________________
૯૮૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
વરઘોડો કાઢવાની વાત આવી ત્યારે જે કુનેહથી સેંકડો અવરોધો વચ્ચે પણ વરઘોડાનું આયોજન ભાતબજાર દેરાસરથી પ્રસ્થાનનું કર્યું તે સમગ્ર જૈન સમાજ કદીયે વીસરે એમ નથી. આજે પણ એ પ્રથા ચાલુ રહી છે.
પેટી-ફંડ યોજનાના મુખ્ય આયોજક તરીકે એમણે આપેલી દીર્ઘદૃષ્ટિ સમાજના નાનામાં નાના માનવીને સ્પર્શી જાય છે. દરરોજના રૂ. ૧, ૨ અથવા પાંચ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સહેલાઈથી આપી શકે; આંકડાકીય દૃષ્ટિએ ખૂબ જ મોટી રકમો ભેગી થાય અને એમાંથી ૫૦ ટકા રકમ ધાર્મિક કાર્યો માટે અને ૫૦ ટકા રકમ સામાજિક કાર્યો માટે વપરાય. “પેટમાં મમ હશે તો જ ધર્મ સૂઝશે.” એ આજની પરિસ્થિતિને અનુસરીને આ યોજના ખૂબ જ વિચારણા બાદ સમાજ સમક્ષ મૂકી. શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ, શ્રી શ્વેતામ્બર કોન્ફરન્સ તથા ભારત જૈન મહામંડળે અપનાવેલી આ પેટી યોજનાથી સેંકડો કુટુંબોને લાભ મળ્યો છે અને હજી વધુ ને વધુ મળતો રહેશે.
સામાજિક ક્ષેત્રે એમની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે એમને એસ. ઇ. એમ. (સ્પેશિયલ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ)નું બિરુદ આપેલ.
એમના સદ્ગણો, સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિ સૌના દિલમાં કાયમ રહેશે.
જૈન ધર્મની ઉન્નતિ અને જૈન સમાજના ઉત્કર્ષ સાથે પોતાનું શેષજીવન પ્રભુચરણે ધરી દેવાની એમની ઉંડી અભિલાષાઓ હતી. આવા એક સ્વપ્નદૃષ્ટા, સ્થિતપ્રજ્ઞ, ધર્માનુરાગી ઉદારદિલ શ્રીમાનને ગુમાવીને સમાજે બહુ જ મોટી ખોટ અનુભવી છે.
અનેક સંસ્થાઓના કીર્તિસ્થંભ સંઘપતિ શ્રી પોપટલાલ ધારશીભાઈ
સોરઠ-ગોહિલવાડ-ઝાલાવાડ-હાલાર-કંઠાળ વગેરે અનેક વિભાગોમાં હેંચાએલ એ કાઠિયાવાડના લીલાછમ એવા હાલર પ્રાંતથી અને તેમાં આવેલ દેવનગર સરખા જામનગર-નવાનગરના વિખ્યાત નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. અમુક સૈકાઓ થયાં જ વસવાટ છતાં એક પછી એક થતા રાજ્યકર્તા રાજવીઓની બાહોશીથી આ શહેર દરેક બાબતમાં ઘણું જ આગળ વધ્યું છે. - જિનમંદિરાદિ ધર્માલયોથી સુશોભિત આ જામનગરમાં વસતા
અનેક જૈનો પૈકી ઓસવાલ વંશ વિભૂષણ ધર્મપરાયણ શ્રેષ્ઠિવર્ય શ્રી પોપટલાલ ધારશીભાઈ | શ્રીમાન ધારશીભાઈ દેવરાજના ધર્મમૂર્તિ સમા સહધર્મચારિણી રળિયાતબાઈની રત્નકુક્ષિ દ્વારા સં. ૧૯૩૪ના પોપટભાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થામાં પરિમિત વિદ્યાભ્યાસ છતાં પુત્રમાં બરાબર ઉતરેલા ધર્મસંસ્કારિતારૂપી અમૂલ્ય માતપિતાના વારસાએ અલ્પવિદ્યાભ્યાસમાં પણ ખૂબ વિકાસ કર્યો અને તેથી જ યોગ્ય વયે મુંબઈ જવાનું થતાં વ્યાપારાદિની ધમધોકાર ચાલુ પરિસ્થિતિમાં પણ દેવદર્શન-પ્રભુપૂજન-ગુરૂવંદન-વ્યાખ્યાનશ્રવણ-વ્રત-પચ્ચકખાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org