SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૭૭ એ ગૌરવને ઉજાળી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ વ્યવસાયની સર્વાનુલક્ષી પ્રગતિ અને સામાજિક સેવા ] કરતા પિતાશ્રીની ગૌરવગાથાને ગતિશીલ બનાવી રહ્યા છે. ધીરજલાલભાઈ એક સારા વ્યવસાયકાર, કશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાના વિચારક પણ છે. હૈદરાબાદ ખાતે મેસર્સ આંધ રી-રોલિંગ વક્સના નામે સ્ટીલ ઉદ્યોગ સ્થાપેલ છે. આ ઉપરાંત તેલ-તેલીબિયાંની મિલો, બિલ્ડિંગ કન્ટ્રકશન લાઇન, આયાત-નિકાસ તથા ખેતવાડી પણ ધરાવે છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવનાર તેમજ વિવિધ ક્ષેત્રોના સફળ વેપારી, વિચારક અને સફળ અમલકર્તા પણ છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા સમાજસેવક છે. સમાજોપયોગી એવી અનેક સંસ્થાઓને પોતાની અમૂલ્ય સેવા આપીને સમાજશ્રણ ચૂકવી રહ્યા છે અને પોતાની કારકિર્દીમાં યશકલગી ઉમેરતા રહ્યા છે. - શ્રી ધીરજલાલભાઈ એક નિષ્ણાત રમતવીર પણ છે. રમતગમત પ્રત્યેના શોખ અને ટેવને કારણે તેઓ હંમેશાં તાજગીસભર તેજસ્વિતા ધરાવે છે. શ્રી ધીરજલાલભાઈ પિતા ટોકરશીભાઈની જેમ સદેવ કાર્યવંત અને યશનામી બની રહે એવી શુભેચ્છા. ( જાણીતા દાનવીર શ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાણી ) આજથી ૭૫ વર્ષ પહેલાં માંગરોળ-સૌરાષ્ટ્રની સંતભૂમિમાં શેઠશ્રી નવીનચંદ્રભાઈનો જન્મ થયો. મુંબઈમાં શૈક્ષણિક અભ્યાસ પૂરા કર્યા બાદ તેઓશ્રી જાણીતા શેરદલાલ શેઠશ્રી જમનાદાસ મોરારજી એન્ડ કું.માં ભાગીદાર તરીકે જોડાયા. શેઠશ્રી જમનાદાસ મોરારજીના અવસાન પછી તેઓશ્રી પર પેઢીની સઘળી જવાબદારી આવી પડી અને આજે કેટલાય વર્ષોથી પ્રમાણિકપણે ફરજ દીપાવી રહ્યા છે. શેઠશ્રી નવીનચંદ્રભાઈ પોતાની કુનેહ, નિસ્પૃહતા, પ્રામાણિકતા અને સેવા કરવાની ધગશને કારણે મુંબઈ તેમ જ માંગરોળની અનેક સંસ્થાઓમાં આગળ પડતું સ્થાન ધરાવી શ્રી નવીનચંદ્ર કંપાણી I રહ્યા છે. તેઓશ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરોળ વણિક દવાખાનું, શ્રી માંગરોળ નિરાશ્રિત ફંડ, શ્રી માંગરોળ પાંજરાપોળ, શ્રી માંગરોળ જૈન સંઘ, વણિક જ્ઞાતિ જૈન જ્ઞાનોત્તેજક સભા અને સૌરાષ્ટ્રની સુખ્યાત શિક્ષણ સંસ્થા શારદાગ્રામ આદિ અનેક સંસ્થાઓમાં પ્રમુખ-ટ્રસ્ટી પદે પોતાની સેવા આપી રહ્યા છે. બોમ્બે શેરબજારના ટ્રસ્ટી હતા તેઓ શ્રી મુંબઈ માંગરોળ જૈનસભામાં કાર્યવાહી કમિટીમાં રહી સેવા આપી છે. ઘણી સંસ્થાઓને આર્થિક સહાય પણ કરી છે. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તેમ જ સૌરાષ્ટ્ર વિકાસ મંડળની કારોબારી કમિટીના મેમ્બર છે. પૂજ્યમાતુશ્રી તથા પિતાશ્રી પાસેથી જીવનમાં યશભાગી બનવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. સકુટુંબ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, માળવા, સમેતશિખરજી, પાવાપુરી, રાજગ્રહ આદિ પવિત્ર તીર્થસ્થળો તેમજ દક્ષિણ ભારતનાં પવિત્ર સ્થળોની યાત્રા કરી લાભ લીધો છે. ચોરવાડના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં આ પરિવારનો ઘણો મોટો કાળો રહ્યો છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી હીરાબહેને પણ પતિની સાથે ખભેખભા મિલાવી વ્યવહારિક તેમજ ધાર્મિક કાર્યોમાં સાથ આપ્યો હતો. બહેન હીરામણિબહેનનું પરગજુપણું અત્યંત અણમોલ હતું. તેમના મિલનસાર સ્વભાવને કારણે તેમના બારણેથી હરકોઈ અતિથિ હસતે મુખેથી વિદાય લેતા. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy