________________
૪૭૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
(ઉપકારી ચતુર્વિધ સંઘ ) મુનિના દર્શને (ધૂનાં દર્શન પુષ્ય)
* ઇલાચીકુમાર મુનિના દર્શનથી કેવળજ્ઞાની થયા. * શ્રીકૃષ્ણ ૧૮ હજાર મુનિને વંદન કરી ચાર નરક ઓછી કરી. * ૧૫OO તાપસ ગૌતમસ્વામીના દર્શનથી તરી ગયા. * બિંબિસાર (શ્રેણિક) અનાથીમુનિ સાથે વાર્તાલાપ કરી સાચું જ્ઞાન પામ્યાં. * કુમક (ભીખારી)એ મુનિ પાસે ખાવા માગ્યું. ફળ સ્વરૂપ સંપ્રતિ રાજા થયા. * શાલિભદ્ર પૂર્વભવે મુનિને ગોચરી વહોરાવી પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું. * મમ્મણ શેઠે મુનિને આપેલ આહાર પાછો માગ્યો. તે કારણે બીજા ભવે નરકગતિને પામ્યાં. * ચારણે ઉદાયન મંત્રીને મુનિવેષમાં દર્શન આપી એ જીવનો તથા પોતાનો ઉદ્ધાર કર્યો. * ભવદેવ ગુરુ પાસે જતાં સંયમી થયા. * નયસાર મુનિને ગોચરી વહોરાવીને સમક્તિ પામ્યા. * હરિભદ્ર બ્રાહ્મણ યાકિની મહત્તરા સાધ્વીના કારણે વિદ્વાન જૈનાચાર્ય બન્યા.
( ઉપકારી સાળી સંઘ * બ્રાહ્મી-સુંદરીએ બાહુબલીજીને બે શબ્દ કહી પ્રતિબોધ્યા. ક યાકિની મહત્તરાને હરિભદ્રસૂરિ (પંડિત)જીએ “ગુરુ” માન્યા. * રાજમતિજીએ રહનેમિને સંયમમાં સ્થિર કર્યા. * માતા સાધ્વીએ અરણિક મુનિ (પુત્ર)ને વેશ્યાને ત્યાંથી છોડાવ્યા. * સાધ્વી પદ્માવતીએ પતિ દધિવાહન અને પુત્ર કરકુંડને યુદ્ધભૂમિમાંથી વાળ્યા. * સાધ્વી સુવ્રતાજીએ લગ્ન કરવા જતાં પ્રભંજના સતીને ઉપદેશ આપી વૈરાગ્ય દ્વારા કેવળી બનાવ્યાં સાધ્વી સુવ્રતાએ નમિરાજા અને પુત્ર ચંદ્રયશાને યુદ્ધમાંથી બચાવ્યા. * સાધ્વીજી પુષ્પચૂલાએ અર્ણિકાપુત્ર આચાર્યની નિર્દોષ ગોચરીથી ભક્તિ કરી. કાળાંતરે બને કેવળી થયાં. * સાધ્વીજીએ પારણામાં પોઢ્યા વજસ્વામીને સ્વાધ્યાય દ્વારા ૧૧ અંગના જ્ઞાતા કર્યા. * સાધ્વી કુબેરદત્તાએ કુબેરસેનની સમક્ષ હાલરડું ગાઈ ૧૮ નાતરા જાગૃત કર્યા.
( ઉપકારી શ્રાવકસંઘ ) * આનંદ શ્રાવકને ગૌતમસ્વામીજીએ મિચ્છામી દુક્કડ આપ્યાં. * શાંતુ મહેતાએ સાધુને વેશ્યાના ગળામાં હાથ નાખેલ જોયા છતાં ભાવથી વંદન કર્યું, પરિણામે સાધુ સ્થિર થયા. * ઉપદેશમાળાની ગાથાનો વારંવાર અર્થ પૂછી રત્નાકરસૂરિ બોધ પામ્યા. * સિંહકેસરિયા મુનિને રાતના મોદક વહોરાવ્યા બાદ શ્રાવકે પોરસીનું પચ્ચખાણ માગી મુનિને જાગ્રત કર્યા. * કુમારપાળે હેમચંદ્રસૂરિ મ.ની અપુર્વ સેવા તાડપત્રો આપી કરી. * જીરણ શેઠે પ્રભુને પારણું કરવા પધારવા વિનંતિ કરી. અંતે ભાવથી ભાવના ભાવી તરી ગયા.
( ઉપકારી શ્રાવિકાસંઘ ) * કોશા વેશ્યાએ સિંહ ગુફાવાસી મુનિને સંયમમાં સ્થિર કર્યા. * વેશ્યાએ દશમા તમે એમ | મેણું માર્યું પરિણામે નંદીષણ તર્યા. * રૂદ્રસોમા માતાએ આર્યરક્ષિત પુત્રને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી આવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org