SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન “વર્શનાત્ યુતિબંસી’’——એવી જિન પ્રતિમાનાં દર્શન પણ પાપનાશક બને છે માટે જ દર્શનં મોક્ષસાધનં તરીકે લોકો થકી બોલાય છે. ‘પ્રભુદર્શન, સુખસંપદા, પ્રભુદર્શન, નવનિધ; પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.'' પરમાત્માના દર્શન કરવાના ભાવ થવા, પગ ઉપાડવા, સામે જવું વગેરેનાં પુણ્યફળ એક એકથી ચડિયાતા જણાવ્યા છે. અનેક આત્માઓ દર્શનની ભાવનામાં જ ભાગ્યવંત બની ગયા છે. પાદલિપ્તસૂરિજી કે જંઘાચરણ, વિદ્યાચરણ મુનિવરો તીર્થની પ્રતિમાઓના દર્શનાર્થે કેટલીય વાર જાત્રાઓ કરતા રહ્યા ને સ્વયંના દર્શનગુણ સમતિની નિર્મળતા સાધતા રહ્યા. પ્રભુદર્શન સાથે રચાયેલ ‘‘કલ્યાણ મંદિર’’ નામનું ઐની કાવ્ય પરમાત્માની ભક્તિ-પ્રભાવે ચમત્કારિક બની ગયું છે. (૭) વંદન ભક્તિ શેઠનો નાસ્તિક પુત્ર પિતાની યુક્તિથી ડેલી ઉપર બેસાડેલાં પ્રતિમાને પરાણે વંદન કરતા પછીના ભવમાં માછલો બન્યો ત્યારે તે જ દર્શન-સંસ્કારના કારણે જાતિસ્મરણ જ્ઞાન પામી ગયો, કારણ કે તેની આંખ સામે જિનેશ્વર પરમાત્માની આકૃતિવાળો માછલો આવી ગયો અને પૂર્વભવના પ્રતિમા દર્શન યાદ આવી ગયા. વિરાધનાનો ખ્યાલ આવ્યો ને અણસણ કરી દેહત્યાગ કર્યો તો દેવલોકનો દેવ બન્યો. દેવગુરુ છોડી અન્ય કોઈને ન નમવાની પ્રતિજ્ઞા કરનાર વજ્રકર્ણને પોતાના મુખ્ય રાજા સિંહોદરને નમન કરવા પડે તેમ હતા તે ટાળવા હાથમાં પહેરાતી વીંટીમાં પ્રતિમાની આકૃતિ બેસાડી દીધી અને જરૂરત પડ્યે વંદન કરતો તો તે જ મૂર્તિને—નહિ કે વડીલ રાજાને. સિંહોદરને જાણ થતાં અવંતિને ઘેરો ઘાલ્યો, પણ દેવગુરુની કૃપાએ ત્યાં જ આવેલ રામ-લક્ષ્મણે સામે ચડી સહાય કરી વજ્રકર્ણની રક્ષા કરી. વંદનાત્ વાંછિતપ્રદ : એવા જિનેશ્વરો ભક્તોની વાંછાની પૂર્તિ વીતરાગી હોવાથી સ્વયં ન કરે તો અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરે અને તેથીય વધીને કુદરત સ્વયં કરે. ‘રામ રાખે તેને કોણ ચાખે?’’ (૮) પૂજનભક્તિ પ્રભુ પાર્શ્વનાથના દર્શન કરતાં જ જાતિસ્મરણ જ્ઞાન થતાં જ હાથીએ પુષ્પપૂજા કરી પછી જંગલમાં પ્રભુની પ્રતિમા ઉપર સૂંઢથી જળનો અભિષેક કરી પૂજવા લાગ્યો. આગલા ભવમાં આત્મહત્યા કરવા જતાં સાધુથી ધર્મ પામી તેણે દીક્ષા લીધેલી અને વામનમાંથી વિરાટકાય બનેલો. ભક્તિ પ્રભાવે મરીને તે જ કલિકુંડ તીર્થનો હાથી મહર્ધિક દેવ બન્યો. કૂતરી બનેલી કુંતલા રાણી કેવળી પાસેથી પોતાનો પૂર્વભવ જાણી જાતિસ્મરણ જ્ઞાન પામી. પૂર્વભવમાં શોક્યો દ્વારા થયેલ શ્રેષ્ઠ પૂજાની ઇર્ષ્યા કરી તિર્યંચ ગતિ મળી હતી. પશ્ચાત્તાપ થયો ને વિરતિવાળી બની તે જ કૂતરી દેવગતિએ ગઈ. “લૂનનાત્ પૂરઃ શ્રીનાં’–પ્રભુનું પૂજન અને લક્ષ્મીનું આગમન તે બન્ને એવી પારસ્પરિક ઘટનાઓ છે કે આજે પણ અનેકોના અપૂર્વ અનુભવો જાણવા-માણવા જેવા છે. (૯) સત્કાર-સન્માન અને સમર્પણ ભક્તિ ભક્તિના વિવિધ પ્રકારોમાં પ્રભુ કે પ્રતિમાની સામે જવું, બહુમાન કરવું કે આદરભાવથી સમર્પિત થવું તે પણ એક પ્રકાર જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy