________________
૧૩૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
પ્રભુ મુનિસુવ્રતસ્વામી પ્રતિ ભક્તિ ને આદરભાવ રાખી પૂર્વભવનો મિત્ર જે ઘોડો બન્યો હતો તે ધર્મ પામી ગયો અને દેવલોકે ગયો. ભક્તામર સ્તોત્રની રચના પછી અલગ અલગ ગાથાઓના જાપ સાથે પરમાત્મા પ્રતિ થયેલ ભક્તિની અભિવ્યક્તિ થકી કેટલાય ભક્તોએ શાસનદેવનો પરચો પ્રાપ્ત કરી ઇચ્છિત સાધ્યું છે.
આમ પરમાત્મા કે પ્રતિમા પ્રતિની ભક્તિથી મુક્તિ, વિરક્તિ કે પ્રગતિ પામી જનાર એક નહિ પણ અનેક પુણ્યપુરુષો થયા છે અને થાશે. પ્રતિભાવંતને પૂજતાં સ્વર્યની પ્રતિભા ઝળહળી ઊઠે તેમાં નવાઈ શું?
અંગ્રેજીમાં એક ચિંતકે જણાવ્યું છે કે God is my instant, constanat, abundant supply of every potent good. ઉપસર્ગોનો ક્ષય, વિધ્ધ વેલડીઓનો ઉચ્છેદ અને મનની પ્રસન્નતા “પૂજ્યમાને વિનેશ્વર” માટે જ તો કહેવામાં આવે છે. ધર્મ પુરુષાર્થથી લઈ મોક્ષપુરુષાર્થની સાધનામાં પ્રભુભક્તિનો માર્ગ સૌથી સરળ પણ સબળ અને સફળ માર્ગ પુરવાર થયો છે. છતાંય પ્રભુભક્તો WORSHIPના સ્થાનોમાં આવી OWNERSHIPના ચક્કરમાં સપડાય તો આરાધનાને બદલે આશાતનાના ભાગી બને. ઘરમંદિર પોતાનું જ છતાંય તેના જ દીપકના પ્રકાશમાં રસોઈ વગેરેનાં કાર્યો કરનાર દેવસેન શ્રેષ્ઠિની પત્ની મરીને ઊંટડી થઈ. શક્તિ છતાંય સડેલા-પડેલા પુખો અને અશુચિયુક્ત વસ્ત્રોથી પ્રભુભક્તિ કરી અજ્ઞાનપાપને કારણે શ્રેષ્ઠ મરી ચાંડાળકુળમાં જનમ્યો; પાછળથી પાપનું પ્રાયશ્ચિત્ત થતાં પ્રગતિ પામી ભૂવલ્લભ નામે રાજા થયો.
સારમાં જિનભક્તિ ભૌતિક સુખની તો ભુક્તિ કરાવે જ પણ મુક્તિસુખના પણ માલિક બનાવે છે.
( ગણવાન પ્રતિભા-દર્શન )
જિનશાસનમાં પ્રતિભાવંત પુરુષો પાર વગરના થયા, ચાય છે અને થવાના. તેના મૂળ કારણમાં વીતરાગીનું શાસન જ ગુણવાનો રૂપી પુષ્પોની હારમાળા જેવું છે. આ શાસનમાં ઘનવાનો દાનધર્મથી ગવાયા છે તો ગુણવાનો શીલ, તપ કે ભાવધર્મથી. ગુણહીણા સંપત્તિવાનની સંપદાઓ, આપદાઓ છે જ્યારે ગુણવાન સંતોષી નર સદાય સુખી હોય છે તેમાં બે મત નથી. તો ચાલો ગુણવાનોના ગુણોનાં દર્શન કરી ભાવભરી અનુમોદના કરીએ.
૧. વિશાળાપુરીનો શ્રેષ્ઠિ જિનદત્ત પ્રથમ ધનવાન હતો પણ દેવી લક્ષ્મીએ રૂસણાં લીધા પછી પણ સંતોષવૃત્તિથી જીવવા લાગ્યો. પ્રભુ વીરના સાધનાકાળ દરમ્યાન આ જ શ્રાવકે પ્રભુને પોતાના ઘેર પારણું કરાવવા સંકલ્પ કરી ચાર–ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org