________________
અભિવાદન ગ્રંથ |
[ ૫૮૯
( સંઘપતિ ધન્ય બની ગયા. સંઘપતિ શ્રી પૂજાલાલ કચરાભાઈ બીદ પરિવારનું ઉમળકાભેર બહુમાન કરવામાં આવેલ.
ગિરધરનગર-અમદાવાદથી શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાસંઘ
પ્રવચનપ્રભાવક પૂ. મુનિપ્રવરશ્રી હિતરુચિવિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની શુભ નિશ્રામાં વિ. સં. ૨૦૧૬ના માગશર સુદ-૩ તા. ૧૧-૧૨-૯૯ના રોજ શાહીબાગ ગિરધરનગર અમદાવાદથી છે'રી પાલક સંઘનું પ્રયાણ થયું. સંઘ પ્રયાણને શાસન પ્રભાવક બનાવતી અનેક અલભ્ય ચીજો અને કલાકારોની કલાનો કસબ જોવામાં આવ્યો. ઉજળી સાંસ્કૃતિક પરંપરાનાં પ્રતીકો શંખેશ્વર યાત્રા સંઘના પ્રમાણમાં જૈન-જૈનેતર લોકોને વૈરાગ્યની દિશામાં દોરી જવાનું સાધન બની રહ્યા. આ સંઘ ઘણો જ વિશિષ્ટ પ્રકારનો હતો. (પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના નીકળેલા યાત્રા સંઘો)
(૧) શ્રી પ્રેમ-ભુવનભાનુ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ આ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. આદિ વિશાળ સમુદાયની નિશ્રામાં ગિરધરનગરથી ગિરનાર તીર્થનો ભવ્ય છ’રી પાલક સંઘ નીકળ્યો હતો.
(૨) પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. મુનિરાજશ્રી ગુણસુંદરવિજયજી મ., મુનિરાજશ્રી પુણ્યસુંદરવિજયજી મ.ની પાવન નિશ્રામાં વિ. સં. ૨૦૩૮ કારતક વદમાં પેટલાદનગરથી માતર શ્રી સુમતિનાથ સાચા દેવનો ત્રિદિવસીય છ’ રીપાલિત ચતુર્વિધ શ્રી સંઘ આશરે ૨૦૦ યાત્રિકોનો ભવ્ય રીતે નીકળેલ. સંઘપતિશ્રી નવિનભાઈ વટાદરાવાળા અને ચંપકભાઈ સુખડિયાએ ખૂબ ઉલ્લાલપૂર્વક લ્હાવો લીધેલ.
(૩) ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના ગણિપ્રવરશ્રી ગુણસુંદરવિજયજી મ. તથા મુનિપ્રવરશ્રી અનંતબોધિવિજયજી મ. તેમ જ પૂ. બાપજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી હંસકીર્તિશ્રીજી મ.ના શિષ્યાઓ તથા શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી જયલતાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં નડિયાદનગરથી માતરતીર્થ અને શ્રી કલિકુંડ તીર્થ (ધોળકા)ના ચાર દિવસીય છ'રીપાલિત સંઘ વિ. સં. ૨૦૫૧ મહા સુદ ત્રીજથી મહાસુદ છઠ્ઠના રોજ ભવ્ય રીતે નીકળેલ. સંઘપતિશ્રી મફતલાલ ડાહ્યાલાલ ગાંધી પરિવાર અને શાહ હિંમતલાલ વાડીલાલ શાહ પરિવારે સાધુ-સાધ્વી સહિત ૩OO યાત્રિકોની સુંદર ભક્તિ કરેલ. માળના દિવસે શ્રી કલિકુંડ તીર્થે સ્વામીવાત્સલ્ય અને શ્રી સિદ્ધચક્રપૂજન સુંદર થયેલ.
(૪) પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. ઉપાધ્યાયશ્રી યશોભદ્રવિજયજી ગણિવર, પૂ. પ્રવર્તક શ્રી યોગીન્દ્રવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ભુવનસુંદરવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ગુણસુંદરવિજયજી મ. આદિ સાધુ-સાધ્વીજી મ.ની નિશ્રામાં વિ. સં. ૨૦૫૧ના મહા માસમાં ગીરધરનગર અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થાધિરાજનો ભવ્ય છ'રીપાલિત સંઘ નીકળેલ. ગીરધરનગરના અનેક ઉદાર સંઘપતિઓએ ગામોગામ શાસન-ધર્મપ્રભાવનાના અનેક સુંદર કાર્યો કરેલા. જીવદયાનાં કાર્યો પણ ઘણાં કરવામાં આવેલ.
/
\
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org