SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૭૫ ૪ નિયમોને સ્વીકારી ધન્ય બન્યો. * કોશા વેશ્યા સ્થૂલભદ્ર મુનિને વસતિદાન આપી, ઉપદેશ સાંભળી સાચી શ્રાવિકા થઈ. * સોનીએ મેતારજ મુનિને દાન ભાવથી આપ્યું, પણ જવલાના નિમિત્તે ઉપસર્ગ કર્યો. * સિંહકેસરીયા લાડુ વહેરાવી મુનિને સંયમમાં સ્થિર કર્યા. * મહામુનિ બલદેવ, મૃગ અને રથકાર ત્રણે કરણ-અનુમોદનની પદ્ધતિથી દાન મુનિને અપાવી પુણ્ય બાંધ્યું. * ભ. મહાવીરે દેવદુષ્યનો અડધો ભાગ બ્રાહ્મણને આપ્યો. * શ્રી ગૌતમસ્વામીજીએ ૧૫૦૦ તાપસને ખીરથી પારણાં કરાવ્યાં. વંદનીય નારીરત્નોઃ (સંસ્કાર અને સ્ત્રીને ઘણો નજીકનો સંબંધ છે. આદર્શ નારીઓએ ઘણા આદર્શ ઇતિહાસો સ્થાપ્યા છે. કેટલીક નારીઓનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.) * બ્રાહ્મી : ભરત ચક્રવર્તીના બેન. બાહુબલીના અહંને ઓગાળવા નિમિત્તરૂપ થનારી નારી. * ચંદનબાળા: જીવનની વિકટ પરિસ્થિતિમાં પણ દુઃખને સુખમાં ફેરવી દીધું. * રાજીમતિ નૈમિકુમાર સાથેના ભવ ભવના સંબંધને સાચવનાર, રહનેમિની ભાવનાને શુદ્ધ કરનાર બાલબ્રહ્મચારી સાધ્વી. * મૃગાવતી : રાજાની પત્ની, ચંદનબાળાજીની શિષ્યા, આલોચના લઈ મિચ્છામિ દુક્કડં આપતાં કેવલી થનાર હળુકર્મી આત્મા. * સુલસા * સીતા * સુભદ્રા * સુંદરી * મનોરમા * મદનરેખા * ભદ્રા : ભ. મહાવીરની પરમ શ્રાવિકા, ૩૨ પુત્રોનું એકસાથે અવસાન થયું છતાં પોતે આર્તધ્યાન ન કર્યું. પતિ નાગસારને પણ ન કરવા દીધું. Jain Education International : સંકટને હસતે મુખડે સત્કારનાર, શીલવ્રતને અખંડ રાખવા બળવાન રાવણને વશ ન થનાર મોક્ષગામી રામચંદ્રજીના આદર્શ પત્ની. : સતીપણું સત્ય કરવા કુવામાંથી ચાળણી દ્વારા પાણી કાઢી બ્રહ્મચર્ય વ્રતનો મહિમા વધારનાર. : સંયમની પ્રાપ્તિ માટે કાયાની માયાને ઢીલી કરનાર, ૬૦ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરનાર ઉગ્ર તપસ્વી. ભરતચક્રીના સ્રીરત્ન. * દમયંતિ : નળરાજાની પત્ની, ભીમની પુત્રી. * નર્મદાસુંદરી : આપત્તીમાં પવિત્ર જીવન વ્યતીત કરનારી, અંતે સંયમના માર્ગે વિચરનારી, મહેશ્વર દત્તની ધર્મપત્ની. સુદર્શન શેઠની ધર્મી પતિવ્રતા સ્ત્રી. : યુગબાહુના મૃત્યુને સુધારનાર તથા જેઠ-મણિરથની દુષ્ટ ભાવનાને વશ ન થનાર નારી. : ગોભદ્ર શેઠની પત્ની, સુખ-સંપત્તિ ને સૌભાગ્યમાં આળોટનાર, પુણ્યશાળી શાલિભદ્રની આદર્શ માતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy