________________
અભિવાદન ગ્રંથ 7
[ ૯૭૯
રૂની જેમ જ તેઓશ્રી હીરા પારખવામાં પણ એટલા જ નિષ્ણાત હતા. ન્યાયપ્રિયતાના સિદ્ધાંતને વરેલા શ્રી નારાણજીભાઈને જયારે લાગ્યું કે મિલોને નુકસાન ન થવું જોઈએ, વ્યાપારીઓને પણ પૂરતું મળવું જોઈએ અને તે સાથે મહેનત કરી કપાસ ઉગાડનાર ખેડૂતોનું પણ શોષણ ન થવું જોઈએ; ત્યારે સને ૧૯૬૨માં હિન્દભરમાંથી બે લાખથી વધુ સહીવાળું મેમોરેન્ડમ ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુને મોકલાવ્યું. આની અસરરૂપે સરકારશ્રીને તાત્કાલિક રૂના ભાવ વધારવાની ફરજ પડી અને ત્યારબાદ ભાવનિયંત્રણ પણ દૂર કરવાની ફરજ પડી. સને ૧૯૭૭-૭૮માં જનતારાજ દરમ્યાન તેઓએ ભારત સરકારના પ્લાનિંગ કમિશનને, ભારતમાં રૂનું ઉત્પાદન એક કરોડ ગાંસડી સુધી હાલમાં જે એકરેજ છે, એનાથી પણ ઓછા એકરમાં ફક્ત શુદ્ધ બિયારણ જ આપી કેમ વધારવું અને એ રીતે વધુ ઉત્પાદન મેળવી ભારતની મિલોને ઓછા ભાવે રૂ મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને સરકારને નિકાસમાંથી કિંમતી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય એવી રજૂઆત કરી હતી.
ખેતી ક્ષેત્રે આપણા ભાઈઓ ખેતી પ્રત્યે પોતાની માતૃભૂમિમાં આકર્ષાય એ હેતુથી સને ૧૯૬રમાં કચ્છમાં ““મોમાયા ખેતી કેન્દ્ર”ની સ્થાપના કરી અને હાઇબ્રીડ બાજરી, ઘઉં વગેરેનાં શુદ્ધ બિયારણો ખેડૂતોને અપાવ્યાં.
શ્રી કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિનું પ્રથમ સંમેલન લગભગ ૪૦ વર્ષ પહેલાં ભરાયેલ. તેમાં જ્ઞાતિના શિક્ષણના પાયારૂપ શિક્ષણ પ્રસારક સમિતિની રચના થઈ ત્યારે એ ટ્રસ્ટનું પાયાનું બંધારણ અને ઉદ્દેશો શ્રી નારાણજીભાઈએ બે દિવસમાં તૈયાર કરી જ્ઞાતિને આપ્યાં. આજે એ બંધારણ અને ઉદ્દેશો સમાજના ઉત્થાન સારુ એટલા જ ઉપયોગી રહ્યાં છે અને સેંકડો ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો છે.
સને ૧૯૬૮માં શ્રી અચલગચ્છ સંઘનું પ્રથમ અધિવેશન કચ્છ-ભદ્રેશ્વર મુકામે ભરાયું, જેના તેઓશ્રી પ્રમુખ વરાયા અને શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર જૈન સંઘની સ્થાપના કરાઈ. એના પાયાનો મુસદ્દો બે દિવસમાં તૈયાર કરી સમસ્ત ચતુર્વિધ સંઘ સમક્ષ રખાયો. અન્ય કોઈ સંઘોમાં પ્રાય: અત્યાર લગી નથી થયું એવું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ચતુર્વિધ સંઘનું સંગઠન ઊભું થયું. ૧૧ વર્ષ પ્રમુખ તરીકે રહી તેઓએ નોંધપાત્ર સેવાઓ આપી.
માટુંગા મધ્યે “શ્રી નારાણજી શામજી મહાજનવાડી” એ એમની બુદ્ધિમત્તા, વ્યવહાર કૌશલ્ય અને દીર્ઘદૃષ્ટિનો જ્વલંત નમૂનો છે. ૨૫ વર્ષ પહેલાં સમાજના સામાન્ય માનવીને પણ ફક્ત રૂ. ૨૫૦માં લગ્ન સારુ વાડી અપાય એવી મહાન હેતુલક્ષી યોજના આની પાછળ હતી. વાડીની આવકમાંથી થતો ચોખ્ખો નફો ૫૦ ટકા દેરાસરજી અને ધાર્મિક કાર્યોમાં વપરાય અને ૫૦ ટકા સામાજિક કાર્યો માટે વપરાય એ યોજના મુકાવી.
એમના વતન વરાડિયાના દેરાસરજી ટ્રસ્ટને પચાસ વર્ષ સુધી એમની એકધારી સેવાનો લાભ મળેલ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જૈન મહામંડળના ઉપપ્રમુખપદે રહી જૈન ફીરકાઓની એકતા સારુ હંમેશાં પ્રયત્નશીલ રહેતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ ઉપરાંત તેઓશ્રી એના માનદ સલાહકાર પણ નિમાયા હતા.
શ્રી મહાવીરસ્વામી ભગવાનના ૨૫OOમા નિર્વાણ મહોત્સવ પ્રસંગે જ્યારે મુંબઈમાં ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org