SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ ] L[ જૈન પ્રતિભાદર્શન (૧. અંચલગચ્છના સ્થાપક શ્રી આચાર્યરક્ષિતસૂરિ તથા અંચલગચ્છનો પ્રથમ શ્રાવક યશોધન ભણશાલી યશોધન ભણશાળીને અંચલગચ્છના પ્રથમ શ્રાવક ગણવામાં કોઈ વાંધો નથી. આર્યરક્ષિતસૂરિએ પાવાગઢ પર ઉગ્ર તપશ્ચર્યા કરી. ચક્રેશ્વરી દેવીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે યશોધન સંઘ સહિત પાવાગઢ યાત્રાએ આવે છે. તે વખતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થવાની હોવાથી દેવી ગુરુને અનશન ન કરવાની વિનંતી પણ કરે છે. બીજે દિવસે પ્રભાતે સંઘપતિ યશોધન મોટા સંઘ સાથે પાવાગઢ યાત્રાર્થે આવ્યા. ગુરુને શુદ્ધાહારની પ્રાપ્તિ થઈ, ગુરુ યશોધનને આગમપ્રણીત માર્ગનો ઉપદેશ આપે છે. અને યશોધન ગુરુને વિધિપક્ષગચ્છ સ્થાપવાની વિનંતી કરે છે. એ પછી સંધ સાથે ગુરુ ભાલેજ નગર પધારે છે. જ્યાં યશોધન ગુરુના ઉપદેશથી ભરત ચક્રવર્તીની યુક્તિ જેવો વિશાળ ઋષભજિનપ્રાસાદ બંધાવે છે. જયસિંહસૂરિને ભાવથી ભાલેજ તેડાવીને આર્યરક્ષિતસૂરિનો પદમહોત્સવ ઊજવે છે. જિનાલયની ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવે છે. દૂરદૂરથી સંઘો એકઠા મળે છે. એ પ્રસંગે સં. ૧૧૬૯માં આર્યરતિસૂરિ વિધિપક્ષગચ્છ સ્થાપી મુખ્ય ૭૦ બોલની પ્રરૂપણા કરે છે. એ પછી યશોધન શત્રુંજયનો છ'રી પાળતો સંઘ કાઢે છે. યશોધને ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં હતાં. યશોધન ઘણો જ પ્રતાપી પુરુષ હતો. તેના પછી આ ગોત્રનો ખૂબ જ વિસ્તાર થયો અને એના વંશજો ઘણે સ્થળે પથરાયા. અનેક પ્રસિદ્ધ પુરુષો પણ આ ગોત્રમાં થઈ ગયા. મંત્રી સલખુએ જૂનાગઢમાં આદિનાથનો શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા પાટણમાં ચૌર્યાસી પૌષધશાળાઓમાં કલ્પ મહોત્સવ ઊજવી ઘણું ધન વાપર્યું. સં. ૧૫૬૦માં વૈશાખ સુદિ ૩ને દિવસે માંડલના રહીશ શા વાધા તથા હરખચંદે પટ્ટધર આચાર્ય ભવસાગરસૂરિનો પદમહોત્સવ પચાસ હજાર દ્રવ્ય ખરચીને ધામધૂમથી ઊજવ્યો. સંઘવી ભીમાના ભાઈ ભાણાનાં સંતાનો કચ્છી ઓશવાળ થયા અને તેઓ વિસલદેવ રાજાના કારભારી હોવાથી વિસરિયા મેતા કહેવાયા. સં. ૧૨૩૬માં ધુમલીમાં થયેલા જેતા શેઠે દોઢ લાખ ટંક ખરચીને વાવ બંધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રાણા તરફથી તેને ઘણું માન મળેલું એણે બંધાવેલી વાવ જૈતાવાવાના નામથી ઓળખાય છે. તણુઆણામાં થયેલા માંડણનો પરિવાર દશા થયો. કચ્છમાં થયેલા આ ગોત્રના પુરુષોએ ઘીના લહાણાં, દેશતેડા આદિ સત્કાર્યો કરેલાં છે. સં. ૧૯૨૫માં થયેલા રીડાના પુત્ર જીવા શાહ શંખેશ્વરજીના પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો છે. વાસરોડાના રહીશ પર્વત પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા છે. સં. ૧૯૩૫માં ધોલકામાં થયેલા સાલિંગની સ્ત્રી સુહવદેએ “નાઈણી ફય” ને ગોત્રજા કરી. સં. ૧૩૭૫માં વર્ધમાન શેઠે માંડલમાં નિવાસ કર્યો. તેઓ મહત્પદ સ્થિત થયા હોવાથી તેના વંશજો મહેતા ઓડકથી ઓળખાયા. સં. ૧૧૯૫માં ભાલેજમાં થયેલા આભાશેઠનો પરિવાર ઓશવાળ થયો. યશોધન આ ગોત્રની પેટા શાખા ભણશાળીનો મૂળ પુરુષ થયો. તેની ગોત્રજ અંબામાતા હતી. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy