SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬o ] [ જૈન પ્રતિભાદર્શન એમ કહી નગરનો દરવાજો અદ્ભુત બનાવીને દેવ ચાલ્યો ગયો. સુધર્મ રાજા છેવટે ચારિત્ર લઈ નિર્વાણ પામ્યા. ( પ્રત્યેક બુદ્ધ નમિ રાજર્ષિ ) ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીર પરમાત્માએ જેનું નામ સ્વમુખે મૂકયું તે ઘન્ય નમિ રાજર્ષિનો વૈરાગ્ય ખરેખર માનવા-વાંચવા જેવો છે...વાંચો ત્યારે... મિથિલા નગરીમાં નમિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને અનેક રાણીઓ હતી. આ પ્રમાણે ન્યાયપૂર્વક રાજ્ય કરતાં બધી જાતનું સુખ હોવા છતાં કર્મના યોગે તેને આખા શરીરે દાહકવર પેદા થયો. વૈદ્યો, હકીમો, મંત્ર-તંત્ર વિ. ઘણાં ઉપચાર કર્યા છતાં પણ તે દાહ મટ્યો નહીં. નમિ રાજાને ઉંઘ આવતી નથી. આખો રાજ પરિવાર ચિંતામાં ડૂબી ગયો. એ વખતની વાત છે. નમિ રાજાને ભયંકર પીડા વધતી જતી હતી. અંતે વૈદ્ય ગોશીષ ચંદનનો લેપ કરવાનું સૂચન કર્યું તેથી ગોશીર્ષ ચંદન લાવીને દાસીઓ તે ઘસવા લાગી. રાણીઓને ખબર પડતા તરત ત્યાં આવીને દાસીઓને ઘસવાનું બંધ કરીને પોતે જ ઘસવા લાગી. કહે કે અમારા સ્વામીનાથની સેવા અમે કરીશું. મંત્રી વિ. પરિવારે રાણીઓને ના પાડી કે તમારું શરીર અત્યંત નાજુક છે. તે તમો સહન કરી શકશો નહીં. રાણીઓએ કહ્યું કે જે થાય તે થાય અમો જ ચંદન લેપ ઘસી સ્વામીનાથની ભક્તિ કરીશું. રાણીઓ ચંદનનો લેપ તૈયાર કરતી જાય છે ને સોનાનાં કચોળાં ભરીને મહારાજાને લેપ થતો જાય છે. રાણીઓ જ્યારે ચંદન ઘસે છે ત્યારે તેઓના કંકણ પરસ્પર અથડાવાથી જે અવાજ આવે છે તે અવાજ રાજાથી સહન થતો નથી. તેથી મંત્રીને કહ્યું કે આ અવાજ શાનો છે? મંત્રીએ કહ્યું કે આપની જ રાણીઓ ચંદન ઘસે છે. તેણીના આ કંકણનો અવાજ છે. રાજાએ તે અવાજ બંધ કરવા કહ્યું. મંત્રીએ તે વાત રાણીઓને કરી ને કહ્યું કે તમારા આ કંકણના અવાજથી મહારાજાને વધુ વેદના થાય છે માટે તમો ઘસતાં નહીં. પણ દાસી ઘસશે, રાણીઓએ કહ્યું કે કંકણના અવાજનો સવાલ છે ને? લ્યો ત્યારે. એમ કહીને બધાં જ કંકણા હાથમાંથી કાઢીને ઢગલો કરી દીધો ને સૌભાગ્ય ચિહ્ન તરીકે એક જ કંકણ રાખ્યું. રાજાને પાછો વિચાર આવ્યો ને મંત્રીને કહ્યું કે હવે કંકણનો અવાજ કેમ નથી આવતો? ત્યારે મંત્રી જોરદાર એવું વાકય બોલ્યા કે રાજાને આરપાર ઊતરી ગયું. મંત્રીએ કહ્યું કે, મહારાજા! અવાજ બેના હોય એકમાં નહીં. આ વાતથી મહારાજા સચેત થઈ ગયા ને ચિંતન ઉપર ચડ્યા. ખરેખર! મંત્રીની વાત તદ્દન સાચી છે. એકમાં જ મઝા છે બેમાં નથી માટે મારે હવે આ બધું જ છોડીને એકલા થવું. જો આ મારી વેદના હટી જાય તો સવારે એકલો થઈને આત્મકલ્યાણ કરું. ત્યાં જ સંકલ્પ કર્યો કે સાંજ સુધીમાં વેદના શાંત થઈ. રાત્રે ઉંઘ પણ આવી ગઈ. સવારનાં કોઈને પણ પૂછ્યા વગર રાજપાટ બધું જ છોડીને નીકળી ગયા. ઈન્દ્ર મહારાજા તેમની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈને ગામ બહાર તેમને સામે મલ્યા ને કહ્યું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy