SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ] [ જેને પ્રતિભાદર્શન આ બાજુ મંત્રીને ખબર પડતાં તરત વિષહર મણિ લાવીને જ્યાં રાજાની પાસે જાય છે ત્યાં રાણી ખૂલ્લા વાળ કરીને રડતી રડતી પોકાર કરતી ત્યાં આવે છે ને રાજા ઉપર ચડીને પોતાના અંગુઠા વડે રાજાનું ગળું દબાવી દે છે. રાજા કાળધર્મ પામીને પહેલા દેવલોકમાં સૂર્યાતિ વિમાનને વિષે ચાર પલ્યોપમવાળો મહાદ્ધિક દેવ થયો. બાર વ્રતનું પાલન કર્યું તેથી સાડાબાર લાખ યોજનવાળા વિમાનનો દેવ થયો. ત્યાંથી આવી મહાવિદેહમાં થઈને મોક્ષે જશે. સૂર્યયશા રાજા | એક ઘર્મનિષ્ઠ રાજાના ધર્માચરણો અને તેના પ્રભાવોથી ભરીભરી આ વાર્તા સુંદર અને ધર્મમાર્ગપ્રેરક છે. સૂર્યયશા ભરત ચક્રવર્તીના જયેષ્ઠપુત્ર હતાં. દશહજાર મુગટધારી રાજાઓના અધિપતિ હતા. વિનિતા નગરીમાં તેમને શુક્રાવતાર નામનું જિનાલય બંધાવેલ. તે રોજ સવાર, બપોર, સાંજ ત્રિકાળ જિનપૂજા કરતો, પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત રહેતો. પર્વ દિવસે દશહજાર રાજાઓ તથા અનેક પરિજનો સાથે પૌષધ કરતો. તે પોતે પાપારંભ કરતો નહીં ને બીજા પાસે કરાવતો નહીં. એક વખત સૌધર્મેન્દ્ર રાજસભામાં બેઠેલા. રંભા અને ઉર્વશી નૃત્ય કરી રહી હતી. ત્યારે સૌધર્મેન્દ્ર મસ્તક ધુણાવ્યું. બંને અપ્સરાઓએ મસ્તક ધુણાવાનું કારણ પૂછવું તો ઈન્ટે કહ્યું કે આ મનુષ્યલોકમાં સૂર્યયશા જેવો ધર્મિષ્ઠ રાજા કોઈ નથી. જેને વિચલિત કરવા હું પણ શક્તિમાન નથી. તેને ભાવવંદન કરવા મેં મસ્તક ધુણાવ્યું. આ સાંભળી રંભા અને ઉર્વશી તરત જ બોલી ઊઠી : અન્ન, પાણી ઉપર જીવતા એક તુચ્છ મનુષ્યના ઇન્દ્ર વખાણ કરે છે. તે તો દેવ આગળ એક મગતરું કહેવાય. અમારું સૌન્દર્ય જોયું નથી ત્યાં સુધી જ ધર્મમાં દઢતા છે. અમને જોતાં જ દઢતા તેમની તૂટી જશે. રંભા-ઉર્વશી પ્રતિજ્ઞા લઈને જ્યાં સૂર્યયશા રાજાનું જિનાલય છે માનવસ્ત્રી બનીને વીણાના મધુર સ્વર સહિત જિનેશ્વર ભ.ની સ્તુતિ કરે છે. સમય થતાં રાજા પૌષધ પારીને જિનાલયમાં દર્શન કરવા જાય છે. ત્યાં આ બંનેનું રૂપ જોઈને મોહિત થાય છે. પોતાના મહેલમાં આવીને મંત્રીને તે વાત કરી. મંત્રીએ યુવતીઓ પાસે આવી પરિચય પૂછયો. તેણીએ કહ્યું કે અમો વિદ્યાધર પુત્રીઓ છીએ. અમારું કહ્યું માનનાર પતિની અમો શોધમાં છીએ. માટે તે તમે મેળવી આપો. મંત્રીએ તે વાત રાજાને કરી ને બંનેનો મેળાપ કરીને લગ્ન કરી આપ્યાં. બંને સાથે સાંસારિક સુખ ભોગવે છે. એક વખત બંનેએ પડહ સાંભળીને રાજાને વાત કરી કે આ શાનો પડહ વાગે છે? રાજાએ કહ્યું કે આવતી કાલે અષ્ટમીનો દિવસ છે. પાપવ્યાપારનો ત્યાગ કરીને પૌષધ લેવામાં આવશે. તમો પણ [ પૌષધ કરવા તૈયાર થાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy