________________
૯૭૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
નવીનચંદ્રભાઈ શેરબજાર બોર્ડમાં ડિરેકટર તરીકે માનવંતુ સ્થાન શોભાવ્યું અને ઓનરરી ખજાનચી પણ હતા. ઉપરાંત શ્રી કોટ શાંતિનાથજી જૈન દેરાસરના મેનેજિંગ ટ્રસ્ટી તથા પ્રમુખ પણ હતા. આ દેરાસરને દેવદ્રવ્યના દેવામાંથી મુક્ત કરવા માટે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજીના આશીર્વાદથી તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેમણે એ અરસામાં જૈન સંઘ તરફથી રાષ્ટ્રીય સંરક્ષણ ફંડમાં માતબર
ફાળો એકઠો કરી મહારાષ્ટ્રના નામદાર રાજ્યપાલ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને અર્પણ કરેલ. આમ શેઠશ્રી દેશકાર્યોમાં પણ આગળ પડતો ભાગ લેતા. ૧૯૬૫માં ગોલ્ડ બોન્ડમાં ગવર્નમેન્ટને સારી એવી મદદ કરી છે. મોટી રકમનું સોનું સમાજમાંથી ઉધરાવી આપ્યું હતું. માંગરોળ દવાખાનામાં મોટી રકમનું દાન કર્યું. કોટ દેરાસરને પણ આયંબિલ ખાતામાં મોટી રકમ આપી. તેમના પુત્ર શ્રી મહેન્દ્રભાઈ કંપાણી શેરબજારના ડાયરેકટર છે. હિન્દુસ્તાનમાં આર્થિક ક્ષેત્રે તેમની ગણના થાય છે. શ્રી નવીનચંદ્રભાઈ
કંપાણી જે. એમ. ફાયનાન્સના ચેરમેન છે. તે કંપનીમાં મહેન્દ્રભાઈ તથા શ્રી મહેન્દ્રભાઈ કંપાણી નિમેષભાઈનો પણ મહત્ત્વનો ફાળો છે. શ્રી મહેન્દ્રભાઈએ શેરબજારના વાઇસ પ્રેસીડેન્ટ પદે ઉમદા સેવા આપેલી.
જૈનસમાજની એકતાના સ્વપ્નદૃષ્ટા
શ્રી નારણજી શામજી મોમાયા ધર્મ એ માનવજીવનની દીવાદાંડી છે.” એ વિચારસરણીને વરેલા ધર્માનુરાગી શ્રી નારણજી શામજી મોમાયાનો જન્મ તા. ૨૦-૫-૧૯૧૩ના માયસોર રાજ્ય (હાલ કર્ણાટક)ના હુબલી ગામે થયો હતો. ફક્ત નવ માસના હતા ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી પણ માતાની મમતા મળી. એમનું
વતન કચ્છ-વરાડિયા અને કર્મભૂમિ મુંબઈ. સોળમા વર્ષે મુંબઈમાં બાબુ પનાલાલ હાઇસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. આઈ. સી. એસ. થવાની ખૂબ તીવ્ર ઇચ્છા હોવા છતાં આર્થિક સંજોગો અને માતાના આગ્રહથી આટલી નાની કુમારવયે રૂના ધંધામાં ઝંપલાવ્યું. તત્ત્વ-ચિંતક પિતાશ્રી શામજીભાઈ માણેકજી, ધર્માનુરાગી માતુશ્રી માનબાઈ તથા મોટાં બેન શ્રી લક્ષ્મીબાઈના આદર્શો શ્રી નારાણજીભાઈએ જીવનમાં સચોટ રીતે | ઉતાર્યા હતા. ઘરનો બોજો ઉપાડવાની સાથે તેમણે કાયદો, બેન્કીંગ,
ટેક્ષેશન ઇત્યાદિનો ઊંડો અભ્યાસ કર્યો; ઘોડેસ્વારી તથા બંધુકબાજીમાં પણ શ્રી નારણજી શામજી મોમાયા નિપણતા મેળવી.
સને ૧૯૪૨માં રૂનો વેપાર કરતી સુવિખ્યાત પેઢી મેસર્સ ખીમજી વિશ્રામની કુ.માં ભાગીદાર તરીકે જોડાયા અને પોતાની કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી હિંદભરમાં રૂના ધંધાનો સારો એવો વિકાસ કર્યો. એમની પાસેથી રૂ ખરીદનાર મિલમાલિકોને રૂની જાત અંગે નિશ્ચિતતા પ્રાપ્ત થઈ. ભારતભરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના રૂની પરખમાં અને રૂ ઉત્પાદનના આંકડાઓ મૂકવામાં તેમની નિષ્ણાત A તરીકેની થયેલ ગણના આગમી વર્ષોમાં પુરાય એવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org