________________
૧૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
મનેલ ગિરનાર મહાતીર્થ પણ શત્રુંજય ગિરિરાજની એક ટુંક હતી એમ કહેવાય છે. શત્રુંજય કરતાં ગરનારજીની યાત્રા કઠીન ગણાય છે. છતાં કોઈક કોઈક એકલ-દોકલ આત્માઓએ આ તીર્થની પણ ૯૯ યાત્રા વ્યક્તિગત રીતે કરી હોવાનું સંભળાય છે. પરંતુ આ મહાતીર્થની ચતુર્વિધ શ્રી સંઘની સામુહિક ૯૯ યાત્રાનું આયોજન સર્વ પ્રથમવાર વિ. સં. ૨૦૫૧ કે પ. પૂ. સાધ્વીશ્રી નિર્મ ગુણાશ્રીજીના શિષ્યા પ. પૂ. મા. બ્ર. સા. શ્રી જ્યોતિશ્રીજીની પ્રેરણાર્થી પાંચ સંઘપતિઓ તેમ જ તિયિ દાતાઓના સહયોગથી થયેલ.
ઉપરોક્ત ત્રણ ૯૯ યાત્રા સંર્ધામાં નિશ્રા તથા ઉપસ્થિતિના કારણે નવાણુંવાળા મહારાજ તરીકે ઓળખાયેલા. આગમાભ્યાસો પ. પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ. સા. તથા તેમના શિષ્યો સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી મ. સા. તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી અભ્યુદયસાગરજી મ. સા. ઠાણા ત્રણની નિશ્રામાં તથા ઉપરોકત સા. શ્રી જ્યોતિભાશ્રીજી આદે સાધ્વીજી ભગવંતોના સાંનિધ્યમાં આ આયોજન ગોઠવાયા.
આ આયોજનની જવાબદારી શ્રી જામનગર વીસા ઓસવાલ અચલગચ્છ જૈન સંઘે સંભાળેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org