SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૪પ૯ 0 કુમારના તે વિદ્યાધરની કન્યા સાથે લગ્ન થયાં. સંગ્રામદેઢ રાજાએ કુમારસંગ્રામશૂરને રાજ્ય આપી દીક્ષા અંગીકાર કરી પ્રાન્ત-સંગ્રામશૂર રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળી પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મુક્તિમાં જશે. સુધર્મ રાજા ) નગરના દરવાજા માટે બત્રીસલક્ષણા બાળકનો બલિ દેવાની કામગીરી દરમ્યાન બાળકના હાસ્ય રાજાને સત્યનો પૂજારી બનાવ્યો. અંતે સાધુ બન્યો, પણ આ સ્વાર્થી સંસાર કેવો છે તેની ઘટમાળા સરસ રીતે આ કથામાં ગૂંથી છે. પાંચાલ દેશમાં સુધર્મ નામે જૈનધર્મી રાજા સુંદર આરાધના કરતો હતો. ત્યાં કોઈ મહાબલ નામનો લૂંટારો પ્રજામાં ત્રાસ ફેલાવતો. રાજાએ જઈને તેના વનપ્રદેશને ઘેરીને લૂંટારાને પકડી લીધો. પાછા ફરતાં નગરમાં પ્રવેશ કરતાં નગરનો મુખ્ય દરવાજો તૂટી પડ્યો. અપશુકન સમજી રાજા પાછા ફર્યો. બીજી વખત પણ દરવાજો બનાવીને પ્રવેશ કરતાં તૂટી પડ્યો. તેથી રાજા પ્રવેશ કરી ન શક્યો. મંત્રીને તે કારણ પૂછ્યું. મંત્રી મંત્ર-તંત્રને માનનાર હતો. તેથી કહ્યું : મહારાજા, તમારા હાથે જ કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન દો તેથી આ દરવાજો સુદૃઢ રહેશે. રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો પણ કોઈનાં મા-બાપ પોતાના દિકરાને આપવા તૈયાર ન થયાં. જે પુત્રનું બલિદાન આપશે તેને સુવર્ણપુરુષ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. વરદત્ત નામના ગરીબ બ્રાહ્મણને સાત પુત્રો હતા. તેથી ગરીબાઈથી કંટાળીને સુવર્ણપુરુષના લોભે તે તૈયાર થયો. પુત્રઇન્દ્રને બીજા દિવસે નવરાવી વસ્ત્ર પહેરાવી તિલક કરી તૈયાર કર્યો ને રાજા પાસે લાવ્યા ત્યારે તે હસતો હતો. રાજાએ પૂછ્યું કે તને વિષાદની જગ્યાએ હર્ષ કેમ છે? ત્યારે તેને હંસની વાત શરૂ કરી. હંસનો પરિવાર એક સરોવરમાં રહેતો હતો. વૃદ્ધ હંસે કહ્યું કે આ વેલ વધે તે પહેલાં તોડી નાખો. પણ તેના પરિવારે ન માન્યું. ને વેલો વધ્યો. શિકારીએ તેના ઉપર જાળ બાંધી. તેમાં બધાં ફસાયા. વૃદ્ધ હંસે કહ્યું કે મારું કીધું માન્યું હોત તો આવી સ્થિતિમાં ન આવત. છેવટે તે બાળક કહે છે કે જે વેલ તેને આશ્રયસ્થાન હતી તે ભયરૂપ થઈ તેવી રીતે જે મા-બાપ શરણભૂત હતાં તેનાથી જ ભય ઉત્પન્ન થયો. મા-બાપની જેમ રાજા સર્વનો શરણભૂત. પૈસા ભેગા કરીને મહા આનંદ સર્યો છે. તે જ શત્રુની જેમ ઘાતક થયો છે. આવી પરિસ્થિતિમાં ભય રાખીને ફરક શો પડવાનો માટે હું નિર્ભય છું. આ વાત સાંભળી રાજાએ તે બાળકને સન્માન કરીને છોડી દીધો. મંત્રીએ રાજાને સમજાવ્યા કે હે રાજન! એક બાળકને બચાવવામાં આખા નગર ઉપર આપત્તિ પડશે. ત્યારે રાજાએ કહ્યું કે હું આ નગરમાં પ્રવેશ નહીં કરું. જે કાંઈ વેઠવું પડશે તે વેઠી લઈશ. આવી રાજાની દઢતા જોઈને કોઈ દેવ પ્રત્યક્ષ થયો ને રાજાની સત્ત્વની પ્રશંસા કરી કહ્યું : મેં જ આ માયાજાળ રચી હતી પણ હે રાજન! તમો પરીક્ષામાં મક્કમ રહ્યા. માટે મને ક્ષમા આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy