________________
૪૫૮ ]
/ જૈન પ્રતિભાદર્શન
રાજાએ પૂછ્યું કે શેઠ આજે નગરમાં ચારે તરફ રંગરસ વરસી રહ્યો હતો. સુંદર યુવતીઓ નૃત્ય કરી રહી હતી. તેમાંથી તમોને સરસ શું લાગ્યું?
જય શેઠ બોલ્યા કે રાજા, મેં તો કાંઈ જોયું નથી ને મને ખબર પણ નથી. રાજાએ કહ્યું કે કેમ તને ખબર નથી? આવી જગ્યાએ તો તમો પહેલા પહોંચી જાવો છો. તમો કહો છો કે ઇન્દ્રિયો વશમાં રહેતી નથી પણ તમે કેવી રીતે તેને વશમાં રાખી? માણસને જ્યારે મરણ સામે આવે છે ત્યારે આપોઆપ ભયના કારણે ઇન્દ્રિયો કાબુમાં આવે છે. માટે ઇન્દ્રિયોને મોજશોખમાં રાખો તો તે જીવને દુ:ખમાં નાખે છે. ધર્મથી જ ઇન્દ્રિયો જીતાય છે. ઇત્યાદિ કહી રાજાએ શેઠની શાન ઠેકાણે લાવીને ધર્મમાં સ્થિર કર્યો. તે પદ્મશખર રાજા પણ અનેક જીવોને પ્રતિબોધ કરી સ્વર્ગે ગયો.
( સંગ્રામ શૂરરાજા
આચાર્ય મહારાજ એટલે અભુત આભામંડળના અધિપતિ. શિકારી કૂતરા દરરોજ પોતાના માલિકની ઈચ્છા મુજબ શિકાર કરતાં અને એક દિ આચાર્યમહારાજના આભામંડળમાં આવી શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરી અને તે દ્વારા તેના માલિકે પણ શિકાર બંધ કર્યો. આ વાત સરસ રીતે આ કથાનકમાં જોવા મળશે.
પદ્મિની ખંડ નામના નગરમાં સંગ્રામદેઢ રાજાને સંગ્રામશૂર યુવરાજ હતો. તે ભયંકર વ્યસની હતો. શિકારી કૂતરાથી અનેક પ્રાણીઓને મારતો. રાજાને આ વાતની ખબર પડી.
કુમારને શિકાર બંધ કરવા કહ્યું છતાંય તે ન માન્યો. તેથી તેને કહ્યું કે કાં તો શિકાર છોડ અથવા નગર છોડી દે. યુવરાજે નગર છોડીને ઉપનગરમાં વસવાટ કર્યો. ત્યાં હજારો પ્રાણીઓનો શિકાર કરે છે. - એક વખત તેને કાંઈ કામ માટે બહાર જવાનું થયું અને કૂતરાઓ ઘરે રહ્યા. ત્યાં આગળ આચાર્ય ભ. તેના ઘરે પધારે છે. કૂતરાના આવાસમાં તેના નોકરે તે આચાર્ય ભ ને ઉતારો આપ્યો. ક્રુર કતરા જોઈ આચાર્ય ભ. બોલ્યા કે જે પાપી ક્ષણ માત્ર સુખ માટે બીજા જીવોને હણે છે. તે ચંદનને રાખ માટે બાળે છે. આ સાંભળી કૂતરા પણ હળુકર્મી થયા ને શિકાર નહીં કરવા તેવો નિયમ કર્યો ને આચાર્ય ભ. વિહાર કરી ગયા.
થોડા દિવસ પછી કુમાર પોતાના નગરમાં આવ્યો ને કૂતરાને શિકારે લઈ જતાં છતાં કૂતરાઓએ શિકાર ન કર્યો. તેથી તેને આશ્ચર્ય લાગ્યું ને નોકરને પૂછ્યું. તેને સર્વહકીકત કહી. યુવરાજે વિચાર કર્યો કે શું હું કૂતરા કરતા હલકો છું? માટે મારે પણ શિકાર આજથી બંધ. કોઈક આચાર્ય ભાના મુખથી વાણી સાંભળીને તે જૈનધર્મી--વ્રતધારી શ્રાવક થયો. - એક વખત વિદ્યાપુર નામના નગરના વિદ્યુતંભ રાજાની મણિમંજરી નામની કન્યાને જોઈને તેની ઉપર મોહ પામે છે. તેને પરણવા માટે રાક્ષસે અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. સમુદ્રમાં તેને ફેંકી દીધો ને જિનધર્મની પૂજા ન કરવા ઘણો સમજાવ્યો. છેવટે રાક્ષસે પ્રગટ થઈને તેની પ્રશંસા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org