SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન પરિણામે અષ્ટાપદે ભરાવ્યાની માહિતીઓ મળે છે. ચકી તો રૂ.4 ગૃહી તોય કેવળી બની ગયા. (૨) જિનાલયો તથા જિનબિંબો રચાવનાર પ્રભુભક્તો ઉત્તમ સાત ક્ષેત્રોમાં જિનબિંબ અને જિનાલયોનો ઇતિહાસ અનાદિકાળનો છે. અષ્ટાપદે ભરતરાજે ચોવીશે જિનવરોના પ્રમાણ રત્નમય પ્રતિમાઓ ભરાવી, સંગરચક્રીના પુત્રોએ તે તીર્થની રક્ષા ખાતર પ્રાણો ગુમાવ્યા, રાવણના મહેલમાં જ ગૃહજિનાલયમાં શાંતિનાથ પ્રભુ તથા મુનિસુવ્રતસ્વામીનાં જિનબિંબો હતાં, રાજા દશરથને સંસાર-વૈરાગ્યના મૂળમાં શાંતિસ્નાત્રનું સ્નાત્રજળ મોડેથી પહોંચાડી શકનાર કંચુકીની જર્જરાવસ્થા હતું. શત્રુઘ્ન દ્વારા મથુરામાં જિનબિંબો ભરાવવાં, દ્રૌપદી તથા અનેક સતીઓ દ્વારા સંકટ સમયે પ્રતિમાપૂજા અને પ્રભુનું શરણ, જયેષ્ઠ ભ્રાતા નંદિવર્ધન દ્વારા વિચરતા વીર પ્રભુની જ જીવિતસ્વામી નામની ત્રણ પ્રતિમાઓ ભરાવવી, રાજા સંપ્રતિ દ્વારા સવા લાખ જિનાલયો અને ૧ ક્રોડ જિનબિંબોની સ્થાપનાપ્રતિષ્ઠા, વિમલશાહ, રાજા કુમારપાળ, વસ્તુપાળ ને તેજપાળ, પેથડ શાહ વગેરે મહાપુરુષો દ્વાર જિનાલયોની સ્થાપના કે જીર્ણોદ્ધાર ઉપરાંત ધન્ના સંઘવી દ્વારા રાણકપુરનું રમ્ય જિનાલય તે જમાનાના ૯૯ ક્રોડની લાગતે રચવાનું સુકૃત વગેરે ઘટનાઓ પ્રત્યક્ષ કે પરોક્ષપણે પ્રતિમા-પૂજકોની પુણ્યગાથાને જ પ્રસ્તુત કરે છે. ઉપરોક્ત સૌએ પોતાના જીવનમાં અવશ્ય પ્રભુભક્તિથી પ્રગતિ સાધી છે. પૂજનાર સ્વયં પૂજ્ય બન્યા હશે, પણ કોઈ તેમાંના દુ:ખમય સ્થિતિ કે દુર્ગતિના પંથે પડ્યા હોય તેવી એક પણ ઘટના જોવા-જાણવા નથી મળતી. પ્રભુભક્તિના ભક્તોમાં કોઈ ને કોઈ અંશે પ્રભુતા પ્રગટ્યા વગર ન રહે. (૩) ભક્તિના ભેદ-પ્રભેદ અનેક પ્રકારે પ્રભુભક્તિ થઈ શકે છે. એક-બે-ત્રણ-ચાર પ્રકારે વિચારણા કરીએ. એક પ્રકારી=અપૂર્વ શ્રદ્ધા –સમ્યગદર્શનનો મૂળ પાયો અખંડ શ્રદ્ધા. જે જિનેશ્વરોએ કહ્યું તે જ નિશંક છે, સત્ય છે, સર્વોપદેશ છે તેવો અતૂટ વિશ્વાસ તે પણ ભક્તિનો જ પ્રકાર છે. રાજા શ્રેણિક કે વાસુદેવ કૃષ્ણની અડોલ શ્રદ્ધા પ્રસિદ્ધ છે. પાપકર્મોને કારણે તેઓ નાની-શી વિરતિ પણ ન પામી શક્યા; પણ આગામી ચોવીશીમાં ક્રમે પહેલા અને બારમા તીર્થંકર ફક્ત અપૂર્વ શ્રદ્ધા-ભક્તિથી થવાના છે. (૪) બે પ્રકારી દ્રવ્ય અને ભાવપૂજા. તેમાં બાહ્ય દ્રવ્યનું અર્પણ અને અત્યંતર અંતઃકરણનું સમર્પણ હોય છે. દ્રવ્યપૂજા ભક્તિકારો –પોપટ યુગલ દ્વારા ચાંચથી અક્ષત પૂજા દ્વારા દેવ-મનુષ્યથી લઈ છેક મોક્ષગતિ તરફની પ્રગતિ, કોટિધ્વજ દ્વારા દ્રવ્યોપચાર અને ક્રોધસહિત મૃત્યુ છતાંય જાતિસ્મરણ જ્ઞાનથી વૈરાગ્ય, શ્રીપાળ-મયણા દ્વારા થયેલ દ્રવ્યપૂજા વગેરે દષ્ટાંતો જગજાહેર છે. ભાવપૂજા ભક્તિકારો –મંદોદરીનું નૃત્ય ને રાવણ દ્વારા જંઘાની નસ કાઢીને પણ વીણાના તૂટેલા તારનું સંધાણ જે થકી તીર્થંકર નામકર્મની ઉપાર્જના, શકુનિકા વિહાર બાંધતાં ભરૂચમાં નડેલ બંતરના ઉપદ્રવ વખતે પણ અપ્રદેવની ભાવના અખંડ રહી તેથી બંતરીએ પ્રગટ થઈને વરદાન આપ્યું. કારીગરોને જીવિતદાન મળ્યું ને જિનાલયની રચના થઈ. પ્રતિષ્ઠા પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ. [ સાહેબના કરકમળોથી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy