SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ ના પણ શાહ – ગૃશાહ (વિક્રમની ચૌદમી સદી) પૂ. મુનિ શ્રી હર્ષશીલ વિજયજી મ. જયવંતા જિનશાસનમાં અનેક પુણ્યપુરુષો પોતાને પ્રાપ્ત થયેલ શક્તિ-સંપતિનો સન્માર્ગે સદુપયોગ કરી શાસનની આન-શાન વધારવામાં નિમિત્ત બન્યા છે. પૂર્વના એ પુણ્ય પુરુષોની નામાવલિ અંતર સમક્ષ આવે અને દિલમાં અનેરા સ્પંદનો ઉભરાઈ ઉઠે છે.. ! શાસન માટે સર્વસ્વનું સમર્પણ કરવામાં મહામાત્ય વસ્તુપાલ - તેજપાલ - દેદાશાહ - પેથડશાહ ઝાંઝણશાહ - ભામાશાહ - ખેમાશાહી માંડીને જગડૂશાહ સુધીના મહાપૂરુષોએ ક્યારેય પાછું વાળીને જોયું નથી ... ! આવા દાનવીરો પૈકીના એક પુણ્યપુરુષ જેમનું નામ અદ્યાપધિ જન-જનની જીભે ગવાયા કરે છે - તેવા શાહોના પણ ‘શાહ’ એવા ૪ ખેડૂા.. ને આપણે આજે યાદ કરીએ ! “શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત.. ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ...'' આ કહેવત લાગે છે... જે ભૂમિ ગડુશાહ જેવા નરરત્નો... ની ખાણ હોય .... એમના માટે જ રચાણી લાગે છે.. ! ઈતિહાસ કહે છે ... દુકાળો તો ઘણા પડ્યા ... પણ... વિ.સં. ૧૩૧૩ - ૧૩૧૪ - ૧૩૧૫ ના એ ત્રણ ત્રણ વર્ષનો યંકર દુકાળ અત્યાર સુધી પણ · લોકોના મુખે મેં ગવાયા કરે છે એની પાછળનું એક રહસ્ય છે. દુકાળના દિવસો તો એ ભયંકર હતા ... પણ એ સમયને ભદ્રંકર કરી દેનાર જગતૂશાહ નું એ સમયે અસ્તિત્વ હતું .. ! કે જે ભાગ્યશાળીએ એકલપંડે. એ ભયંકર દુકાળને હટાવી દીધો ! જો એ સમયે જગડૂશાહનું અસ્તિત્વ ન હોત તો ! અરે એ કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે .. ! એ સમયે - એ મહાભાગ્યશાળીએ - ૧૧૨ દાનશાળાઓ ખુલ્લી મૂકી દીધેલી ... ! એ દાનશાળાઓમાં દાન ખાન - પાન ની સરિતાઓ સતત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અવિરત વહેતી જ રહેતી...! 9 કચ્છની ધીંગી ધરાના - પનોતા એ રત્નનું સંપૂર્ણ જીવન - કવન આલેખવા બેસીએ તો પૃષ્ઠોના પૃષ્ઠો ભરાઈ જાય... તો પણ આપણે એમની ઓળખ ક્યાંથી કરાવી શકવાના ! એમના જીવનના નાનકડા પણ એકાદ પ્રેરણાદાયક પ્રસંગનું સ્મરણ કરીને એમની જે વિરાટ પ્રતિભા હતી ... એના યત્કિંચિત અંશનો પણ ખ્યાલ આવી શકે ! ભદ્રેશ્વરની દાનશાળામાં · સ્વયં જગડૂશાહ દાન આપવામાં પ્રવૃત્ત રહેતા ! તેમની દાન આપવાની રીત પણ અનોખી હતી ... ! પોતાની અને યાચકની વચ્ચે આડો પડદો થઈ જતો ! જેથી આવનાર યાચકને જરા પણ સંકોચ ન અનુભવાય. ન થાય ... ! કેવી ઉદારતા એ પુણ્યાત્માની હશે ? કહેવાય છે કે દુકાળમાં જગડૂશાહે ૮૬ કરોડ થી પણ અધિક મણ અનાજનું દાન કર્યું ! ધન્ય છે એ દાનવીર પુણ્યાત્માને ! જેવા જગડૂશાહ ધર્મનિષ્ઠ હતા એવા જ એમના પત્ની પણ ધર્મચુસ્ત હતા ... ! એક વખત દુર દેશાવરથી કોઈ વ્યાપારી જહાજ ભરીને મીણની ઈંટો ભદ્રેશવરના બંદરે લઈ આવેલો કોણ જાણે - શું - થયું - કે - જગડૂશાહ ને જોતા વેત જ બધી ઈંટો ગમી ગઈ ! ઉચિત મૂલ્ય આપી આખું જહાજ ખરીદી લીધું ! દરે પત્નીને ખબર પડે છે સ્વામિનાથ ! આપણાથી ખીણનો વ્યાપાર થાય .. ! પાપનો ધંધો પણાથી શ થાય છે? Jain Education International જગડૂશાહે એ સમયે પત્નીના આગ્રહથી એ મીણની ઈંટોમાં તો નક્કર સુવર્ણ ભરેલું હતું. ભાગ્યશાલી હોય ... એને બધામાં લાભ જ થાય .... ! અને જ્યારે જગડૂને અબર પડી... ત્યારે એ સુવર્ણની ઈંટો દ્વારા સત્કાર્યોની સરવાણી એવી વહાવી કે આજ સુધી લોકો એમને યાદ કરે છે. મહારાજા વિશળ દેવની લાજ રાખી અને પાટણની દુષ્કાળદશા અટકાવી ધન્ય છે એમની દાનવીરતાને ! મીણની ઈંટોને એક તરફ રાખી દીધી... ! પણ કોને ખબર હતી કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy