SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન પબ્લીક લીમીટેડ કું. ઊભી કરી. સને ૧૯૫૫માં ભાગીદારીમાંથી છૂટા થઈ દીકરાઓ સાથે ડેરીના ધંધા ઉપરાંત દૂધના ટેસ્ટીંગ માટેના સાધનો પરદેશથી મંગાવી ધંધો વિકસાવ્યો. ૧૯૫૭માં ધંધો દીકરાઓને સોંપી નિવૃત થયા. તેઓ સ્વભાવે ખૂબ જ સ્નેહાળ અને મિલનસાર હતા. વરસમાં એકાદ પ્રસંગ ઊભો કરી સ્નેહી-સબંધીઓના બહોળા સમુદાયને જમાડતા અને ખૂબ પ્રસન્ન થતા. તેમના ૭૫માં જન્મદિન પ્રસંગે આણંદ અને મુંબઈમાં આવા જમણવાર તેમણે યોજ્યા હતા. તેઓશ્રી અનન્ય ધર્મપ્રેમી સેવાપરાયણ હતા. વઢવાણ શહેરમાં મોટી રકમનું દાન આપી સાધર્મિક ભક્તિ માટે ટ્રસ્ટ ઊભુ કર્યું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં લોકવિદ્યાલયમાં ગૌશાળા તેમજ ડેરી વિભાગ માટે પણ દાન આપ્યું. આણંદમાં ૧૯૩૬ની સાલમાં જૈન દેરાસર, ઉપાશ્રય તથા પાઠશાળા સ્થાપવામાં અગ્રેસર રહ્યા. શ્રી વલ્લભ વિદ્યાનગરમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખા સ્થાપવાની પ્રેરણા કરી અને પોતે રૂા. ૧000000 આપી કુલ રૂ. ૭OOOOOO નું ફંડ ભેગુ કર્યું. તેમાં જૈન દેરાસર બનાવવા માટે મૂળનાયકની પ્રતિષ્ઠાનો આદેશ મેળવી સારી રકમનું દાન આપ્યું. પોતાના ૭૫મા જન્મપ્રસંગે આણંદની વિવિધ સંસ્થાઓમાં કુલ રૂા. ૧૩OOO=00 નું દાન કર્યું. આ રીતે અનેક સેવા ક્ષેત્રોમાં લક્ષ્મીનો સદુઉપયોગ કર્યો અને વ્યવસ્થિત રીતે દાનની પ્રવૃતિ ચાલુ રાખવા માટે “મણીલાલ નરસીદાસ દોશી ચેરીટી ટ્રસ્ટ' બનાવ્યું. આ રીતે તેમણે જૈન સમાજમાં તેમજ આણંદ અને વલ્લભવિદ્યાનગરમાં વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી તેઓશ્રી વલ્લભવિદ્યાનગરના શ્રી ચારુતર વિદ્યામંડળમાં ગર્વનીંગ બોડી પર સભ્ય તરીકે રહી ચૂક્યા હતા. ઉપરાંત આણંદની પ્રખ્યાત વિદ્યાસંસ્થા શ્રી ચરોતર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી હતા. તથા શ્રી રામકૃષ્ણ સેવા મંડળ કે જેના આશ્રયે ૧૭ જેટલી સંસ્થાઓ જેમાં કોલેજો, હોસ્પિટલ, હોમીઓપથી કોલેજ, વૃદ્ધાશ્રમ વગેરે ચાલે છે તેના ઉપ-પ્રમુખ હતા. તેમના અવસાન બાદ તેમના પુત્રો શ્રી જયંતિભાઈ શ્રી ધીરૂભાઈ તથા શ્રી રસિકભાઈએ પિતાની મૃતિ કાયમ રહે તે માટે શ્રી મણિલાલ નરસીદાસ દોશી માનવ સેવા સંઘ, સુરેન્દ્રનગરને રૂ. ,૦૦,OOO=OOનું માતબર દાન આપ્યું તથા શ્રી સી. જે. હોસ્પિટલ, સુરેન્દ્રનગરમાં દરદીઓને રાહત દરે દવા વગેરે આપવા માટે રૂ. ૧,૫૦,૦OO=OO નું કાયમી ફંડ કરી આપ્યું. આ રીતે તેમણે જૈન સમાજમાં તેમજ આણંદ, વલ્લભવિદ્યાનગર તેમજ વઢવાણ શહેર તથા સુરેન્દ્રનગરમાં વિવિધ ક્ષેત્રે દાનનો પ્રવાહ વહેરાવ્યો હતો. Gશ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા) સને ૧૯૦૫માં શ્રી વીસાનીમા જૈન કુટુંબમાં જન્મ પામી વ્યાવહારોપયોગી અંગ્રેજી શિક્ષણ ભરૂચમાં જ મેળવી સને ૧૯૨૧માં દિલ્હી જઈ મોટાભાઈએ શરૂ કરેલ જે. સી. પરીખની કંપની, કે જે ઇલેકટ્રોપ્લેટિંગનું કામ કરતી હતી, તેમાં જોડાયા. અનુભવે તેમને ખૂબ આગળ વધાર્યા સને ૧૯૪૯માં મુંબઈમાં ‘સ્ટાર મેટલ રિફાઈનરી’નું સુકાન સંભાળ્યું. કે. જે. એન્ટીમની ધાતુ બનાવનારી હિંદભરમાં એકમાત્ર કંપની હતી. ધંધામાં વિકાસ અર્થે સને ૧૯૬૦માં તેઓ વિદેશના અનેક શહેરોનો પ્રવાસ કરી આવેલા છે. તેઓ દીલ્હીમાં લાગલાગ2 અઠ્ઠાવીસ વર્ષ રહ્યા એટલે ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy