SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ | [ જૈન પ્રતિભાદર્શન (યથારથી ગિરનાર અને શવનો વાસંધ) હાલારથી ગિરનાર અને શત્રુંજયની યાત્રા સંઘ ચાલો ગિરનાર જઈએ ને પાવન થઈએ ચાલો ચાલો સિદ્ધગિરિ જઈએ !!ાવન થઈએ, પરમ પૂજય, ગુરુદેવ હાલારરત્ન, મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના પ્રથમ દર્શને જ હાલાર પંચતીર્થનો છ'રી પાલક સંઘ કઢાવ્યો. સામુદાયિક એકાસણા કરાવીને, શ્રાવકનાં વ્રતો સ્વીકાર્યા. ત્યારબાદ ગુરુદેવની નિશ્રામાં, ઉપદેશથી જીવદયા--અનુકંપા પરમાત્મભક્તિ-સાધર્મિક ભક્તિમાં સારો લાભ લેતા રહ્યા, ગુરુમંદિરનો લાભ લઈને ધન્યતા અનુભવી. નવાગામ-હાલારથી જુનાગઢ (ગિરનાર) પાલીતાણા શત્રુંજયનો ભવ્ય છ'રી પાલક સંઘ કઢાવનાર ધન્ય છે શ્રેષ્ઠિ પુંજાભાઈ તથા શ્રાવિકા મણિબેનને. હાલારના શ્રેષ્ઠિવર્ય પૂજાભાઈ કચરાભાઈ બીદ તથા તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા મણીબહેન પુંજાભાઈ પરિવારે છ'રીપાલિત સંઘ કાઢવાનો મનસુબો કર્યો અને ઉપરના શાશ્વત તીર્થ યુગ્મની યાત્રા વિધિપૂર્વક કરવાના સોનેરી અવસરનું આયોજન ઝડપથી અમલમાં મૂકી ધન્યતા અનુભવી. વાત્સલ્ય વારિધિ પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, પૂ. આ. શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરિજી મ. સા., પૂ. આ. શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મ. સા અને પૂ. મુનિરાજશ્રી મહાસેનવિજયજી મ. સા.ના દિવ્ય આશિષથી તથા વર્ધમાનતપની ઓળીના આરાધક શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. સા., ગચ્છાધિપતિ આ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ. સા., પૂ. પંન્યાસ પ્રવરશ્રી વજસેનવિજયજી મ. સા.ના શુભાશિષથી પૂ. મુનિશ્રી જયમંગલવિજયજી મ., પૂ. મુનિશ્રી વીરસેનવિજયજી મ., પૂ. મુનિશ્રી હેમપ્રભવિજયજી મ., પૂ. મુનિશ્રી જિનધર્મવિજયજી મ. આદિની નિશ્રામાં મહા સુદ ૭ તા. ૨૬-૧-૯૬ના રોજ સંઘનું શુભ પ્રયાણ થયું. આ સંઘમાં સંઘવી પરિવારે દરેક ક્ષેત્રમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, જીવદયા અને પક્ષીઓને ચણ વગેરે માટે ખૂબ જ ઉદારદિલે રકમો લખાવી. ગિરનાર અને શત્રુંજયની ભવ્ય યાત્રાઓ કરાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy