SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૩૭ સવા લાખ સોનૈયા દઈ રત્નકંબળ ખરીદવા ધરાર ના પાડનાર શ્રેણિક પ્રભુ વીરની સુખશાતા, પધરામણીના સમાચારદાતાઓને તો હીરાના હાર ભેટમાં આપી દેતા અને સામે ચડી વીરને વાંદવા જતા. દર્શાણભદ્ર રાજા પ્રભુની પાસે ઠાઠથી ગયા, પણ ઇન્દ્રની માયાજાળથી ઝંખવાણા તોય પ્રભુ પ્રતિના સભાવથી સ્વમાન સાચવવા સંયમ સ્વીકારી ઇન્દ્રના વંદન મેળવ્યા. જિન અને જિનાલયો પ્રતિ સન્માન રાખતો કુમારપાળનો પુત્ર નૃપસિંહ ફક્ત ૧૬ વરસની વયે મરણપથારીએ પડ્યો ત્યારે આંખમાં આંસુ લાવી બોલ્યો કે હું જીવતો રહું તો પિતાના બંધાવેલાં આરસનાં જિનાલયો સુવર્ણનાં કરાવું. આ સાંભળી પધારેલ હેમચંદ્રસૂરિજીની આંખોમાં પણ આંસુ આવી ગયાં. સિદ્ધરાજ જયસિંહની પરવાનગી વગર જ સજ્જન મંત્રીએ પ્રાપ્ત કરેલ કરની રકમ લગાવી ગિરનારના પૂજય નેમિનાથનું દહેરૂં બંધાવી નાખ્યું. બાર વરસની કર આવકનો આવો ઉપયોગ કરી પ્રભુ પ્રતિ સમર્પણભાવની અભિવ્યક્તિ કરી. અંતે સિદ્ધરાજને પણ ખુશ કરી ચૈત્ય તેમના નામે જ જાહેર કર્યું. શત્રુંજયના ઉદ્ધારમાં ભીમાએ પોતાના પાંચ ક્રમની બચત ચડતા પરિણામે સમર્પિત કરી મહાદાતા બિરુદ મેળવ્યું. દાન-પ્રભાવે ઘરમાં આવતાં જ જમીન ખોદતાં સુવર્ણમુદ્રાઓ નીકળી આવી. આબુના જીર્ણોદ્ધાર વખતે અંબિકાને સાધી તથા ચૈત્ય તથા પુત્રપ્રાપ્તિમાંથી એક જ ઇચ્છા પૂર્ણ થાય તેમ જાણતાં પુત્રેચ્છા ગૌણ કરી જિનાલય-સર્જનનું વરદાન મેળવી લીધું. તે પ્રમાણે પણ સર્વસ્વ સમર્પણ કરી દેનાર વિશિષ્ટ વ્યક્તિ તે કોઈ નહિ પણ સ્વયં વિમલ દંડનાયક. વસ્તુપાળ-તેજપાળે અનુપમાદેવીના સૂચનથી પ્રાપ્ત સઘળીય લક્ષ્મી આબુ-દેલવાડાનાં દેરાં રચવામાં સમર્પિત કરી નાખી. શત્રુંજય તીર્થનાં અનેક દહેરાસરો પણ પરમાત્માભક્તિના પુરાવા જેવાં આજેય અડીખમ શોભી રહ્યાં છે. (૧૦) વિવિધ ભક્તિ ને વિધવિધ ભક્તો ઉદો શ્રાવક મધુર કંઠે સ્તવન ગાઈ ભક્તિ કરતો હતો. સજોડે તેની ભક્તિ દેખી પ્રીતિપૂર્વક હસુમતી શેઠાણીએ સાધર્મિક ભક્તિ કરી અને તેના પરિવારનો આર્થિક પ્રશ્ન ઉકેલી આપ્યો. આ જ ઉદો આગળ જતાં પ્રભુભક્તિ પ્રતાપે મંત્રી ઉદયન બની ગયો. ગૌતમસ્વામીના શ્રીમુખે પરમાત્માના ગુણોનું વર્ણન સાંભળી ભક્તિવાળો હાલિક ખેડૂ (નૂતન મુનિ) સમકિત પામી ગયો. પંદરસો તાપસીમાંથી પાંચસો તો રસ્તે ચાલતાં જ કેવળી બની ગયા. સમર્પણ ભાવે જ તો ચંડÁશિક દૃષ્ટિવિષ સાપ પ્રભુવીરના સાંનિધ્યે પંદર દિવસમાં જ દેહ ત્યાગી દેવ બની ગયો. પ્રભુભક્તિના પ્રકારમાં ધ્યાને ચડેલ ઉપાધ્યાય સકલચંદ્રજીએ તો રાતોરાત કાઉસગ્ગમાં જ સત્તરભેદી પૂજા રચી નાખી. ગંધારના શ્રાવકે વૈતાઢ્ય પર્વતની સુવર્ણ પ્રતિમાના દર્શનનો સંકલ્પ કરી ઉપવાસ કર્યા તો દેવે તેને દર્શન પણ કરાવ્યા, ઉપરાંત સર્વકામિત સો ગોળીઓ પણ આપી. જગડુશાહે પિતા થકી પ્રાપ્ત મૂલ્યવાન ' સવાક્રોડનાં ત્રણ રત્નો શત્રુંજય, ગિરનાર તથા દેવ-પત્તનમાં સમર્પ દઈ સંઘપતિની પદવી મેળવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy