________________
અભિવાદન ગ્રંથ |
L[ ૪૫૭
0
બનાવેલ નથી. કોણે શીખવ્યો? તેણે સાચી વાત કહી દીધી. રાજાએ તરત તે મુનિવરની પાસે આવી ક્ષમા માંગી. મુનિરાજે કહ્યું કે હું સંયમી અને તું અજ્ઞાની હતો. મેં જાણતાં છતાં ક્રોધ કર્યો માટે મારે તારી ક્ષમા માંગવી જોઈએ.
ત્યાં કોઈક કેવલી ભગવંત પાસે બંને જણાએ પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. ભગવંતે કહ્યું કે શત્રુંજય જઈને તીવ્ર તાપૂર્વક યાત્રા કરો તો જ પાપનો અંત આવશે.
બંને જણાએ શત્રુંજય જઈ તીવ્ર તાપૂર્વક (રાજાએ પણ ચારિત્રગ્રહણ કરીને) મહાતીર્થની યાત્રા કરી અને કેવલજ્ઞાન મેળવી મોક્ષ પામ્યા.
( પીશેખર રાજા
ડર આવે છે ત્યારે માણસ કેવો એકાગ્ર બની જાય છે. ધર્મમાં મન એકાગ્ર નથી રહેતું કારણ કે અધર્મપ્રવૃત્તિથી ડર નથી લાગ્યો, તે વાત સ્પષ્ટ કરે છે. આ કથાનક...વાંચી લ્યો.
પૃથ્વીપુરનરેશ પદ્મશેખર રાજા વિનયંધરસૂરીશ્વરજી પાસે ધર્મ પામ્યા પછી પોતાની જાતને ધન્ય માનતો. સંસારની કોઈ પણ વસ્તુ સુલભ છે. ધર્મ એ જ દુર્લભ છે.
ગુરુ મ. સંસારથી અલિપ્ત છે. આપણા જેવા પ્રમાદી સંસારથી લિપ્ત છે. ઇત્યાદિ રાજા પ્રજા પાસે ધર્મનાં ગુણગા
ગુણગાન કરતો અને અનેક જીવોને ધર્મમાં દઢ કરતો. પણ ત્યાં આગળ જય નામનો વણિક નાસ્તિક ધર્મને નહીં માનનારો રહેતો હતો. દુર્લભ એવી સામગ્રી મળવા છતાં પરલોકની ઇચ્છા કરે તે મૂર્ખ જ છે. આ પ્રમાણે ઘણા ભોળા લોકો તેનાથી ભોળવાયેલ.
જય શ્રેષ્ઠીની આવી દુષ્ટ પ્રવૃત્તિની રાજાને ખબર પડી. થોડા સમય પછી જય શ્રેષ્ઠીના અલંકારના ડબ્બામાં ગુપ્ત રીતે રાજાએ લાખ મુદ્રાની કિંમતનો હાર મુકાવી દીધો. બીજા દિવસે રાજાએ હાર ગુમાયાની વાત કરી. દરેકના ઘરે ઘરે તપાસ કરાવી પણ ક્યાંય મલ્યો નહીં, એમ તપાસ કરતાં કરતાં જય શ્રેષ્ઠીના ઘરે આવ્યા. ત્યાંથી હાર મલવાથી રાજાને ખબર મલતા તેને ગુસ્સાનો પાર ન રહ્યો ને શ્રેષ્ઠીને શૂળીએ ચડાવવાનો આદેશ કર્યો.
હવે શ્રેષ્ઠીનાં ઘરનાં કુટુંબીજનોએ રાજાને આજીજી કરી. કરગર્યા, રડ્યા. કહે કે આપ બીજી આજ્ઞા કરો તેમ કરીશું પણ શેઠને છોડો. તેથી રાજાએ કહ્યું કે તેલથી ભરેલું છલોછલ વાસણ લઈ જય શ્રેષ્ઠી આખા ગામમાં ફરે અને એક પણ ટીપું પડવું ન જોઈએ. અને જો ટીપુ પડશે તો શ્રેષ્ઠીનું માથું ધડથી અલગ પડશે.
તે વાત સર્વ કબૂલ કરી. રાજાએ આ બાજુ આખા નગરમાં માદકતાભરી સુગંધ મહેકાવી સુંદર યુવતીઓનાં નાચગાન ઠેર ઠેર કરાવ્યાં. ઠેર ઠેર પાંચ ઇન્દ્રિયોને ગમતું વ્યવસ્થિત રીતે ઊભુ કર્યું. ત્યાર પછી જય શ્રેષ્ઠી તેલ ભરેલું વાસણ લઈ સ્થિરતાપૂર્વક આખા ગામમાં ફર્યા ને તેલનું વાસણ જેવું હતું તેવું જ રાજા આગળ મૂકતાં આનંદ આનંદ તેને થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org