SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) ' [ ૪૬૧ ( કે--- હે રાજન! જરા પાછળ તો જુઓ કે આખી મિથિલાનગરી ભડકે બળી રહી છે. રાજા કહે છે કે જે ] બળે તે મારું નથી. મારું છે તે બળતું નથી. મિથિલા નગરી બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. આવી રીતે અનેક પ્રશ્નો પૂછીને નમિ રાજાનો ઉત્કટ વૈરાગ્ય જાણીને બ્રાહ્મણનું રૂપ છોડીને ઇન્દ્ર સાક્ષાત પ્રગટ થયા. તેમનાં વૈરાગ્યનાં વખાણ કર્યા. વંદન કરી ઇન્દ્ર સ્વસ્થાને ગયો. નમિ રાજર્ષિ સંયમની આરાધના કરી કેવલી થયા અંતે મોક્ષે ગયા. આ જ નમિ રાજર્ષિ તે માલવ દેશમાં સુદર્શન નામના નગરમાં રાજા મણીરથ અને યુવરાજ નાનો ભાઈ યુગબાહુ રાજય કરતા હતાં. મણીરથ રાજા યુગબાહુની પત્ની મદનરેખા ઉપર આસક્ત હતો. તેને જ યુગબાહુની હત્યા કરી. મદનરેખાએ પુત્રને જન્મ આપેલ તે જ નમિકુમાર જે નમિ રાજર્ષિ બન્યા. મદનરેખાએ ચારિત્ર લીધું ને કામાંધ મણીરથ મરીને ચોથી નરકે ગયો. ( પ્રદેશ રાજા ) સૂર્યકાન્તા એક ગજબ પાત્ર છે. તો પ્રદેશ રાજા પણ અજબ પાત્ર છે. બનેની યાત્રા એક બિંદુથી પ્રારંભાઈને વિરોધી બિંદુએ સમાપ્ત થાય છે. ત્યારે ઘટતી ઘટના શું બને છે? તે સમજવા જેવી આ વૈરાગ્યસભર કથા છે. શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતો હતો. તેને સૂર્યકાંતા નામે પટરાણી હતી. પ્રદેશ રાજા મહા નાસ્તિક, મૃગયાનો વ્યસની હતો. આત્મા, પરલોક, નરક, વિ. કાંઈ જ નથી. તેને કોઈપણ સાધુ-સંત મારા નગરમાં ન આવે તેવી આજ્ઞા કરેલ. એક વખત રાજવાટિકા માટે ક્રીડા કરવા જતાં એક ઉદ્યાનમાં સાધુ મ.ને ઉપદેશ દેતાં જોઈ મંત્રીને કહ્યું કે આ કોણ છે? મંત્રી જૈનધર્મી હતો. તેને તે તરફ રાજાને વાળ્યો. રાજાએ કહ્યું કે હે મુનિ! આત્મા નથી, પરભવ નથી તો ધર્મ શા માટે કરવો? જો આત્મા છે તો એક ચોરને મેં મારીને ટુકડેટુકડે કરી આત્મા શોધી જોયો પણ ન મલ્યો. તેવી રીતે તેને પેટીમાં પૂરી દીધો તો યે દેખાયો નહીં. જો આત્મા હોય તો ચોર મરી ગયા પછી તેના શરીરમાંથી નીકળવો જોઈએ ને, તે દેખાવો જોઈએ, પણ દેખાયો નહીં. કેશી ગણધર ભગવંતે કહ્યું કે અમુક વસ્તુ અનુભૂતિથી જ સિદ્ધ થાય છે. બુદ્ધિ નામની ચીજ દેખાતી નથી તેવી રીતે શક્તિ નામની ચીજ દેખાતી નથી. તેના અનુભવથી જ જણાય છે. જેને સર્વકર્મનાં આવરણો દૂર થયાં છે તેને જ આત્મા દેખાય છે. ઇત્યાદિ યુક્તિપૂર્વક રાજાને પ્રતિબોધ કર્યો. રાજાએ માંસાહાર વિ. છોડીને બાવ્રતનો સ્વીકાર કર્યો ને એવો જૈનધર્મી બન્યો કે તેની રાણીને પણ પાછળથી વ્રતધરા બનાવી. થોડા દિવસ પછી રાણીને વાસના જાગૃત થઈ. રાજા જે ધર્મ કરે તે તેને ગમે નહીં. રાજા કાંટા જેવો લાગ્યો. એક વખત રાજા પૌષધ કરીને બીજે દિવસે પારણું કરવા જતાં દૂધમાં વિષ ભેળવ્યું. રાજાએ તે પીધું કે તરત ખ્યાલ આવી ગયો તેને તરત જ પૌષધશાળામાં જઈને સંથારો કરી-ચત્તારિ શરણે વિ. ગ્રહણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy