SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | L[ ૬૧૭ આધ અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી આર્યરક્ષિતસૂરિ મ.સા. (વિ.સં. ૧૧૬૯) થી અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. (વિ.સં. ૨૦૪૪) સુધીના પટ્ટધરોની નિશ્રામાં કેટલાક અંચલગચ્છીય શ્રાવક-શ્રાવિકાઓનાં ધાર્મિક અને સામાજિક કાર્યોની ઝાંખી સંશોધક-લેખક “પાર્થ” સંકલનકર્તા ---અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. સૌજન્ય : (૧) શ્રી વડોદરા અંચલગચ્છ જૈન સંઘ, (૨) શ્રી વડોદરા કચ્છી અંચલગચ્છ જૈન સંઘ) (૩) શ્રી ક.દ.ઓ. જૈન સમાજ-વડોદરા અને (૪) શ્રી ક. દ. ઓ. જૈન તીર્થ-પારોલા જૈિન શ્વેતામ્બર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે એ સ્વરૂપના નિર્માણમાં અચલગચ્છનો હિસ્સો ઘણો જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેની સ્થાપનાને આજે નવેક શતાબ્દીઓનાં વહાણાં વાઈ ગયાં, જે દરમિયાન ધર્મોલ્લોતનાં અનેક કાર્યો થયાં; સામાજિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો જોવા મળ્યાં; સાહિત્ય અને કળાના ક્ષેત્રે અભિનવ સીમાચિલો રોપાતાં ગયાં; દેશે રાજકીય ક્ષેત્રે ઊથલપાથલો જોઈ. એ બધી શકવર્તી ઘટનાઓમાં અંચલગચ્છનું પ્રદાન પણ મોટું હતું. આ ગચ્છની સર્વતોમુખી અને જવલંત કારકિર્દીની યથોચિત નોંધ વિના જૈનસંઘનો ઈતિહાસ અપૂર્ણ જ ગણાય. આ ગચ્છના જ્યોતિર્ધરોની ધર્મપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્યજીવનનાં મુખ્ય ક્ષેત્રોને આવરી લેતાં પરિબળો સંલગ્ન હોઈને એની તવારીખ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનો વિશિષ્ટ અધ્યાય બને એવી ક્ષમતા ધરાવે છે. ગચ્છની આવી ગૌરવપૂલક યશોગાચા માટે અંચલગચ્છ--પ્રવર્તક તરીકે આર્યરક્ષિતસૂરિજીને જેટલો યશ મળ્યો એટલો જ યશ ગરચ્છના સૌ પ્રથમ શ્રાવક તરીકે યશોધન ભણશાલીને પણ મળી શકે એની કોણ ના પાડી શકે? આર્યરક્ષિતસૂરિ અંચલગચ્છના આદર્શોના પ્રવર્તનકાર હતા, તો યશોધન ભણશાલી એ આદર્શોને કાર્યાન્વિત કરનાર શિલ્પી. એક ત્યાગી હતા તો બીજા કર્મઠ. એમના યુગની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓની પૂર્તિરૂપે એમના દ્વારા અંચલગચ્છનો આવિર્ભાવ થયો હોઈને બેઉનું મિલન ગચ્છની તવારીખમાં યાદગાર બની ગયું.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy