SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૩૯ માસ મૌન તપસ્યા કરી. જીરણશેઠ તરીકે ખ્યાતિ પામેલા આ શ્રાવકે ફક્ત પરમાત્માને પોતાના ઘેર પારણું કરાવવાની શુભ ભાવનામાં એવું તો શુભ કર્મ બાંધ્યું કે ચારિત્ર વગર જ સમાધિ મૃત્યુ પામી છેક બારમા દેવલોકને પ્રાપ્ત કર્યો, અને પ્રભુનું પારણું તો અન્યના ઘેર થયું તોય સંસાર પોતાનો ટૂંકાવી નાખી ઐતિહાસિક પાત્ર બની ગયો. ૨. પ્રભુ વીરના સમકાળે થયેલ આનંદ, કામદેવ, ચુલનીપિતા, મહાશતક વગેરે દશ ધનાઢ્ય શ્રાવકોને પ્રભુએ પ્રશસ્યા કારણ કે તેઓ ધનની મૂછ વગરના ગુણાઢ્ય હતા. શ્રાવકપણામાં જ સામાયિકપૌષધોપવાસ, વ્રત-નિયમો વડે સાધના-આરાધના કરી દેવલોકે ગયા અને આવતા ભવમાં તો મોક્ષસુખના પણ ભાગી બનવાના છે. ૩. જેમની પ્રશંસા સુર-નરેન્દ્ર ને દેવ-દાનવો કરતાં થાકે તોય સંપૂર્ણ ગુણો જણાવી ન શકે તેવા ગુણશ્રેષ્ઠ પ્રભુ વિરે સ્વમુખે કહેવાતા દરિદ્ર પુણિયા શ્રાવકને વખાણ્યો કારણ કે તેની પાસે ૩૨ દોષ રહિત સામાયિકની સંપત્તિ અકબંધ હતી. ૪. પોતાની જ રૂપ–સ્વરૂપવાન દીકરીઓને સંસારમાં લગ્નસંબંધથી જોડવા ઉદાસીન ચેડારાજાની વૈશાલીપુરીને બાર વરસના યુદ્ધ પછી અને એક ક્રોડ એસી લાખની સંખ્યામાં જાનહાનિ પછી જ્યારે કૃણિકે ફેંદી નાખી ત્યારે સત્યકી નામનો દોયલ્ટો આવી દુર્દશા જોઈ ન શક્યો અને સંપૂર્ણ નગરીના નાગરિકોને બચાવી લેવા વિદ્યાબળે નીલવાન પર્વતે લઈ ગયો. વૈરાગી રાજા ચેડાએ પ્રજારક્ષાની નિષ્ફળતા પછી અનશન લઈ, ગળે લોઢાની પૂતળી લટકાવી ઊંડા જળમાં પડતું મૂક્યું, પણ આયુષ્ય બળવાન હોવાથી ધરણેન્દ્ર રક્ષા કરી બચાવી લીધા. ઇન્દ્રના સાંનિધ્યમાં પણ ધર્મની ભાવના યથાવત્ ટકાવી અંતે નવકારસ્મરણ પૂર્વક મૃત્યુ મેળવી દેવલોકના ભાગી બન્યા. ૫. મધ્યમ અપાપાપુરીના વણિક સિદ્ધાર્થને ત્યાં પ્રભુ વીર પારણું કરવા ગયા ત્યારે પ્રભુની પ્લાન મુદ્રા દેખી કાનમાં રહેલ શલ્યને શોધી કાઢ્યું અને પ્રભુની દેહવેદના દૂર કરવા પોતાના મિત્ર ખરક વૈદ્યને ખાસ ભલામણ કરી પ્રભુની પીડા દૂર કરવા પ્રભુને એક તેલની કુંડીમાં બેસાડ્યા. મર્દન કરી, શરીરના તમામ સાંધા ઢીલા કરી નાખ્યા, અને પછી એકસાથે બેઉ ખિલ્લા એક જ સાણસી જેવા સાધનને બેઉ કાન પાસે ગોઠવી કાઢી નાખ્યા. પરમાત્માને પારાવાર પીડા થઈ, પણ રુધિર સાથે જાણે અશાતા વેદનીય કર્મ પણ નીકળી ગયું જેથી અતિ સહિષ્ણુ પણ પ્રભુના શ્રીમુખમાંથી વેદનાને વ્યક્ત કરતી ભયંકર ચીસ નીકળી ગઈ. પીડા હરવાના હેતુથી પીડા આપનાર પરમાત્માના બેઉ ભક્તો શ્રાવકાવસ્થાને પાળી સ્વર્ગલોકના ભાગી બન્યા, જયારે દુષ્ટ ગોવાળ પવિત્રાત્મા પ્રભુને પીડા આપી સાતમી નરકે ગયો છે. તે ૬. ખાનદાન કુળના વંશજો પણ ખાનદાન પાકે, દાદા-કહેવાતા દેદાશાના સુપુત્ર પેથડશા અને પૌત્ર ઝાંઝણશા. આરાધનાના જબ્બર પ્રેમી, આરાધકો પ્રતિ અનુરાગી, દેદાશાએ ૪૯ મણ કેસરનો ઉપયોગ કરી ઉપાશ્રય બંધાવ્યો. પેથડશાએ બ્રહ્મચર્યવ્રત લઈ ફક્ત ગુરુના આગમન સમાચારદાતાને સોના-હીરાની ભેટો દઈ દીધી, તો ઝાંઝણશાએ ગુજરાત આખાને પાંચ પાંચ દિવસ જમાડી રાજા સારંગદેવને અચંબો પમાડી દીધો. પિતામહ, પુત્ર ને પૌત્રના મન-મગજમાં જિનશાસનનો પ્રેમ કેવો ઝળહળતો હશે તે ઉપરોક્ત ઘટનાઓ જ પુરવાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy