SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૩૫ (૫) ત્રણ પ્રકારી ભક્તિ અંગપૂજા, અગપૂજા ને ભાવપૂજા ભક્તિરૂપે છે, તે રીતે પણ ભક્તિ કરનાર અનેક થયા. અંગપૂજા ભક્તિકારો –છપ્પન દિકુમારીઓ, ૬૪ ઇન્દ્રો દ્વારા પ્રભુ અંગે સ્નાત્રાભિષેક, તેનું જ આજે અનુસરણ કરી અનેક આત્માઓ દ્વારા સમ્યક્ત્વ શુદ્ધિ ને કર્મમળનો લાસ વગેરે નિત્ય ઘટનાઓ છે. અગ્રપૂજા –પેથડ શાહ દ્વારા પુષ્પોથી અંગરચના, નવકોડીના ફૂલડે પ્રભુપૂજા કરનાર જૈત્ર લૂંટારાનો પછીનો જ ભવ અહિંસા પ્રચારક રાજા કુમારપાળનો, પ્રભુ વીરની પૂજા સિંદુરવારનાં પુષ્પોથી કરવાની ઇચ્છાવાળી વૃદ્ધાનું જંગલમાં જ મરણ, પછી સૌધર્મ દેવલોકે ત્યાંથી રાજા થઈ સંયમ અને મુક્તિની ઘટમાળો કે વિનયંધર રાજકુમાર દ્વારા થયેલ ધૂપપૂજાના પ્રભાવે સાતમા ભવે જ સિદ્ધિ વગેરેની વાતો સાંભળી કોનું હૈયું ન નાચે? અગ્રપૂજાથી જીવ અગ્રેસર પ્રગતિ જ સાધે છે. ભાવપૂજા ભક્તિકારો –કટોકટીમાં અંગ કે અગ્રપૂજા વગર જ ફક્ત ભાવોથી જ ભક્તિ કરનાર ભાવિકોમાં દેડકો બનેલ નંદમણિયાર શેઠનો જીવ દેવગતિ પામ્યો. ખાસ પ્રભુને વંદન કરવાને સમવસરણમાં જઈ દર્શન કરવા જતાં શ્રેણિકરાજના ઘોડાના પગ તળે ચગદાઈ મર્યો, પણ મનમાં પ્રભુભક્તિના ભાવો હતા તેથી દેવભવ મળી ગયો. આ તો થઈ તિર્યંચ કે દેશવિરતિ-ધર ચોથા-પાંચમા ગુણઠાણાના ભાવપૂજકોની વાત, પણ તેથીય વધીને છટ્ટે-સાતમે ગુણસ્થાને મહાલનાર મુનિ ભગવંતો જેઓ માટે દ્રવ્યપૂજાનો નિષેધ છે, તેઓ તો જિનાજ્ઞાનું યથાશક્તિ ચડતા પરિણામે પાલન કરીને ભાવપૂજાના જ ભાગી બનતા હોય છે. (૬) ચાર પ્રકારી ભક્તિમાં દર્શન, વંદન, પૂજન તથા સત્કાર (સન્માન)નો સમાવેશ થાય છે. દર્શનભક્તિ –ફક્ત પ્રભુ-પ્રતિમાં કે સાક્ષાત પરમાત્માના દર્શનની તાલાવેલી થકી પણ કેટલાય ભક્તોનો ભાગ્યોદય થઈ ગયો છે. શ્રાવકનો સેવક દેવપાલ ગોવાળે પોતાને જંગલમાં મળેલ આદીશ્વર પ્રભુના દર્શનની પ્રતિજ્ઞા પૂરી કરવા વરસાદની હેલી વખતે લાગટ સાત ઉપવાસ કરી નાખ્યા. વરસાદ ઊતર્યે ચડતા પરિણામે પાપોદયના પશ્ચાત્તાપપૂર્વક આંસુ વહાવ્યાં, ને તેની ભક્તિથી ચકેશ્વરી દેવી પ્રગટ થઈ ગયાં. વરદાન આપવા કહ્યું તોય ન માંગ્યું. ભાગ્યોદય થતાં જ સાતમા દિવસે જ રાજા બન્યો. અને અરિહંતની ભક્તિના પ્રતાપે તીર્થકર નામકર્મ ઉપાર્જિત કરી લીધું. બ્રાહ્મણ શયંભવ પણ યજ્ઞવેદિકાના સ્થાને પ્રભુ શાંતિનાથની પ્રતિમાનાં દર્શન પામતાં બોધ પામ્યા, વૈરાગ્ય થયો, શ્રમણ બન્યા, શ્રતાભ્યાસથી પ્રભુની પાટ આચાર્યપદથી શોભાવી. અનાર્ય દેશવાસી આદ્રકુમારના જીવનની પ્રગતિના કારણમાં અભયકુમાર દ્વારા મોકલાવાયેલ આદિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન પછીનો ઊહાપોહ અને જાતિસ્મરણજ્ઞાન જ હતું ને? નર્માકર પોપટની પાંખો મંત્રીપુત્રીએ કાપી નાખી, તેથી પ્રભુદર્શન ન થવાથી ઉપવાસ કરી પ્રાણ | છોડ્યા તો તે જ પોપટ રાજા શંખ બન્યો અને વિદ્યુમ્મુખીનો જીવ કલાવતી બન્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy