SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન શું કરવું? મેં એ કાર્ય ખોટું તો કર્યું છે; જો કર્મ અનુકૂળ હોય અને તારી શક્તિ હોય તો તું મારા ઉદરની વ્યથા શમાવ. નહીં તો હું મારું કર્મ ભોગવીશ. જો તું વ્યથા શમાવીશ તો જિનશાસનની ઉન્નતિ થશે. તે ઉપરથી દેવે પ્રસન્ન થઈને તેણીના ઉદરની વ્યથા દૂર કરી; ને પોતે પોતાને સ્થાને ગયો. પછી સુલસા ધર્મને વિષે ચિત્ત જોડી, શુભ આહારથી ગર્ભને પોષવા લાગી અને તેણીએ સંપૂર્ણ સમયે સુસ્વપ્ન સૂચિત એવા બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ તેમનો જન્મોત્સવ ઊજવ્યો. કાળક્રમે બત્રીશે પુત્રો યૌવન અવસ્થા પામ્યા અને તે બત્રીશ ભાઈ શ્રેણિક રાજાના વિશ્વાસુ સેવકો થયા. તે સમયે વિશાલા નગરીમાં ચેટક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્રીઓ હતી. તેમાં સુજયેષ્ઠા સર્વથી મોટી હતી. એક વખત કોક તાપસણી દરબારમાં માગવા આવી. અને તેને પોતાનો મિથ્યાત્વ ધર્મ વખાણ્યો, તેથી સુયેષ્ઠાએ તેનો તિરસ્કાર કરી હાંકી કાઢી. તેથી તે જોગણ સુયેષ્ઠા ઉપર કોપાયમાન થઈ. તેના રૂપનું એક ચિત્ર બનાવી શ્રેણિક રાજાને બતાવ્યું. સુજયેષ્ઠાનું રૂપ અત્યંત વખાણવા લાયક હોવાથી શ્રેણિક રાજા તેના ઉપર મોહિત થયો અને તેણીની સાથે લગ્ન કરવાનો પણ વિચાર થયો. પરંતુ ચેટક રાજાની સાથે ઘણા વખતથી દુશ્મનાવટ હોવાથી તે ખચિત તેની દીકરી નહીં પરણાવે એમ ધારી મનમાં ઉદાસ રહેવા લાગ્યો. આ ઉદાસીનું કારણ અભયકુમારે, તેનો દીકરો અને મુખ્ય દીવાન હોવાથી, શ્રેણિક પાસેથી જાણી લીધું. અભયકુમારે વિશાલા નગરીમાં જઈ વણિક બની દરબારના દરવાજા આગળ એક દુકાન માંડી. દરબારની દાસીઓ આ દુકાનેથી માલ ખરીદવા લાગી. પણ જ્યારે સુજયેષ્ઠાની દાસી માલ ખરીદવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરવા બેસતો. દરરોજ આમ બનવાથી દાસીએ પૂછ્યું કે, આ કોની પૂજા કરો છો. તેણે જવાબ આપ્યો કે, સત્યવાદી અને પૂર્ણ ન્યાયી રાજા શ્રેણિકની પૂજા કરું છું. એમ કહી શ્રેણિકની છબી તેણે બતાવી. છબી જોઈ તે મોહિત થઈ ગઈ અને તે લઈ જઈ સુયેષ્ઠાને બતાવી. સુયેષ્ઠા પણ દેખતાં વેંત જ મોહી ગઈ. તેણીએ અભયકુમારને કહેવડાવ્યું કે, ખચિત મારે મારા બાપથી છાનું શ્રેણિક સાથે લગ્ન કરવું છે. તેમાં તું સહાયક થા. અભયકુમારે તેણીની મરજી જોઈ રાજગૃહીથી તેણીના મહેલ સુધી ધરતીમાં સુરંગ બનાવરાવી, અને પેલી દાસી મારફત તેણીને જણાવ્યું કે, અમુક દિવસે શ્રેણિક રાજા પોતે તને સુરંગ રસ્તે બોલાવવા આવશે. શ્રેણિકને પણ તેમ જણાવ્યું, નક્કી કરેલ દિવસે શ્રેણિક પોતાના ચુનંદા બત્રીસ આપ્ત પુરુષો (સુલસાના પુત્રો)ને લઈ સુરંગ રસ્તે આવ્યો. સુયેષ્ઠા જ્યારે ત્યાંથી રવાના થવા લાગી ત્યારે તેની નાની બહેન ચેલણાએ પણ શ્રેણિક સાથે જ લગ્ન કરવાની જીદ કરી, તે પણ સુજયેષ્ઠા સાથે જ સુરંગમાં આવી. કેટલોક માર્ગ વટાવ્યા પછી સયેષ્ઠાને ત્યારે યાદ આવવાથી બોલી કે, મારાં આભૂષણનો ડબો ભૂલી આવી છું તે હું પાછી જઈને લઈ આવું, ત્યાં લગી તમારે અહીંથી આગળ વધવું નહીં. એમ કહી તે પાછી ફરી. પણ ચેલણ તરત જ શ્રેણિકને કહ્યું કે, મહારાજ, શત્રુની હદમાં વધારે વખત રહેવું એ બહુ જોખમ ભરેલું છે. એમ સમજાવી તેની સાથે ચાલી નીકળી. સુજયેષ્ઠા આભૂષણો લઈ ત્યાં આવી ત્યારે શ્રેણિકને કે ચેલણાને જોયાં નહીં, તેથી તેઓ ઉપર કોપાયમાન થઈ ત્યાંથી પાછી ફરી પોતાના મહેલ ઉપર આવી. અને બૂમો મારવા લાગી, “અરે! છે કોઈ?'' અને રાજા ત્યાં આવી પહોંચ્યા; રાજાના હુકમથી સૈનિકો સુરંગ માર્ગે થઈ શ્રેણિક સાથે યુદ્ધ કરવા દોડ્યા. તે વખતે શ્રેણિકના તરફથી સુલસાના બત્રીસ પુત્રો સામા થઈ તે સૈનિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy