના રાજા વિપુલવાહન, જેઓએ દુકાળમાં શ્રીસંઘની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. કે ર૪ તીર્થકર ભ.ના પ્રથમ પારણા વખતે (દાનના કારણે) સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. પંચદિવ્ય પ્રગટ થયાં. * શાલિભદ્રના જીવે પૂર્વભવમાં અપૂર્વ ભાવથી મુનિને ખીર વહોરાવી. * મમ્મણ શેઠના જીવે પૂર્વભવમાં મોદક વહોરાવી પાછો માંગતા દુર્ગતિએ ગયા. * નયસારે જંગલમાં ભૂલા પડેલા મુનિને ભાથું (આહાર) વહોરાવી જંગલમાંથી સાચા માર્ગ ચઢાવ્યા. પરિણામે સમકિત પામ્યા. * ઇલાચીકુમારે ત્યાગી મુનિને મોદક વહોરવાનો આગ્રહ કરતી રૂપવતી સ્ત્રીને જોઈ વૈિરાગ્ય પામી પોતાના આત્માની નિંદા કરતાં કૈવલ્ય મેળવ્યું. * સતિ સુલસાએ લક્ષપાક તેલ મુનિને વહોરાવી અપૂર્વ ભક્તિ કરી. * ધનાસાર્થવાહે ધમધોષસૂરિને ઘી વહોરાવી સમકિતને પ્રાપ્ત કર્યું. * દ્રિૌપદીએ પૂર્વભવે સાધુને કડવું તુંબડું વહોરાવીને ભવભ્રમણ વધાર્યું. * રાજા શ્રેણિકની આજ્ઞાથી કપિલા દાસીએ દાનશાળામાં એક દિવસ દાન આપ્યું પણ અનિચ્છાથી. * કૃતાંગ (કાંગલા) નગરીમાં ગોચરીએ જતાં દમસાર મુનિને દુર્મતિએ ઊધો માર્ગ બતાવ્યો તેથી મુનિ કષાયી થયા. નગરજનોએ જયારે મુનિને શાંત કર્યા ત્યારે મુનિ ચારે આહારનો ત્યાગ કરી સાતમા દિવસે કેવળી બન્યા. * રેવતી શ્રાવિકાએ સિંહમુનિને કોળ (બીજોરા) પાક ને વહોરાવી પ્રભુ વરની ભક્તિ કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. (સમાધિ નામે તીર્થંકર થશે.) * જીવાનંદ વૈદ્ય (ભ. ઋષભદેવનો જીવ) પાંચ મિત્રો સાથે લક્ષપાક તેલ, ગોશિષચંદન, રત્નકંબલ દ્વારા મુનિની અપૂર્વ સેવા કરી મુનિને રોગરહિત કર્યા. * કૌશાંબી નગરીના રાજા શતાનીકની બેન જયંતિ શ્રાવિકા ભ. મહાવીરના સાધુઓને વસતિ (જગ્યા) આપનારી પ્રથમ શ્રાવિકા હતી. તેથી શય્યાતરી નામે પ્રસિદ્ધિ પામી. * વંકચૂલ નામે વિમલયશ રાજાનો પુત્ર હતો. અટવીમાં મુનિને ધર્મોપદેશ ન આપવાની શરતે વસતિ (જગ્યા)માં ચોમાસા માટે લાવ્યો. ચાતુર્માસના અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org