SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૮૭ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની શુભ નિશ્રામાં કલકત્તા મહાનગરથી ચંપાપુરી, રાજગૃહી, પાવાપુરી, સમેતશિખરજી-ઋજુવાલિકા તીર્થના નીકળેલા ભવ્ય ઐતિહાસિક ૬૮ દિવસીય પદયાત્રા સંઘની ઝલક : વિ. સં. ૨૦૪૨ના માગસર મહિનામાં નીકળેલ સંઘમાં ૨૦૦ યાત્રિકો જોડાયેલા. અજીમગંજ, જીયાગંજ, ભાગલપુર, લછવાડ વિગેરે બંગાળ-બિહારના દુર્ગમ પ્રદેશોમાં પણ અનેરી શાસનપ્રભાવનાપૂર્વક આ સંઘનું સમાપન થયેલ. - શ્રીમતી નીલમદેવી દીપચંદજી કાંકરીયા, દીલીપકુમાર કાંકરીયા, શ્રીમતી તારાબેન હરખચંદજી કાંકરીયા, શ્રીમતી માણેકબેન બોથરા આદિ સંઘપતિઓએ ખૂબ જ ઉદારતાપૂર્વક સંઘની ભક્તિ કરેલ. પૂ. પં.શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરની નિશ્રામાં નીકળેલા અન્ય સંઘો : વિ. સં. ૨૦૪૭, ઘાટકોપરથી થાણા તીર્થ, સંઘપતિ શ્રીમાન પોપટલાલ ભુરાભાઈ ગડા, યાત્રિકો પ00ની ઉપર. વિ. સં. ૨૦૪૮માં વિક્રોલીથી થાણા તીર્થ, સંઘપતિશ્રી નવીનચંદ્ર રીખવચંદ શાહ, શ્રી ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ, યાત્રિકો ૩૦૦થી વધારે. જામનગરથી પાલીતાણાનો સંઘ : પ્રવચનપ્રભાવક પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિવર (હાલ આચાર્ય)ની નિશ્રામાં જામનગરથી શત્રુંજય મહાતીર્થને ભવ્ય ઐતિહાસિક છ'રીપાલિત સંઘ નીકળેલ. પ્રયાણ વિ. સં. ૨૦૫) મહા સુદ ૧૩, સંઘમાળ ફાગણ સુદ ૧૦. સંઘપતિ શ્રીયુત દિલીપકુમાર છે મારૂ (લંડનનિવાસી) યાત્રિકો ૪૦૦ ઉપર. ૨૪ દિવસના આ ભવ્ય સંઘમાં શાસનપ્રભાવક કાર્યો અનેકવિધ થવા પામેલ. સંઘવી પરિવારે ખૂબ જ ઉદારતાપૂર્વક તન-મન-ધનથી સંઘની ભક્તિ કરેલ. પાડીવથી પાલિતાણાનો સંઘ : વિ. સં. ૨૦૫રમાં પાડીવથી પાલિતાણા તીર્થનો સંઘ પૂ. આ. ભગવંતશ્રી મહાબલસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી પુણ્યપાલસૂરિજી મ. સા. તથા પૂ. આ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ. સા. (તે વખતે મુનિશ્રી)ની પ્રેરક નિશ્રામાં સંઘવી ચુનીલાલ ભીખાજી પરિવારે એક હજાર યાત્રિકો સાથે કાઢેલ. પડવાડાથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત યાત્રા સંઘ : વિ. સં. ૨૦૧૪માં પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલરત્નસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં શા. કિસ્તુરચંદજી હંસરાજ પરિવાર આયોજિત પીંડવાડાથી પાલિતાણાનો છ'રીપાલિત પદયાત્રા સંઘ ખૂબ જ શાનદાર રીતે નીકળેલ. જેમાં નાંદિયા, દિયાણા, મેડા, માલગામ, સિરોડી, જીરાવલા, વરમાણ, મંડાર, જેગોલ, બોઈવાડા, ભીલડી તીર્થ, ચારૂપ, પાટણ, હારીજ, શંખેશ્વર, માંડલ, ઉપરીયાળા, શિયાણી, લીંબડી, ધંધુકા, વલ્લભીપુર વગેરે તીર્થસ્થાનોમાં દર્શન-વંદન-પૂજનનો યાત્રિકોએ લાભ લીધેલ. - -- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy