________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૭૩
પ્રેરણા કરી કે વેશ્યાની માયામાંથી ઝાંઝરિયા મુનિ છૂટી સંયમમાં સ્થિર થયા. * તુલસા શ્રાવિકાએ અંબર પરિવ્રાજકને શ્રદ્ધાનો અનુભવ કરાવ્યો. * જયંતિ શ્રાવિકા સાધુ-સાધ્વીને રહેવા માટે વસતિ આપતી હતી તેથી તે “શય્યાતરી' તરીકે પ્રસિદ્ધિને પામી. * અનુપમાદેવીએ વસ્તુપાલ-તેજપાલને જિનમંદિર બાંધવા પ્રેરણા આપી.
( ચોર પણ કરી ગયા ) * બૂકુમારના ઉપદેશથી પ્રભવ સહિત ૫OO ચોર સંયમી થયા. * રોહિણીય ચોર અભયકુમારના કારણે પ્રભુ વીરનાં દર્શન પામી ધન્ય બન્યો. * શેઠના મુખે નવકાર સાંભળતાં ચાર ચોરને કેવળજ્ઞાન થયું. * કપિલ કેવળીએ ૫૦૦ ચોરને પ્રતિબોધ પમાડ્યા. * દ્રઢપ્રહરી, અર્જુનમાળી જેવા ક્રૂર પણ કરી ગયા.
( અગ્નિપરીક્ષામાંથી પસાર થયા ) * સ્થૂલિભદ્રજીના બ્રહ્મચર્યની રૂપકોશાને ત્યાં પરીક્ષા થઈ. * અંબડ (શ્રાવક) પરિવ્રાજકે તુલસાની પરીક્ષા કરી. (સમ્યગદર્શન સ્થિર જોયું.) * મિત્રદેવે વ્રજસ્વામીને ગોચરી વહોરાવતા પરીક્ષા કરી. (ઉપયોગવાન જોયા.) * આમલકીક્રિડા કરતાં દેવે વર્ધમાનકુમાર બળની પરીક્ષા કરી. (અનંત બળી જોયા.) * નેમિકુમાર ને શ્રીકૃષ્ણ વચ્ચે આયુધશાળામાં બળની પરીક્ષા થઈ. * બંધક મુનિ, અરણિક મુનિ, મેતારજ મુનિ વિ.ની સમભાવની પરીક્ષા થઈ. * સંગમદેવે ઘોર ઉપસર્ગ કરી પ્રભુ વીરની સમતાની પરીક્ષા કરી. * લક્ષપાક તેલના બાટલા ઢોળી તુલસાની ભક્તિની પરીક્ષા કરી. * યુલિભદ્રજીની વિનય-નમ્રતાની ગુરુએ પરીક્ષા કરી.
( પારણું : પ્રેરણાદાયી પ્રસંગો * ચંદનબાળાજીએ અડદના બાકુળા વહોરાવી વીર પ્રભુનો અભિગ્રહ પૂર્ણ કર્યો. * શ્રેયાંસકુમારે ભગવાન ઋષભદેવને કહ્ય ઈશુ રસનો આહાર વહોરાવી પારણું કરાવ્યું. * ૨૩ તીર્થકરોનાં પ્રથમ પારણાં ખીર વહોરાવી થયાં હતાં. * જીરણ શેઠે ભાવથી પ્રભુને ચોમાસા પારણા પ્રસંગે સ્વગૃહે પધારવા અનેક વખત વિનંતિ કરી હતી. છેવટે દ્રવ્યથી પૂરણ શેઠે, ભાવથી જીરણ શેઠે પારણું કરાવ્યું. આ ગૌતમસ્વામીજીએ ૧૫OO તાપસીને ખીર દ્વારા પારણાં કરાવ્યાં હતાં.
( નિમિત્ત પામી વૈરાગી થયા ) * ગૌતમબુદ્ધ–કરમાયેલ પુખ, વૃદ્ધ માનવ, મૃત શરીર જોવાથી. * રનેમિ-શું અગંધક જાતિના સ્પર્શથી નીચા છો? (રાજીમતિનો પ્રશ્ન સાંભળી.) * ચંડકૌશિક–બુજઝ બુજઝ ચંડકૌશિક. (વીર પ્રભુનાં વચને) * રાજા દશરથ-કંચુકિની અતિ વૃદ્ધાવસ્થા જોઈને. * નંદીષણ--તમે દશમાં પ્રતિબોધ પામ્યા સમજો. વેશ્યાનું વચન.) * હનુમાનજી-સંધ્યાનાં સપ્તરંગી કિરણો, વાદળો જોવાથી. * બાહુબલીજી-- હવે ઉપાડેલા હાથનું શું? (ચિત્વન) + મૃગાપુત્ર ત્યાગી સાધુપુરુષના દર્શનથી. * અભયકુમાર–જા તારું | મોટું કાળું કર. (પિતાનાં વચનથી.) * ખંધકમુનિના બનેવી––લોહીથી ખરડાયેલ સાળાની મુહપત્તી જોઈને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org